SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રી પ્રત્યેનાં મારા અનુભવ્યો છે - પ.પૂ.મુનિ પ્રેમસુંદરવિજયજી યાદ આવે છે તે ધન્ય દિવસ અને પળ. પ્રાયઃ ૨૦૫૬ માં મુલુંડ ઝવેર રોડ સંઘમાં શેષ કાલ દરમિયાન પૂજ્યપાદ દાદા ગુરુદેવ ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા મારા ઉપકારી ગુરુદેવ આ.ભ.શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. (ત્યારે પંન્યાસજી) ની પાવન નિશ્રા હતી... આત્મીય મુનિવર શ્રી હેમવલ્લભવિજયજી મ.સા. નો પત્ર આવ્યો.... “ ધગધગતો ઉનાળાનો સમય, રસ્તાઓ પર પગ જ ન મૂકી શકાય એવો બપોરનો સમય અને જાણે પોતાનાં દાદા ગુરુદેવ સચ્ચારિત્રચૂડામણિ પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની યાદ અપાવે તે રીતે મસ્તીથી હજુ પણ પૂજ્યપાદથી (પૂ.ચારિત્રનાયકશ્રી) વિહાર કરે છે.... સવારનું નિત્ય આવશ્યક કાર્ય ૯ થી ૯૩૦ કલાકે પૂરાં થાય પછી વિહાર, ૯૨-૯૩ વર્ષની જૈફ વયે પણ આવી સંયમની મસ્તી... સ્થાને પહોંચતા ૨-૩ વાગી જાય... પછી ભક્ત મુનિ નિર્દોષ ગોચરી લેવા જાય.... સુકાં રોટલાં અને પાણીથી આયંબિલ કરી સંયમજીવનનો રસાસ્વાદ માણે....” | આ વાતો વાંચી તો જાણે ચક્કર જ ખાઇ ગયો.. આંખમાં આંસુ આવી ગયા... દરેક મહાત્માને આ પત્ર બતાવવા-કહેવા પ્રશંસા કરવા ગયો, કેવા મારા દીક્ષાગુરુ ! કેવો ભીષ્મ તપ ! કેવું પ્રચંડ સંયમ ! કેવી સાધનાની મસ્તી ! કેવો નિર્દોષ ચર્યાનો આંનદ! કેવી કઠોર સાધના – ઉપાસના ! જાણે હું પાગલ સો બની ગયો... બહુમાનનો કેફ એવો ચડેલો કે અવાર-નવાર આ પ્રસંગની વાત અનેકોની આગળ ગાઇ ચૂક્યો છું..... તે દિવસે પણ આજ કેફમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી પાસે ગયો. કાગળ વંચાવ્યો, તેમની આદત પ્રમાણે બધુ કામ પડતું મૂકીને કાગળ વાંચતાં જ પૂજ્યશ્રી પ્રત્યે જે અહોભાવ આદરભાવ પ્રગટ થયો... તેઓશ્રી પણ રડી પડ્યા.... કહે કૈ પૂજયશ્રી ll લિકાલની સાહાન શાળે વિરલ વિભૂતિ છે... પોતાના માટે પોતાની ઇચ્છાથી તપ કરનારા તો ઘણા છે. પણ શ્રી સંઘની એકતા માટે પોતાની જાતને ઘસી નાખનારાં, શરીરની ય મમતા ને ત્યજી દેનારા આ તો કોઇ અવ્વલ કોટીનાં પરાર્થવ્યસની મહાત્મા છે... આજેય એ દિવસ મનમાં ઘુમરાયા કરે છે... પૂજ્યશ્રીનાં ગુણોમાં પાગલ બની રમવાની ના રી સાજા છે... તે દિવસની પળો blણે બીજી પણ તે સર્વે પળોની, પૂજયશ્રીdi ગુણસમુદ્રમાં ડૂબવાની ક્ષણોને ખૂળ-ખૂબ ભiદુ... lલુમોદુ છું.... ક્ષમાવંત ઠયા_આજી, નિઃપૃહ તનુ નીરાયા નિર્વિષયી dજાતિ પરેજી, વિરે મુનિ મહાભ||, 4ક નીરસર ! - પૂ.દેવચંદ્રજી મ.સા. કૃત ચર્ચાસમિતિની સજઝાય આ ગાથા પૂજ્યશ્રીને અક્ષરશઃ ઘટે છે.... પ્રબલ ચારિત્રમોહનીય કર્મોદયનાં કારણે સંયમજીવનની પ્રાપ્તિ માટે મને છેક સુધી ઘણાં અંતરાયો નડ્યાં.... છેલ્લે કંઇક પુગ્યોદય જાગ્યો કે આ પ્રચંડ તપસ્વી,સંયમી, બ્રહ્મસમ્રાટનું શરણું મળ્યું... એમના સંયમબલથી. તપોબલથી, પુણ્યબલથી, પુરુષાર્થબલથી મારી દીક્ષા થઇ શકી અન્યથા સંસારનાં કીચડમાં કયાં ડૂબી મરી ગયો હોત કે જેનો કોઇ પત્તો'ય ન મલત.... | સં. ૨૦૪૭ માં અનેકોનાં તારણહાર પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. તથા પ. પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય જયઘોષ સૂરીશ્વરજી મ.સા.એ મને સંયમપ્રાપ્તિ માટે પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. મારફત પૂજ્યશ્રી પાસે દીક્ષા માટે (કારણ કે બન્નેનું ચાતુર્માસ સાથે હતું) મોકલ્યો... પ્રાયઃ જે.સુ. ૮ ના રાત્રે તપોપુંજ પૂજ્યશ્રીનાં જીંદગીમાં પ્રથમ દર્શન થયા.... ન જાણ ન પહેચાન.. પૂજ્યશ્રી ગુજરાતી હું રાજસ્થાની ખાનગી દીક્ષા આપવાની હતી અને તરત નિર્ણય લેવાયો, જે. સુ. ૧૧ (૨૦૪૭) નાં મેઘાણીનગર શ્રી જૈનસંઘ, અમદાવાદમાં મને દીક્ષા આપવાનું નક્કી થયું. જેનાં માટે વર્ષોથી હું તલસતો હતો તેની ટૂંક સમયમાં જ અચાનક પ્રાપ્તિનાં સમાચાર સાંભળી પૂજ્યશ્રીનાં પુણ્યબલ અને પુરુષાર્થ હિમ્મત પર ફિદા-ફિદા થઇ ગયો. સંઘનાં મોભીઓને એકત્રિત કરી સીધો જ નિર્ણય કહી દેવામાં આવ્યો.... તે દિવસે શ્રીસંઘના દેરાસરમાં શ્રી સાચાસુમતિનાથભગવાનની પ્રતિષ્ઠાનો પણ ધન્ય દિવસ હતો... પણ, હજુ મારા અંતરાયો મને નડતાં હતાં..... દેરાસરની પ્રતિષ્ઠાનો મંગલ અવસર છે, સર્વત્ર આનંદ ઉલ્લાસ છે, એમાં આ છોકરાની દીક્ષા, શી રીતે થઇ શકે ? એનાં બા-બાપુજીની સંમતિ નથી, અને વળી રાજસ્થાની છે. દીક્ષા બાદ એનાં કુટુંબીઓ આવે તો શું જવાબ આપવો... ? માહોલ બગડી જાય, માટે અત્યારે આ દીક્ષા ન થઇ શકે .... V ODA
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy