SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્દોષ ગોચરીના તેઓશ્રી કટ્ટર આગ્રહી હતા. તેથી જ તો ૨૦ ઉપવાસના પારણે ગિરનારની કે સિદ્ધગિરિની યાત્રા કરી પારણે આયંબિલ તો ગામમાં (જુનાગઢ- પાલીતાણા) જઇને ઘરોમાંથી લાવેલી નિર્દોષ ગોચરી દ્વારા જ કરતાં.... ૯૦ ૯૪ વર્ષની વયે પણ પૂજ્યશ્રી ચાલીને જ વિહાર કરવાનો આગ્રહ રાખતા. તેઓશ્રી જિંદગીમાં કયારેય ડોળીમાં નથી બેઠા. છેલ્લે છેલ્લે ૯૪ વર્ષે જયારે ડાબાપગના થાપાનો બોલ તટી જતાં સિદ્ધગિરિમાં સ્ટીલનો બોલ નખાવ્યા બાદ શરીર, બિલકુલ નિર્બળ બની ગયું ત્યારે સ્ટ્રેચરનો ઉપયોગ કર્યો..... પણ હોળી તો ન જ સ્વીકારી. જીવનમાં કયાંય એક જગ્યાએ સ્થિરવાસ ન કરતા છેલ્લી વય સુધી વિચરતા જ રહ્યા. પૂજ્યશ્રીનું બ્રહ્મચર્ય અજોડ હતું એમની વસતીમાં વિજાતીયતત્ત્વ ફરકી ન શકતું. કયારેક વાસક્ષેપ નંખાવવા શ્રાવિકાબહેનો આવે.... અને જો માથું ઉઘાડું હોય તો પૂજ્યશ્રી વાસક્ષેપ ન નાંખતા. આ સિવાય બીજા અનેક ગુણોથી પૂજ્યશ્રીનું જીવન અલંકૃત હતું. પૂજ્યશ્રી શાસનને પૂર્ણ સમર્પિત હતાં. એમનાં અંતરમાં સંઘ એકતાની અપ્રતિમ, અતૂટ ભાવના હતી. આપણા કમનશીબે હજી સુધી લાખો આત્માઓના હૃદયમાં રમતી આ ભાવના સર્વાંશે પરિપૂર્ણ થઇ નથી. પૂજ્યશ્રી સ્વર્ગલોકમાંથી સંઘની આ ભાવનાને પરિપૂર્ણ કરવામાં સહાયક બને એવી અંતરની શુભેચ્છા... • વિશ્વવંદનીય જૈનશાસનપ્રભાવક પૂજ્યપાદ આ.ભ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા - પ.પૂ. આ.રાજેન્દ્રસૂરિ મ.સા. જૈનશાસનના પ્રભાવ૬પુરુષોમાં મહાસાવશાળી, સંઘૉકવાળી પ્રાળ (ભાવનાવાળા ૫.પૂ. આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ઑs તેજસ્વી મહાપુરુષ ઘઈ ગયા. | નહીંનામના .................. નહકામના ............... એવા નિઃસ્પૃહી-ત્યાગી-તપસ્વી-ખાખી બંગાળી મહાત્મા હતા..... તેઓશ્રીની સાધના-આરાધના ચુસ્ત અને કડકસંયમપાલનપૂર્વકની હતી. સંયમારાધનાના પાલન સાથે દિનપ્રતિદિન આત્મવિકાસની કેડીએ આગેકૂચ કરતાં રહ્યા અને અવસરે પૂજ્યો દ્વારા અનુક્રમે યોગોહનપૂર્વક ગણિ-પંન્યાસ અને આચાર્યપદે આરૂઢે કરાયા હતા. તેઓએ જૈનશાસનના વિવિધ અંગોમાં અંજનશલાકા,ઉપધાન તપ, છ'રીપાલિત સંઘ, નવ્વાણું યાત્રા વગેરે અનેક શાસનના અનુષ્ઠાનો કરાવ્યા હતા. સિદ્ધગિરિની પાવનીયભૂમિ ઉપર શ્રી બેંગલોર સંઘની નવ્વાણું યાત્રાના આયોજન અવસરે સાથે રહેવાનો અમૂલ્યલાભ પ્રાપ્ત થયો હતો. તે અવસરે સ્વયં પણ દાદાની યાત્રા કરે - મોડેથી આયંબિલ કરી વ્યાખ્યાન પણ વાંચતા હતા. તેઓશ્રીએ તપ-ત્યાગ તથા ચારિત્રના કડકપાલન દ્વારા શરીરને કસી દીધું હતું. પૂજ્યશ્રી દ્વારા ગિરનાર મધ્યે બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી નેમિનાથપ્રભુની દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણકોની ભૂમિના જિર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી હતી અને સુશ્રાવકો દ્વારા તે પ્રેરણાનાં સહર્ષ સ્વીકાર અને જબરજસ્ત પુરુષાર્થથી આજે સહસાવને મધ્યે એક વિશાળકાય કેવળજ્ઞાન કલ્યાણક જિનાલયનું નવનિર્માણ થવા પામ્યું છે. આ સ્થાનના આલંબનથી આજ સુધી કેટલાય આચાર્યભગવંતો, મુનિભગવંતો, સુશ્રાવકો આ પુનિતભૂમિમાં તપ-૦૪૫-ધ્યાનની આરાધના કરી ચૂકયા છે. | સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિની ગોદ સમા આ સહસાવનની સ્પર્શના મુકિત કરવી તે પણ જીવનનો એક મહામૂલો લહાવો છે. ખરેખર ! પૂજ્યશ્રીની દીર્ધદષ્ટિ, તીર્થભક્તિના પ્રભાવ તથા કર્મઠતપની ઉપાસનાના સૂમબળના આધારે જ આવો મહાતીર્થોદ્ધાર થવા પામ્યો છે તેવું સહેજ જણાય છે. -વાસાગા અમદાવાદ મધ્યે નિજ સંસારીપુત્ર સમતાધારી પ.પૂ.આ.નરરત્નસૂરીશ્વર મહારાજ સાહેબની અંતિમસંસ્કાર ભૂમિએ ગુરુમંદિર તથા એક નયનરમ્ય ચૌમુખી પરમાત્મા મહાવીરના ગણધરમંદિરનું સર્જન થવા પામેલ છે અને હાલમાં વિશાળકાય અનોખા અષ્ટાપદસ્થાપત્ય તીર્થનું નિર્માણ કાર્ય પણ ચાલુ જ છે. -સ્વવતન માણેકપુરમાં પણ પોતાના અતિપ્રિય સિદ્ધગિરિ તીર્થની અંશાત્મક પ્રતિકૃતિરુપે અલૌકિક સુવર્ણગુફાયુક્ત એક અદ્ભૂત સિદ્ધગિરિની રચનાનું સર્જન થવા પામેલ છે. જેના દર્શન-પૂજન પામી અનેક ભવ્યજીવો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. તપોવન–અમીયાપુર-સાબરમતી મધ્યે અંજનશલાકા-પ્રતિષ્ઠા અવસરે પૂજ્યશ્રીની પાવનનિશ્રામાં રહી અંજનશલાકા દરમ્યાન યત્કિંચિત્ પૂજ્યશ્રીની ભક્તિનો લાભ મળ્યો હતો. પૂજ્યશ્રીએ જેનશાસનના વર્ષોથી ચાલતાં વિવિધ વિખવાદોના શકયતઃ શીધ્ર સમાપન માટે તથા સકળસંઘની એકતાના સંકલ્પથી ઘોર અભિગ્રહપૂર્વક અખંડ આયંબિલતપની આરાધના કરી હતી અને જીવન દરમ્યાન સાધિક ૩૦૦ ઉપવાસ અને ૧૧૫% આયંબિલ તપની કર્મઠ આરાધના કરી હતી. | આ રીતે જેનશાસનના વિવિધ ક્ષેત્રોમાં પદાર્પણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ પૂજ્યશ્રીના જીવનમાં કરેલા મહાતપોની યાદી સૌએ એકવાર અવશ્ય વાંચવા યોગ્ય છે. તેઓશ્રીએ સંયમજીવનને અદ્ભુત તપધર્મથી વાસિત કરી દીધું. અનેકવિધ ગુણોના આકર પૂજ્યશ્રીના સંયમજીવનની અહોભાવપૂર્વક અનુમોદના કરવા દ્વારા આપણે પણ તેમના ગુણોનો અંશ જીવનમાં આત્મસાત્ કરીએ એ જ મંગલ કામનt. R. કાકાયા ૨૯.
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy