SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ માણ. ભવોદધિ તારક ગુરુદેવ ..! .. મારા મહાન ઉપકારી - મારી જીવન નૌકાને સ્થિર કરનાર - સંયમની ઝીણી ઝીણી કાળજી કરનાર – પાયાનું ઘડતર કરનાર – પ્રત્યે વજ કરતાં કઠોર – પર પ્રત્યે કુસુમ કરતાં કોમળ - વાત્સલ્યના ભંડાર – સહસાવન તીર્થોદ્વારક-સકળસંઘની એકતા માટે સમાધિ ટકે તો આજીવન આયંબિલના અભિગ્રહ ધારી – પૂ. ગુરુદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનની મેં અનુભવેલી કંઇક - પ.પૂ. મુનિ નયનરત્ન વિ.મ.સા. વાતો. अल्पश्रृंत श्रुतवतां परिहासधाम, त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति, तत्वारुचूतकलिकानिकरैकहेतुः ।। ખુબ અ૫ ક્ષયોપામવાળા એવા મારા માટે મહાપુરુષ - મહાન આચાર્ય ભગવંત વિશે લખવું અઘરું કામ છે, પણ જયારે સ્મૃતિઅંક બહાર પડે છે ત્યારે કર્તવ્યરૂપે પ્રાયઃ અનુભવેલું થોડું લખવા પ્રેરાઉ છું છવાસ્થતાના કારણે તથા આવડતના અભાવે પણ - જે ક્ષતિ હોય તે સુધારવી – કારણ કે વિશાળદષ્ટિવાળા મહાપુરુષો-સંતપુરૂષો - બાળકોના શબ્દો નહીં પણ તેના ભાવને જ સમજવા પ્રયત્ન કરે છે. પૂજ્યશ્રી સાથે મારો પ્રથમ પરિચય તથા સંયમની પ્રેરણા આદિ પણ કરાવનાર જુનાગઢના લોકાગચ્છમાંથી તપાગચ્છમાં આવેલા પુજ્ય ગુરુમહારાજ પાસે પામેલા એવા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જયમંગલવિજયજી મહારાજ. જે સંસારીપણે અમારા કુટુંબના ઉપકારી હતા જેને કારણે અમારા ઘરમાં ઘરદેરાસર થયેલ. ચારિત્રની ભાવના થતા મારવાડ તેમની પાસે ગયેલ તેઓ વૃદ્ધ બિમાર હતા. સેવા કરનારની ઘણી જરૂર હતી, છતાં એમની નિઃસ્પૃહતા ગજબની હતી. તેમણે કહ્યું ' તારૂ કલ્યાણ અમારી પાસે ન થાય.'' જાણે ચોથા આરાના ન હોય તેવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ જ તથા તેમના સંસારી પુત્ર બાલબ્રહ્મચારી નમ્ર-સરળ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ પાસેની તેમની ઇચ્છા - આજ્ઞા જાણી તેમની સૂચના મુજબ અમદાવાદ - જ્ઞાનમંદિરમાં પરમપૂજ્ય પ્રકાશવિજયજી મહારાજ સાહેબ (જેના બંને હાથખવાઇ જવાથી ખોડા થઇ ગયેલા) તેમની પાસે ગયો. | સાંજે પ્રતિક્રમણ કર્યું, બધી વાત જણાવી. સવારે પૂજા કરી પાછો આવતો હતો ત્યાં ઉકાળેલા પાણીની રૂમ પાસે પત્રિકાઓ જોઇ તેમાં એક પત્રિકા ગોંડલના મહોત્સવની હતી. તેમાં નિશ્રાદાતા તરીકે પૂજ્ય ગુરુમહારાજનું નામ હતું. એ વાંચી ઉપર ગયો. પરમ પૂજ્ય પ્રકાશવિજયજી મહારાજને વાત કરી. તેમણે પત્રિકા મંગાવી જોઇ બરાબર નકકી કરી મને ગોંડલ જવા કહ્યું ત્યાં દેવાધિદેવ શ્રી ચંદ્રપ્રભસ્વામી દેરાસરે મહોત્સવ હતો ત્યાં જ સીધો પહોંચ્યો. બાજુમાં જ ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુદેવ આદિ મહાત્માઓ બિરાજમાન હતા. બસ, બંને મહાત્માઓનું શુદ્ધ જીવન, જીવ પ્રત્યેની લાગણી- આવેલાની કાળજી વિગેરે જોતા જ ત્યાં રહી ગયો. આ મારો પ્રથમ પ્રવેરા ગુરુદેવના ચરણોમાં. . . હ ત લ ક ત લ ત ત ત ત લ ૯ લ a sucation International
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy