SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ e - ભાડું આપવા સમયનો આગ્રહ શા માટે? તારા ગુરુમહારાજ તો મારા કરતાંય કેવાં જબ્બર તપસી હતાં તેઓ તો દામ ચોવિહાર ઓળીઓ અઢાર વર્ષ કરી ગયાં ને ! હું કામ ચોવિહાર ક્યાં કરા છું. સાધના વિના ભાઇ ! કર્મો કયાં તુટવાના છે. હવે લાંબુ જીવવાનું નથી. કસ નીકળે તેટલો કાઢી લેવો છે. તારા ગુરુમહારાજને યાદ કરને’ ! મને થયું કે દીક્ષાપર્યાયમાં પૂ. ગુરુદેવ કરતાંય વડીલ હોવાં છતાંય પૂજ્યશ્રીનો કેવો જોરદાર ગાગાનુરાગ ! મારી પાસે બોલવાનો કોઇ અવસર જ ન રહ્યો. પછી મને કહે કે તે ગોચરી કરી ? જા ગોચરી કરવા બેસી જી ! મોડું ન કર ! કેવો વાત્સલ્યભાવ ! વિ.સં. ૨૦૫૫ માં માલવાના ગિરનાર તરીકેની ખ્યાતિને પ્રાપ્ત કરનાર આષ્ટા તીર્ષે ચોમાસા માટે જવાનું નક્કી થતાં વિહાર પૂર્વે પૂજ્યશ્રી પાસે પુનઃ આશીર્વાદ લેવા ગયેલ વાત કરતાં કરતાં મેં પૂછયું કે હવે આપની ભાવના શું છે ? મને કહે કે એક વખત ગિરનાર જવું છે. તરત જ મેં કહ્યું કે સાહેબ! આપ ગિરનાર અનેકવાર પધાર્યા છો, માલવાના ગિરનાર પર આપ પધાર્યા નથી, આપને નેમિનાથદાદા અત્યંત વહાલા છે. તો આટા તીર્થના મૂલનાયક પણ નેમિનાથદાદા જ છે. દેલવાડા | રાણકપુરની આંશિક કલાકૃતિના સંગમસ્થાન સમા તે તીર્થમાં પૂજ્ય પરમતારક ગુરુદેવશ્રીનું ભાવિ ચોવીશી સાથે તીર્થાધિપતિ શ્રી નેમિનાથદાદાની પ્રતિષ્ઠાનું સ્વપ્ન અપૂર્ણ રહ્યું છે. તો આપ ત્યાં પધારી ન શકો ? આપશ્રીને પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે ખુબ જ સાવ રહેલો છે ને ! તેઓશ્રીના આ કાર્યને પૂર્ણ કરવા આપ માલવા પધારો. અમે આપશ્રીને સંભાળીને લઇ જશું....! મને કહે કે ભાઇ ! ઇચ્છા તો જરુર થાય છે કે એમ.પી. આવવાનું થયું નથી, જો આવવાનું થાય તો નાગેશ્વર, અવંતિપાર્શ્વનાથ(ઉvજેન), મક્ષી-પાર્શ્વનાથ, અલૌકિક પાર્શ્વનાથ, (હાસામપુરા) આદિ તીર્થોની યાત્રા સાથે તારા ગુર મહારાજની ભાવનાને આકાર કરવાનું કાર્ય પણ થાય.... પણ તું જો ને ! શરીર હવે ઢીલું થઇ ગયું છે. ડોળીમાં બેસવું નથી. પગ થાકી રહ્યા છે. આટલો લાંબો વિહાર શું થાય ? તેથી પ્રત્યુત્તર વાળતા જ મેં જણાવ્યું કે સાહેબજી ! તો પછી આપ ગિરનાર કઇ રીતે પધારશો ? જો ભાઇ ! ભાવના પાર્ગ છે. મને વિશ્વાસ છે કે મારો આ સંકલ્પ જરુર પરિપૂર્ણ થશે જ હળવાશની પળોમાં થયેલી આ વાતો આજે જયારે આંખ સામે આવી જાય છે ત્યારે થાય છે કે મનોબળની કેવી તાકાત ! ૨૦૫૬ નું ચોમાસું અમદાવાદ પૂર્ણ કરી પૂજ્યશ્રી ગિરનારના લક્ષ્ય સાથે આગળ વધ્યા શરીર સાથઆપવાની સ્પષ્ટ ના પાડી. ભક્તો તથા આશ્રિતોની પણ સાગ્રહ વિનંતિ..... પણ પૂજ્યશ્રીના સંકલ્પને બદલવાનું ગજું કોઇનું પણ હતું નહી. આ દેહ પડે તે પૂર્વે ગિરનારપતિને ભેટવાછે. મારા પરમતારક ગુરુદેવશ્રીની વર્ધમાનતપની એકાદ ઓળીની ભવ્ય ઉજવણીનાં સોણલાં સેવી વારંવાર વિનંતિ કરનાર તેમજ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત ઉદારદિલ સુજ્ઞ પ્રકાશભાઇ વસા આદિ સૌને પૂજ્યશ્રીનું સ્વાથ્ય જોતાં મનમાં થયું કે પૂજ્ય સાહેબજીનો આગ્રહ વધુ પડતો છે.... પણ બોલવાની હિંમત કોઇની રહેલી નહીં..અંતે પૂજ્યશ્રીના સંકલ્પનો વિજય થયો. વિહાર યાત્રા આગળ લંબાઇ પૂજ્યશ્રી નિર્ધારિત લક્ષ્ય મુજબ ગિરનાર તીર્થે પહોંચ્યા દાદાની યાત્રા કરી સ્વહસ્તે ઉદ્ભૂત સહસાવન તીર્થમાં પ્રતિષ્ઠિત નેમિનાથદાદાની ભાવપૂર્વક યાત્રા કરી. 01 ! જાણે ૐ યોગગ્રજીમાં જણાવેલ મૃત્યુ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હશે માટે જ દાદાના ધાdfમાં પધાર્યા હશે ! પ્રાન્ત ગિરનાર તીર્થની તારક છત્રછાયામાં નેમિનાથદાદાના સાન્નિધ્યમાં વિશુદ્ધ કોટિની આરાધના કરી અનેકોને સમ્યફ આલંબન પ્રદાન કરીસ્વર્ગલોક તરફ મહાપ્રયાણ કરી ગયા ! તેઓશ્રી માટે લગભગ એક ફરીયાદ સાંભળવા મળતી કે.... પૂ. આ. ભ. શ્રી હિમાંશુ સૂ. મ.સા. માં બધુ બરાબર છે. પણ જીદ્દી ખુબ છે. નક્કી કરેલું છોડવા તૈયાર ન થાય. ખરેખર તો ‘‘સંવન્થાત્ સિદ્ધિઃ' સૂત્ર તેઓશ્રીએ હૃદયસ્થબનાવી દીધેલ. તેથી જ કાર્ય કરતાં પૂર્વે મનમાં ઉઠેલ વિચારને જ્યારે પણ તેઓશ્રી સંકલ્પપે નિર્ધારિત કરતા ત્યારે તેને પૂર્ણ કરીને જ રહેતાં. જ્ઞાનીની દૃષ્ટિએ સદ્ગુણરાપ આવા સંકલ્પને, વચનના મર્મને ન સમજનારાઓ જ્યારે જીદ તરીકે કહેતાં તો પૂજ્યશ્રી સહર્ષ તેનો સ્વીકાર કરી લેતાં. • વંદન હો સંકલ્પમાં ખડકની જેમ અડગ રહેનાર તપસ્યો પૂજ્યશ્રીને૦૦૦૦૦૦ ૧૯
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy