SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તપસ્વી શો થાાવ્યા..... શશીકાંતભાઇ શેઠ - જુનાગઢ (રાગ : સિધ્ધાચલના વાસી) તપસ્વી એક આવ્યા, સમતા ભરીભરી લાવ્યા - આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે... //૧// માણસાના માણેકપુર ગામે, રહે ગૃહસ્થી ફુલચંદ નામે... એને કુંવર નામે છે નારી, સેવા ભક્તિનાં છે પૂજારી તેમના પુણ્ય બળે, હીરાલાલ જન્મ ધરે | આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે... /રી પુજ્યપાદ શ્રી પ્રેમસૂરિજી, તેમના પ્રશિષ્ય શ્રી હિમાંશુસૂરિજી જેવાદાદા ગુરુજી, તેવા થયા સૂરિજી જેણે દીપાબુ દાદાગુરુ કેરુ નામ રે આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે... /all વીશસ્થાનક વીશ વીશ ઉપવાસે, પારણે આયંબીલ તપ કીધા માસક્ષમણમાં નવાણું કીધી, શત્રુંજય યાત્રા એકસો આઠ કીધી અઠમ ઉપવાસનો નહી પાર, તપસ્વી બીરુદ પામ્યા ત્યાર - આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે... //૪l ગિરનારની નવાણું કીધી, ઓગણત્રીસ દિવસમાં પૂરી કીધી સાત છઠ બે અઠમ કીધા, પારણે નવ આયંબીલ લીધા અઠ્ઠાઇ સોલનો નહી પાર, ઉગ્રવિહાર કરે ત્યાર આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે...//પો અમે સૌ શ્રાવકો બડભાગી મળ્યા મુની મહા અનુરાગી શશી પ્રણમીને કહેતો, જીવન ઉદય કરી દેજો એવી અંતિમ ઇચ્છાને કરજો પાર રે... આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે...//૬/l જેના રોમ રોમમાં... (રાગ : આ છે આણગાર અમારા...) ગણિવર્ય કલ્યાણબોધિવિજયજી જેના રોમ રોમમાં ત્યાગ અને તપના તેજો ચમકાર | ગુરુ હિમાંશુસૂરિજી અમારા...(૨) દીક્ષા લીધી યૌવનવયમાં, ગુરુ પ્રેમસૂરીશ્વર પાસે તલવારની ધાર સમુ સંયમ જે પાળે મન ઉલ્લાસે(૨) કલિકાલના ઘોર તપસ્વી વંદન વાર હજારા.... | ગુરુ હિમાંશુસૂરિજી અમારા... સો સંયમમાં કષ્ટો આવે કે ઘોર પરિષહ આવે સો રોગોના હુમલા આવે કે શરીર નિર્બળ થાવે(૨). સત્ત્વ અને સાહસના બળે નિત નિત ઉંચે ચઢનારા... ગુરુ હિમાંશુસૂરિજી અમારા... તપ - ત્યાગને જીવનમંત્ર બનાવી કાયાનો કસ કાઢ્યો અણિશુદ્ધ જીવન જીવી જેણે કર્મોનો કાંટો કાઢ્યો (૨) આચારની દ્રઢતા રાખીને શુભ આલંબન દેનારા... | ગુરુ હિમાંશુસૂરિજી અમારા... વયોવૃદ્ધ વયે પણ અપવાદો ના સેવ્યા તે ભડવીર સિદ્ધાંત અને શાસ્ત્રોના મર્મો વણી બન્યા શુરવીર (૨). જ્ઞાન ધ્યાનની અખંડ સાધના ધીર બની કરનારા... | ગુરુ હિમાંશુસૂરિજી અમારા... સહસાવનનો ઉદ્ધાર કર્યો શાસન પ્રભાવક ન્યારા આદિશ્વરને નેમિશ્વર જિન અંતરથી લાગે પ્યારા (૨) આ કાળે જેની જોડ જડે ના એવું જીવન જીવનારા | ગુરુ હિમાંશુસૂરિજી અમારા... રડતા મુકી સૌ સંઘોને છોડીને ચાલ્યા જગને હેમચંદ્રસૂરિ શિશુ ઝંખે તુજ ગુણગણના પરિમલને કલ્યાણ કરી બોધિને પામી જીવનને જીતનારા... ગુરુ હિમાંશુસૂરિજી અમારા... ૨૭ For PVC Focal leny
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy