SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમપાલન, જો આ બે ગુણોનું ચુસ્ત પાલન કરવામાં આવે તો આપણી યોગ્યતા મુજબ બીજા ગુણો આપોઆપ વિકાસ પામે છે.' ભુખ લાગે છે માટે ખાવાનું મન થાય છે અને ખાવાથી સુખનો અનુભવ થાય છે, હકીકતમાં તે ભ્રમ છે, સાચું સુખતો ભુખ જ ન લાગે તે છે. ‘‘જીવન ક્ષણભંગુર છે તેથી સમયનો પણ પ્રમાદ ન કરવો. ક્યારેક અશુભ વિચાર આવી જાય તો મિચ્છામી દુક્કડે આપી શુભપ્રવૃત્તિમાં લાગી જવું તેમાં પણ આગમસૂત્રો આદિના સ્વાધ્યાય - ચિંતનથી ખૂબ નિર્જરા થાય છે!” જિનધર્મયુક્તમાનવભવ પામવા છતાં જે જીવો જીવનમાં ધર્મપ્રવૃત્તિ નથી કરતાં તે જીવો પોતાના આત્માને ઠગે છે. શરીરને પંપાળ્યા ન કરવું, કંઇક પરાક્રમ કરીએ તો આત્માની શક્તિ બહાર આવે !” જે જીવોના મનમાં પરોપકાર કરવાની બુદ્ધિ હશે તે આત્માનો જ ઉદ્ધાર શક્ય છે. ‘‘આત્માની શક્તિ અનંતી છે. સુખ બહાર શોધવાનું નથી સુખનો આત્મામાં જ છે માત્ર ઢાંકેલી શક્તિને ઉઘાડવાનો ઉધમ કરવાનો છે.'' માનવભવમાં પરોપકારની ભાવના થવી એટલે જાણે કે આંબા ઉપર મંજરી આવી ન હોય? તેમ તે માનવભવ શોભે છે. અર્થ અને કામનો ઉપદેશ આપવો તે રોગીને કુપચ્ચનો ઉપદેશ આપવા તુલ્ય છે. પ્રથમ પોતાના આત્માને સાધવો ત્યારબાદ પરોપકાર કરવો. જ્યારે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા તથા વિશિષ્ટ જ્ઞાનનો પણ વિરહ છે તેવા આ કાળમાં પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધક્ષેત્ર અને શ્રી ગીરનાર તીર્થ એ તો શ્રદ્ધાળુજનો માટે સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. માત્ર આપણી શ્રદ્ધા અને ધ્યેયની શુધ્ધતા હોવી આવશ્યક છે. જિનેશ્વર પરમાત્માએ બતાવેલા ધર્મમાં ત્યાગની પ્રધાનતા છે. અન્ય ધર્મોમાં રાગની પ્રધાનતા છે. સંસારનો માર્ગ દુઃખનો સાગર છે, મોક્ષનો માર્ગ સુખનો સાગર છે. મોટર-બંગલા-ગાડી-સ્ત્રી આદિ ભૌત્તિકસંપત્તિના રાગમાં દુઃખ છે અને તેના ત્યાગમાં સુખ છે. અન્ય ધર્મસાધુ “પુત્રવાન્ ભવ:” “આયુષ્યમાન્ ભવ’’ “ધનવાન્ ભવ:' આવા આશીવાદ આપે જયારે જિનેશ્વરપરમાત્માની આજ્ઞાને વરેલો સાધુ “ભવસંસારનો નાશ થાઓ'' આવા આશીર્વાદ આપે. ૨૧૦ San Education
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy