________________
મારા જીવન રાહબર સાહેબજી
જેઠાલાલ દેવશી ખીમસીઆ (જામનગરવાળા)-મુંબઇ ઇ.સ. ૧૯૭૭માં કેન્યાનિવાસી શ્રી મણિલાલ ધરમશી પાંચા તરફથી જામનગરથી ગિરનાર, અને તિર્થાધિરાજ શ્રી શત્રુંજય યાત્રાર્થે છ'રી પાલિત સંઘ લઇ જવાનું નક્કી થયું. યાત્રાળુઓના મહાસદ્ભાગ્યે આ છ’રિ પાલિત સંઘને પરમપૂજ્ય મહાતપસ્વી મહાયોગી શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રા પ્રાપ્ત થઇ.
સંઘમાં પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ ઉપરાંત ૪૦૦થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ અને વ્યવસ્થા સાચવવા ઉમંગી સ્વયંસેવકો હતાં. યોગાનુયોગ મારા અંગત કામમાટે આ સમયે મારે જામનગર જવાનું થયું. પૂજ્યશ્રી ને વંદન કરી બેઠો. પૂજ્યશ્રીએ પૂછ્યું સંઘમાં આવો છો ને ? મેં આ બાબત કાંઇ વિચાર્યું નહોતું. સંઘમાં જવાનું થશે તેવી કલ્પના સુદ્ધા નહોતી કાંઇ તૈયારી નહોતી. મેં સાહેબજીને જણાવ્યું કે એક જ દિવસ માટે આવ્યો છું, આજે મુંબઇ જવાનો પ્રોગ્રામછે, આટલું સાંભળી પૂજ્યશ્રી બોલ્યા સંઘ સાથે યાત્રા કરી પાલિતાણાથી મુંબઇ જઇ શકાશે. મેં વધુ ખુલાસો કરતાં જણાવ્યું સાહેબજી કશી તૈયારી નથી. ઉપરાંતમાં મને ૨૦ વર્ષથી ડાયાબિટીસની તકલીફ છે ખાનપાન વગેરે નિયંત્રિત છે ઉપરાંત બે વખત દવા લેવાની એટલે સંઘમાં આવવાનું શક્ય નથી.
સાહેબે કહ્યું કે, “તમારે સંઘમાં આવવાનું છે”, હવે મારે બીજું કશું વિચારવાનું રહ્યું નહિં. મહાયોગીનું વચન પ્રમાણ ! મારા કરતા મારું શ્રેય તેઓ વધુ વિચારી શકે તેવી દૃઢ શ્રદ્ધા હતી જ. મેં નિર્ધાર કરી લીધો સંધના સંપૂર્ણ નિયમપાળી યાત્રા કરવી. પૂજ્યશ્રીના આશીર્વાદથી યાત્રા બહુ આનંદ, ઉમંગ, ઉલ્લાસને ભાવપૂર્વક થઇ ક્યાંય થાકનો અનુભવ ન થયો. અગવડ-સગવડ જેવા કોઇ વિચાર ફરક્યા પણ નહિ. ફાગણ સુદ ૧૩ છ ગાઉની યાત્રાનો પ્રસંગ પણ યાદગાર બન્યો. મારા સાથીઓનું માનવું હતું કે આટલો
Jan Education international
વખત સરળ માર્ગે ચાલવાનું હતું. આ છ ગાઉ યાત્રા, ઉબડખાબડ રસ્તો અને પહાડમાં ચઢાણ ઉતરાણ વિગેરે તકલીફ થવાની શક્યતા છે. હજુ અમારી વચ્ચે ચર્ચા ચાલતી જ હતી તે દરમ્યાન સાહેબજીનો ટહુકો સંભળાયો, “પેટમાં ચોર પેઠો છે કે શું?” અમે અચરજ પામી ગયા. અમારી સમક્ષ ઓચિંતા જ આ મહાપુરુષ પ્રગટ થયા. અદ્ભુત ગણાય તેવી બીના હતી. તેઓશ્રીએ મારા માથે હાથ મૂક્યો અને કહ્યું "ચાલવા માંડો" કશી વાત વિગત થઇ નહિં, અમે મૌખિક વંદન કર્યું અને ચાલતા થયા. આ છ ગાઉની યાત્રામાં એટલો બધો ભાવ જાગ્યો ચઢાણ ઉતારવાળો રસ્તો અમારા માટે વધુ ભાવ અને આનંદનું કારણ બની રહ્યો. સાંજે પૂજ્યશ્રીને વંદન માટે ગયા ત્યાં બીજા સાધુઓ અને યાત્રિકો સાથે જે અદ્ભુત વાતાવરણમાં રસ લહાણી માણી તે કદી ભુલાય નહિં. આ સંઘયાત્રાની શરૂઆતથી પૂર્ણતા સુધી જે આનંદ-ઉલ્લાસ રહ્યો તે અવર્ણનીય છે માત્ર અદ્ભુત દિવ્ય આનંદની અનુભૂતિ હતી.
મહા આનંદમંગલના વાતાવરણમાંથી મુંબઇ આવી ડાયાબિટીસ ચેક કરાવ્યું રીપોર્ટ નોર્મલ હતા. ડોક્ટરને મળી રીપોર્ટ બતાવ્યો તો તેમને પણ વિશ્વાસ બેઠો નહીં. ફરીવાર ચેક કરાવવા સુચન કર્યું ચેક કરાવતા નોર્મલ રીપોર્ટ આવ્યો. ડોક્ટર સાથે સંઘના અનુભવો તથા પૂજ્યશ્રી વિશે ઘણી વાતો થઇ. ડોક્ટર પણ પૂજ્યશ્રી માટે પ્રભાવિત થયા તેમણે કહ્યું કે ‘‘મહાપુરુષોના આશીર્વાદ અત્યારે પણ આ સમયમાં પણ માનવા જ પડે. અમારા સિદ્ધાંતમાં તો આ વાતો બેસે નહી, પણ હકીકત છે તે સ્વીકારવી રહી.'' તે ઘડીથી આજ સુધી મને ડાયાબિટીસની તકલીફનું નિશાન પણ નથી. પરમપુરુષ મહાયોગી આચાર્ય મહારાજ શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજને કોટી કોટી વંદન.
For Private & Personal Use Only
૨૦૧
www.jainelibrary.org