SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ઉપવાસ, ૧૬ ઉપવાસ, માસક્ષમણ ચત્તારી-અટ્ટ-દસ-દોય ત૫, વર્ષીતપ આદિ તપશ્ચર્યા અમારા સમસ્ત પરિવારમાં સાહેબની કૃપાથી જ થયેલ છે. ‘અર્થ અનર્થની ખાણ છે.’ તેવા સાહેબના હિત વચનનું અનેકવાર શ્રવણ કરતાં પૂજ્યશ્રીના સંયમના પ્રભાવે અમારા પરિવારને અનેકવાર યત્કિંચિત્ સંપત્તિનો સદ્યય કરવાની શુભમતિ પ્રાપ્ત થયેલ છે. જુનાગઢ ઉપધાનમાં મુખ્ય સહાયકનો લાભ. વાંકાનેર અંજનશલાકામાં ભગવાનના માતાપિતાનો લાભ. વાસણાથી શંખેશ્વર છ'રી પાલતિ સંઘમાં એક સંઘપતિનો લાભ. in ધર્મરસિક તીર્થવાટિકા મધ્ય સુધર્માવિહાર, અષ્ટાપદજી સ્થાપત્યતીર્થ, સુધર્માસ્વામી ગ્લાન-વૃદ્ધ આરાધના ધામ આદિ આયોજનમાં વિશેષ લાભ. સિદ્ધાચલ તીર્થધામ માણેકપુરમાં મુખ્યદાતાનો લાભ. • જિનશાસનનો અભ્યદય, સમસ્ત જૈન સંઘોમાં અને સમુદાયમાં એકતા આદિના દેઢ સંકલ્પ સાથે પૂજ્યશ્રીની પ્રેરણાથી સિદ્ધગિરિરાજના આદિનાથદાદાના ગભારામાં શ્રી વિમલનાથ પરમાત્માની સુવર્ણની પ્રતિમાજી ભરાવવાનો લાભ. વડનગર થી તારંગા છ'રી પાલિત સંઘનો સંપૂર્ણ લાભ. રાજનગર (વાસણા) થી સિદ્ધગિરિ સેંકડો વર્ષના ઈતિહાસમાં પ્રાય: સૌ પ્રથમ ઐતિહાસિક આયબિલપૂર્વક છ'રી પાલિત સંઘમાં મુખ્ય લાભ. . સિદ્ધગિરિ થી ગિરનારના સૌ પ્રથમ આયંબિલ પુર્વક છ'રીપાલિત સંઘમાં મુખ્ય લાભ. I u વિ. સં. ૨૦૫૮ પુજ્યપાદશ્રીની પાવન નિશ્રામાં સેંકડોવર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર ગિરનારની ગોદમાં થયેલ સામુહિક ચાતુર્માસિક આરાધના કરાવવામાં મુખ્ય લાભ. પૂજ્યશ્રીના અગ્નિસંસ્કારની ઉછામણીમાં એક મુખ્ય લાભ. સકળ શ્રી સંઘએકતાના લક્ષથી શંખેશ્વરમાં પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ જન્મકલ્યાણના સામુહિક અટ્ટમનો લાભ લેવા પૂજ્યશ્રીની પ્રેરણાથી કરેલી અરજી બાર વર્ષે વિ. સં. ૨૦૬૧માં પાસ થતા તેઓશ્રીની દિવ્યકૃપાથી તેમના પગલે પગલું દબાવતા મુનિ હેમવલ્લભ વિજયજીની તથા અનેક આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં લગભગ ૪) અટ્ટમ ખૂબજ શાસન પ્રભાવનાપૂર્વક કરાવવાનો લાભ મળ્યો. આ રીતે મહોપકારી સસરાજી દ્વારા તપસીમહારાજનો ભેટો થવાથી ૧0 માઈલની પૂર ઝડપે દુર્ગતિના દાવાનળ તરફ ધસમસ્તી મારી જીવન નૌકાને સાચો રાહ પ્રાપ્ત થયો વિષય-કષાયના તોફાની દરિયામાં હાલમડોલમ થતી આ નૌકા ૨૭ વર્ષથી ધીમી ધીમી ગતિએ આત્મવિકાસના માર્ગે પ્રગતિ કરવા સમર્થ બનેલ છે. તેઓશ્રીના ઉપકારોનો બદલો ભવોભવમાં વાળી શકાય તેમ નથી. વર્તમાનકાળના આ પંચમકાળમાં ભરતક્ષેત્રની ભૂમિ ઉપર જ્યારે સાક્ષાત તીર્થંકર પરમાત્માનો વિરહકાળ પસાર થઈ રહ્યો છે ત્યારે મારા તથા અમારા સમસ્ત પરિવાર માટે તો તે સાક્ષાત્ તીર્થંકર તુલ્ય હતા ! ધરતી કા કાગજ કરું, ઔર કલમ કરું વનરાઈ; સાત સમંધર સ્યાહી કરું, તોભી ગુરુગુણ લીખા ન જાય. ૧૯૯ www.inelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy