SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સમાધિ માટે ભગીરથ પુરૂષાર્થ આદર્યો અને કોર્ટે ચડેલા વહીવટદારોને સમજાવવા ખૂબ જ પ્રયત્નો કરતાં સમાધાનના માધ્યમથી અરસપરસના વિવાદોનો સુખદ અંત આવ્યો અને કોર્ટના દરવાજા બંધ કરવામાં આવ્યા. આ રીતે ડૂબતો એવો જુનાગઢનો સંઘ પૂજ્યશ્રીના તપ-સંયમ-પુણ્યના પ્રભાવે તરતો થઈ ગયો.. પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે આજે શ્રી સંઘમાં અદ્યતન આરાધના હોલ, આયંબિલ ભવન આદિ આરાધનાના સ્થાનોનું નિર્માણ થવા પામેલ છે. = સં. ૨૦૪૦માં ચૈત્ર વદ પાંચમના સહસાવનતીર્થ મધ્યે મૂળનાયક ચૌમુખજી બાલબ્રહ્મચારી નેમિનાથ પરમાત્મા આદિ જિનબિંબોની પ્રતિષ્ઠાનો અવસર હતો. જુનાગઢગામના હેમાભાઈના વંડામાં તથા બાબુના વંડામાં પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. મંડપો નંખાઈ ગયા હતા, પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોની બેઠક આદિ વ્યવસ્થા ગોઠવાય ગયેલ હતી. તેવામાં સાહેબજીને ત્યાં નિરીક્ષણ કરવા બોલાવવામાં આવ્યા. સાહેબ કહે “આ રીતે સાધુ-સાધ્વીજી ભગવંતોની બેસવાની વ્યવસ્થા રાખો અને વરસાદ આવે તો શું થાય ?’’ તે અવસરે ત્યાં હાજર એવા અમે સૌ વિસ્મયમાં પડી ગયા કે, ‘‘ સાહેબજી આ શું વાત કરે છે? આ ચૈત્ર માસના ધોમધખતા કાળઝાળ તાપમાં વળી વરસાદ ક્યાંથી આવવાનો ?'’ છતાં પૂજ્યશ્રીના સુચનને માન આપી અમે વ્યવસ્થામાં ફેરફાર કર્યો અને કુદરતે સાહેબની શંકાને સાક્ષીત્ સ્વરૂપ આપવા પડખું ફેરવ્યું અને બીજા દિવસે સવારે જ જોરદાર પવન અને વાવાઝોડાં સાથે મેઘરાજાના પધરામણાં થયાં.... # છેલ્લે સં. ૨૦૫૯ ના કારતક વદમાં સાહેબ સ્વાસ્થ્યની ખૂબ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા... કેટલાક સ્વજનો તરફથી તાત્કાલિક સારવારની આધુનિક સગવડ અમદાવાદમાં ઉપલબ્ધ હોવાથી તેમને એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ ખસેડવાનો અત્યાગ્રહ હતો. સાહેબજી માનસિક સતત આકુળ વ્યાકુળ હતાં... જેણે ૬૯ વર્ષના સંયમપર્યાયમાં ડોળી કે વ્હીલચેર વાપરવાનો વિચાર પણ ન કર્યો હોય તે એમ્બ્યુલન્સમાં જવા કેવી રીતે તૈયાર થાય!... સાહેબજીની જરાપણ ઈચ્છા નહીં અને સ્વજનોનું અતિ દબાણ હતું. કારતક વદ અમાસના દિવસે અંબિકાદેવી જ તેમના કાનમાં Jan Education international કહી ન ગયા હોય ? તેમ કોઈ દિવ્ય સંકેતના આધારે સાહેબજી એ ક્યાંય ન જવાનો નિર્ણય કર્યો અને ચૌદ જ દિવસ બાદ ગિરનાર ગિરિવરના પરમ સાનિધ્યમાં પૂજ્યશ્રીએ પરમગતિ તરફના પાવન પ્રયાણાર્થે પગરવ માંડી દીધો. અને તેમની અત્યંત પ્રિયભૂમિ સહસાવન તીર્થ મધ્યે તેમના પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવી.... અનેક ગુણોની સુવાસથી મહેકતાં એવા સાહેબજીએ જુનાગઢના શ્રાવકશ્રાવિકાવર્ગના શ્વાસોશ્વાસમાં ગુરુપણાએ વાસ કર્યો છે. પૂજ્યશ્રી ભવોભવ અમારા ગુરુસ્થાને બિરાજો એજ અંતરની અભિલાષા. સંયમસાધનામાં સાવધ મૂવિર કાંતીલાલ ઘેલાભાઈ શાહ (દાદર) સિદ્ધાંત મહોદધિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના ડાબા-જમણા હાથ સમાન પૂ. પં. હેમંતવિજય ગણિવર્ય અને પૂ. પં. હિમાંશુવિજય ગણિવર્ય હતા સમુદાયમાં કોઈપણ ગંભીર પ્રશ્ન ઉદ્ભવે એટલે આચાર્ય ભગવંત તરત જ આ બે મહાત્માઓને બોલાવી વિચારવિમર્શ કરતાં.. સમુદાયમાં કોઈ સાધુ પૂજ્યપાદશ્રીની સામા થવાના પ્રયત્નો કરે તો સાહેબજી ઢાલ બની જતા અને કોઈના આચારમાં શિથિલતા પ્રવેશ થતી જોઈ આચાર્યભગવંત તે કેસ પૂ. હિમાંશુવિજયના હવાલે કરી દેતા જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં પૂ. હિમાંશુવિજય ભીમ અને કાંત બનીને બાજી સંભાળી લેતાં અને મહાત્માનું સંયમમાં સુવ્યવસ્થિત રીતે સ્થિરીકરણ કરવામાં કુશળ હતાં... વર્ષો પહેલાં દાદર-જ્ઞાનમંદિરના ઉપાશ્રયે સ્થિરતા દરમ્યાન ટી.બી.ની બિમારી થવા છતાં કોઈપણ જાતનો દોષ ન લાગે તે રીતે જૈન ડોકટર પાસે ઉપચાર કરાવતાં અને ભગવાનના માર્ગને ચુસ્તપણે અવલંબીને રહેતાં હતાં... સમસ્ત સમુદાયના મહાત્માઓ જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહીને કઈ રીતે શુદ્ધ સંયમજીવનની આરાધના કરે! તે માટે સતત ચિંતિત રહેતાં હતા... અરે! સમસ્ત જૈનસંઘ અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટેની તીવ્ર લાગણીના કારણે તેઓશ્રીએ ભિષ્મ સંકલ્પ કર્યો અને શાસન માટે પોતાના જીવનનું બલીદાન આપવામાં સ્ટેજ પણ પીછેહઠ કર્યા વગર અંતકાળ સુધી શાસનની શાંતિ એકતા માટે ઝઝુમતા રહ્યા હતા.... ધન ધન શાસન સૂરિવરા... For Pryme & Perspil Us Only ૧૯૫ jainelibrary
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy