SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ કરવા સાથે સંકલ્પ-કરવામાં આવે એટલે સિદ્ધિને ઝાઝું છેટું રહેતું જ નથી ! અંતે એટલું જ કહીશ કે આ દાદા મળ્યા પછી જેણે તેમને જાણ્યા-માણ્યાઓળખ્યા નથી તે અત્યંત કમભાગી છે આજે પણ જે આ દાદાના નામ સ્મરણપૂર્વક ધર્મઆરાધનાનો કોઈપણ સંકલ્પ કરશે તો પ્રાયઃ નિષ્ફળ ન જાય તેવો મારો દૃઢ વિશ્વાસ છે. આંગળીયે નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિતેજ; અંજલીમાં જિમ ગંગ ન માયે, તિમ દાદાનું ગુણતેજ... ‘મને અહીં કેમ લાવ્યા છો ? મારે ઘરે જવું છે . મને કંઈ નથી થયું’ શરૂઆતમાં ડોકટરોએ ઘરે જવા નિષેધ કર્યો પણ પછી સંમતિ આપતાં ત્રણ માળ ચડીને ચાલીને ઘરે ગઈ અને બીજા દિવસ તો જાણે કાંઈ બન્યું જ નથી તેવી સ્વસ્થતા આવી ગઈ ! દાદાની તિથિની આરાધના પણ ઉલ્લાસભેર થઈ. - સં. ૨૦૪૭ માં સહસાવનમાં શ્રી પદ્મનાભ પરમાત્મા તથા નેમિનાથ પરમાત્માના બિંબોની અંજન શલાકા-પ્રતિષ્ઠા કરવાની હતી. સાહેબે ફાગણ વદ-૭નું મુહૂર્ત આપ્યું, ટ્રસ્ટીઓ તથા કાર્યકર્તાઓ કહે “સાહેબ પરીક્ષાનો પ્રસંગ હોવાથી વધુ લોકો આવી નહીં શકે અને ઉછામણીઓમાં પણ વિશેષ ઉલ્લાસ નહીં રહે.” સાહેબ કહે, “આ મુહૂર્ત જ સારૂં છે!” અને તે મુહૂર્ત મોટી માનવમેદની વચ્ચે પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ઉલ્લાસભેર રંગેચંગે થયો હતો. . સં. ૨૦૪૭માં કારતક વદ-૬ના ગિરનાર થી સિદ્ધગિરિ દાદાની નિશ્રામાં પદયાત્રા સંઘનું પ્રયાણ થયું સંઘની પૂર્ણાહૂતિ થઈ મૌન એકાદશીના મંગલ દિવસે ઘટીપાગે થઈ. સૌ દાદાની સાથે આદિનાથ દાદાને ભેટવા જઈ રહ્યા હતા એ વખતે ગિરિવર ચઢતાં ચઢતાં દાદાની પ્રેરણાના પીયુષપાનથી મારું હૃદયપરિવર્તન થયું અને દાદાની અકલ્પનીય વરસતી કૃપાધારાના બળે મારા જીવને એક નવો વળાંક લીધો હતો. પૂ. દાદાના સ્વ મુખે આજીવન ચતુર્થવ્રત, રાત્રિ ભોજન ત્યાગ, બુટ-ચંપલ ત્યાગ, હજામ પાસે વાળ ન કપાવતાં લોચ જ કરાવવો આ ઉપરાંત અનેક નિયમ ગ્રહણ કરવાનું મારું સદ્ભાગ્ય છે. સાથે સાથે પરિવારજનોનું જીવન પણ દાદાના સંસ્કરણથી ધર્મમય બનવાથી એક બીજાના સાથ સહકાર સાથે અમારા પરિવારમાં દિન પ્રતિદિન વિશેષ આત્મજાગૃતિ આવી રહી છે. દાદાનું નામ સ્મરણ માત્ર અમારા પરિવારના એક એક સભ્ય માટે અચિન્ય ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષથી પણ વિશેષ છે. દિવ્ય સહાયવાળા આ દાદાનું ૧૯૩ www.sinelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy