SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂાજકો સદા મોરી વંદના... બાબુભાઈ ડી. શાહ (મઢીવાળા) સુરત મારા જેવા વામનદષ્ટિવાળાને આવી વિરાટ વિભૂતિનું સંપૂર્ણતયા વર્ણન કરવું અશક્ય હોવાથી માત્ર એક અંશ... * સિદ્ધગિરિના સાંનિધ્યમાં હતાં ત્યારે પૂજ્યશ્રી કહેતા “ તીર્થકર ભગવંત અને કેવલી ભગવંતોના વિરહમાં આજે આ શત્રુંજયગિરિરાજ કલ્પવૃક્ષ છે, ચિન્તામણિ રત્ન છે.'' આ શબ્દો મારા ૩ કરોડ રોમે રોમે પ્રસરી ગયા હતા. અને ત્યારથી આ તીર્થની તન-મન-ધનથી વિશેષ ભક્તિ કરવાના ભાવો ઊંચકાવા લાગ્યા... * પંચાચારના પાલનહાર અને પરોપકારમાં સદાપરાયણ એવા આ મહાત્માના સુદઢસંયમના પ્રભાવે તેમના મુખારવિંદ ઉપર એક તેજસ્વી આભા અને સદા મનની પ્રસન્નતાનું દર્શન થતું હતું. પ્રતિકૂળ સંયોગોમાં પણ મનમાં કોઈ ઉચાટ નહીં, કોઈ ગભરાટ કે ઉકળાટ નહીં, કોઈ વાદ-વિવાદ કે વલોપાત નહીં ! સદા શાંતિસમાધિની મસ્તીમાં રહી આત્માનંદની અનુભૂતિ કરવામાં વ્યસ્ત રહેતા... જ્યારે પણ વંદનાર્થે જવાનું થાય ત્યારે વાણીની મધુરતાથી સંસારની અસારતા અને નિરસતાનું જ્ઞાન કરાવતાં હતા... આવા ગુરુવરની વંદના પાપનિંકદના ! શૂન્યમાંથી સર્જન | શ્રી સ્વે.મૂ. જૈન. સંઘ-વાસણા અમારા સંઘના કોઈ પ્રચંડ પુણ્યોદયે સં. ૨૦૪૪માં પૂ. આચાર્ય ભગવંત શ્રી હિમાશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. આચાર્ય ભગવંત શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે કુલ ૪ ઠાણાનું ચોમાસુ થયું. બસ! તે દિવસથી સાહેબે અમારા મા-બાપની ભૂમિકા ભજવેલ છે. અમારા સંઘના પ્રમુખના બંગલાના ગેરેજમાં પ્રભુજીને પધરાવી પરમાત્માની ભક્તિ કરતાં હતા તે ચોમાસામાં પૂજ્યશ્રીના પાવનવચનથી નવો પ્લોટ લેવાયેલ તેમાં ભવ્યશિખરબંધી જિનાલયનું નિર્માણ કરાવવાનો નિર્ણય લેવાય ગયો... પુનઃ ૨૦૪૭ના ચાતુર્માસમાં પૂ.આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. કુલચન્દ્રમહારાજ સાહેબ આદિ ૨૪ ઠાણા સાથે પૂજ્યશ્રીએ ચોમાસુ કરેલ ત્યારે જિનાલયનું કાર્ય આગળ વધવા લાગ્યું અને વિ.સ.૨૦૪૯ ના વૈશાખ સુદ-૬ ના દિવસે ખૂબ ધામધૂમપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સાથે પ્રતિષ્ઠાનો પ્રસંગ થયો... પૂજ્યશ્રીની પ્રેરણાથી અમારા સંઘમાં કાયમી આયંબિલ ખાતું થયું તથા શ્રાવિકાઓની આરાધનાર્થે ‘ચંદનબાળા આરાધના ભવન’ ઉપાશ્રયનું નિર્માણ થયું. - સાહેબના અમારા સંઘમાં વિ.સં. ૨૦૪૪, ૨૦૪૭, ૨૦૪૯, ૨૦૫૧ પર્યુષણ બાદ, ૨૦૫૨ ચોમાસાનો છેલ્લો માસ, ૨૦૫૩, ૨૦૫૪ ના ચાતુર્માસો થયા અને આ સિવાય શેષકાળમાં લગભગ ૬-૬ માસ તેઓશ્રીનો અમને લાભ મળતો રહ્યો હતો. આ રીતે છેલ્લા ૯ વર્ષ દરમ્યાન લગભગ ૭ વર્ષ ઉપરાંત સાહેબને અમારા સંઘમાં રહેવાનું થતાં નાના-મોટા સૌ તેઓશ્રીના ચુસ્ત આચાર-વિચાર અને વાત્સલ્યભાવથી તેમના પ્રત્યે ખુબ શ્રદ્ધા- બહમાન ધરાવે છે. સાહેબજીતો અમારા મા-બાપ હતા તેમની હાજરીના કારણે સેંકડો સાધુ-સાધ્વીજી ભગવંતોના પગલાં અમારા સંઘમાં થયા અને અંજનશલાકા-પ્રતિષ્ઠા, ગુરુમંદિર-પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા, ગણિપદવી, પંન્યાસપદવી – યોગદ્વહન વિધિ આદિ અનેક પ્રસંગો ખૂબ ઠાઠમાઠથી થયેલ છે. સાહેબના સંયમના પ્રભાવે જિનશાસનના નકશામાં બિંદુ સમાન અમારા વાસણા સંઘે વિરાટ સ્વરૂપને ધારણ કરી સૌ પૂજ્યોના હૈયામાં અનેરું સ્થાન હાંસલ કરેલ છે. શૂન્ય એવા વાસણા સંઘનું સર્જન સાહેબને આભારી છે ! ગુરુ દીવો ગુરુદેવતા, ગુરુ વિણ ઘોર અંધકાર, જે ગુરુ પાણીથી વેગળા, તે ૨ડવડિયા સંસાર. ૧૯૦ lain Education International Personaltise Only Pર
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy