________________
ગિરનારની છત્રછાયામાં કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યા.
સમગ્ર સંયમજીવન દરમ્યાન ઘોરસાધના કરેલ મહાપુરુષના મૃતદેહનો સ્પર્શ કરી તેઓશ્રીના દિવ્યદેહની ઉર્જા મેળવવાની અત્યંત ઝંખના હોવા છતાં સંયોગવશાતુ ત્યાં પહોંચી ન શકાયું તે મારું કમનસીબ હતું તેથી મારું માનવજીવન નિષ્ફળ જતું હોવાનો અનુભવ થતો હતો. ક્યારેક તો સાહેબજી મને જરૂર મળશે તેવો વિશ્વાસ હતો. સાહેબજીના પાર્થિવદેહનો સ્પર્શ ન થઇ શક્યો તેથી અગ્નિસંસ્કારની રાખ મેળવવાની ઇચ્છા હતી. સૌ પરિવારજનો ત્યાં જઇ આવેલ પરંતુ કોઇને રાખ મળી નહીં એક દિવસ મને સ્વમ આવ્યું કે સાહેબજીની સમાધિ છે ત્યાં એક ખૂણામાં રાખ પડી છે. થોડા દિવસમાં જ ગિરનારની યાત્રાએ જવાનું થયું. સમાધિના દર્શન કર્યા, દર્શન કરી ઉતરવાનો વિચાર કરતાં હતાં ત્યાં પાછળથી કોઇ ભાઇએ બૂમપાડીને કહ્યું * ‘સાહેબજીની અગ્નિસંસ્કારની રાખ છે તમારે જોઇએ છે?” અને મારું ભાગ્ય ખૂલી, ગયું. પાર્થિવદેહનો સ્પર્શ ન થયો પણ પાર્થિવદેહની રાખને સ્પર્શવાનો લાભ મળી ગયો! સાહેબજી વર્તમાનકાળના સાક્ષાત્ ભગવાન સ્વરૂપ લાગતા હતા. આજે પણ જયારે જયારે જીવનમાં કોઇ અસમાધિ કે ચિંતાનો અવસર આવતાં તરત જ સાહેબજીના નામસ્મરણ કરતાંની જ સાથે બધી અસમાધિ દૂર થઇ જાય છે. સાહેબજી અચિન્તચિંતામણિ સ્વરૂપ છે.
• પ્રતિષ્ઠા બાદ પર્યુષણ મહાપર્વની પૂર્વ સંધ્યાએ દ્વાર ઉઘાડતાં જ અંદર કંકુના તાજા સાથિયા, કંકુ કેશરનાછાંટણા તથા દિવ્ય સુગંધનો અનુભવ થતો.
• સામાન્યથી પંચધાતુની પ્રતિમાજીઓને અવસરે અવસરે દહીં, લીંબુ, વડી, | પાવડર આદિ અનેક દ્રવ્યોથી સાફ કરવાનું અનિવાર્ય બને છે જ્યારે અમારે તો આવા કોઇ દ્રવ્યોનો ઊપયોગ કર્યા વગર સહજ જ દિન પ્રતિદિન પ્રભુજીનું રૂપ વધુમાં વધુ ખીલતું જાય છે. દિવસના ત્રણ રૂપ બદલાતા હોય અને જાણે કે સુવર્ણના ભગવાન ન બનાવ્યા હોય! તેવો સૌને પ્રત્યક્ષ અનુભવ થાય છે.
અનેકવાર સવારે દ્વાર ઉઘાડતાં જ અંદર પ્રભુજીના ખોળામાં ખૂબ જ વાસક્ષેપ હોય છે.
• પ્રતિષ્ઠાના પ્રારંભના આઠ વર્ષ સુધી તો બેસતાવર્ષની મંગલપ્રભાતે દ્વારા ખોલતાં જ પ્રભુજીની બન્ને બાજુ રહેતા બન્ને દીપકો કોઇ વિશેષ ઘી પૂરવામાં આવ્યું ન હોવા છતાં આખી રાત ઝળહળતા રહેતા.
પ્રારંભિક વર્ષોમાં તો સ્નાત્રનો નાનો દીવડો (જેમાં એકાદ કલાક સુધી ચાલે તેટલું ઘી પૂરી શકાય) ઘણીવાર કોઇ ધી પૂર્યા વગર અખંડ બે-ત્રણ દિવસ ચાલતો હતો.
• પ્રભાતે દેરાસર ઉઘાડતાંની સાથે જ ઘણીવાર કોઇ અસ્પષ્ટ આકૃતિ દેરાસરમાંથી બહાર નીકળતી જોવા મળેલ છે. જાણેકે દેવ દેવીઓ પ્રભુ ભક્તિ કરવા આવતા ન હોય? આવી અનેકવિધ દિવ્ય અનુભૂતિ કરાવવામાં સાહેબજીનો આત્મસંકલ્પ, સંયમચુસ્તતા, તપોબળ અને શાસનરાગ મુખ્યતયા કારણભૂત છે.
સાહેબજીની અસીમકૃપાથી વાસણા મધ્ય ભોંયરામાં પ્રાચીન નેમિનાથદાદાને પધરાવવાનો તથા રાજનગરથી સિદ્ધાચલ અને સિધ્ધાચલથી રૈવતાચલના છ'રી પાલિત સંઘમાં આંશિક સંઘપતિ થવાનો લાભ પ્રાપ્ત થયો. સાહેબજીની કૃપાથી અમારા પરિવારની ધર્મભાવના દિનપ્રતિદિન ઉત્તરોત્તર વૃધ્ધિ પામી રહી છે.
વદેવ નાચે હર્ષ સાથે....
શ્રેણિકભાઇ કાંતિલાલ દલાલ (વાસણા) પૂજ્ય આચાર્યભગવંતના શુભ મુહૂર્ત તથા પાવનીય હસ્તે અમારા ગૃહચૈત્યમાં સમાધિના દાતા શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથદાદાની પાવનકારી પ્રતિષ્ઠા થઇ ત્યારથી સાહેબજીના આત્મબળ, સંયમબળ અને તપોબળના પુણ્યપ્રભાવે અમારા ગૃહચૈત્યમાં અનેકવિધ અકલ્પનીય પ્રસંગોની વણઝાર ચાલી રહી છે.
૧૮૩
www.ainelibrary