SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનો આછો પરિચય મળ્યો હતો. પછી તે જંગમતીર્થ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરવા નીકળ્યા. અમારા સાધ્વીજી મ.સા.ને પણ વડી દીક્ષા-જોગ આદિ અનેક કાર્યની વ્યસ્તતા છતાં કરાવ્યાં. તેમના હાથે થયેલ દીક્ષા-વડીદીક્ષા-અંજનશલાકા પ્રતિષ્ઠા વિ. અદ્ભુત, અલૌકિક રહ્યાં હતાં. છેલ્લે છ‘રી પાલિત સંઘ પણ અદ્વિતીય હતો. અત્યારે લોકોને ૫-૭ આયંબિલ-એકાસણી કરાવવા હોય તોય આજના મહાત્માઓને નવનેજાં. પાણી ઉતરી જાય. તેવા કાળમાં આ મહાત્મા આયંબિલ કરી સંઘમાં ચલાવતાં હોય, ત્યારે આપણને એમથાય કે આવું ભગીરથ કાર્ય મહારથી સિવાય કોનાથી સંભવે? જાણે તેમના પગમાં તપનું બળ દોડી રહ્યું હોય. નાની નાની બાબતોમાંથી સુંદરતત્ત્વ કાઢીને કહેતાં હતાં. મહાપુરુષો અને મહાસતીઓના ચરિત્ર તેમને કંઠસ્થ જ નહીં હૃદયસ્થ હતાં. વાત વાતમાં તેમનાં ગુણોની અનુમોદના કરવાનું ચૂકતા નહીં. તેમને તેમનાથ ભગવાન સાથે જુગ જુગનો ઋણાનુબંધ ચાલ્યો આવતો હતો. ગમે તેટલી વખત ગિરનાર જતાં પણ જાણે સદાયના અતૃપ્ત જ રહેતાં હતાં. સંચમલીધું છે તો જીવના ભોગે પાળી જાણવું, તે તેમનો જીવનમંત્ર હતો. જે અનેકને પ્રેરણાદાયી બની ગયો, સાદામાં સાદા અને વધુમાં વધુ નિર્દોષ ઉપકરણોથી તેઓ નિર્વાહ કરતાં. ક્યારેક ગૃહસ્થને તેમની આ વૃત્તિ કંજૂસાઇ લાગતી, પણ તેમાં એ પ્રભુ આણા મનમાં ધરતાં. ગોચરી પણ તેઓ ફક્ત પેટને ભાડું આપવા માટે જ વાપરતાં. જેમમહા દુ:ખી વ્યક્તિને નાચ-ગાન ખુશ ન કરી શકે, તેમગરમગોચરી પણ તેમના નિશ્ચલ મનને ડોલાયમાન ન કરી શકે. ભોજનકાળ વીતી ગયા બાદ આંતપ્રાંત: લાવેલી ગોચરી ઠંડી થઇ ગયા પછી, બપોરે ૨-૩-૪- વાગે જયારે સંઘ, શાસનના કાર્યમાંથી નવરાશ મળે ત્યારે દેહશત્રુની ખબર લેતા હોય તેમગોચરી વાપરતાં અને ફરી ૨૪ કલાક માટે કરફયુ લગાવી પાછા સંઘની ચિંતા કરવા લાગતાં, કહ્યું છે કે બચપન ને ઘડપણ સરખાં હોય છતાં, જીભના કોઇ સ્વાદ નહીં, આયંબિલ છોડવાના નહીં, ગરમનો મોહ રાખવાનો નહીં, એવી તેમની ગોચરી પણ આપણા વૈરાગ્યવર્ધનનું કારણ બની રહે. તેમના તપ વિશે લખવા બેસું તો પાનાઓના પાના ભરાઇ જાય. માસક્ષમણના ૩૦મા ઉપવાસે શત્રુંજયની યાત્રા? કાચા પોચાને બે માળ ચઢવા પણ શત્રુંજય મહોય. એટલું ઓછું હોય તેમઘેટીપાગ ઉતરી પછી આયંબિલ કરવું, શારીરિક-માનસિક પ્રકૃષ્ટ મક્કમતા હોય તો જ આ શક્ય બને. ગિરનારની નવ્વાણું કરી. છેલ્લે જીવનમાં આટલું ઓછું હોય તેમફરી નબળા શરીરે ગિરનાર પધાર્યા. પ્રચંડ સત્ત્વ ફોરવ્યું. આવા તો એક એક ગુણરત્નો જોડાઇને બનેલાં અમુલ્ય ઘરેણાં એમણે પહેર્યા હતા. ત્યારે આંખ મીંચીને કહેવું પડે કે “આ પાંચમાં આરાના વ્યક્તિ હતાં જ નહીં. તેઓ તો ચોથા આરાના ભૂલા પડી ગયેલા-અથવા આપણા જેવાનો ઉદ્ધાર કરવા આવેલા સાધક હતાં.” આવા પડતાં કાળમાં આવું ઉંચું આલંબન આપનારા, ભવિષ્યમાં જૈનધર્મની ઊંચી પદવી પામવાનું સૌભાગ્ય બુક કરાવતાં જાય છે. તેમની પરમાત્મા ભક્તિ અજોડ હતી. જેમઅઢીદ્વીપની બહાર સમયનું બંધન નથી તેમપ્રભુમય થતાં તેમને સમય નડતો નહીં. કલાક-દિવસ-રાત કાંઇ ભાન રહેતું નહીં. જાણે ખુદ અરિહંત જ ! અરિસામાં સ્વસ્વરૂપને જુએ છે. નબળા શરીરે સંયમપણ જોરદાર જ પાળેલું હતું. પ્રતિક્રમણ-પડિલેહણ વિ. માં જરાપણ ગોટાળો ચલાવી લેતા ન હતાં. જીંદગીભર પ્રતિક્રમણ, પડિલેહણ, આદેશ વિ. અપ્રમત્તપણે કરતાં હતાં. પણ છેલ્લે છેલ્લે નબળી માનસિક સ્થિતિને કારણે અનુપયોગ થાય તો જાગૃત થતાં અને ફરીથી કરવામાં જરાપણ પ્રમાદ કરતાં ન હતાં. તેમને ક્રિયા કરતાં જોવાનો પણ એક લ્હાવો હતો. બોરને શું કહેવાય? કઠણ કે કોમળ? અડધું કઠણ અડધું કોમળ. બીજા માટે બહારથી કોમળ, જાત માટે વજથી કઠોર. મહાપુરુષોની આ જ ભૂમિકા હોય છે. આશ્રિતવર્ગ-ગૃહસ્થવર્ગ ઉપર કરુણતાની અમીવર્ષા કારણે અપવાદની છૂટ આપે, જાત માટે ખૂબ જ કઠોર, ગમે તેવા પ્રસંગમાં અપવાદ નહીં જ ઉત્સર્ગ ને જ પકડી રાખવો. છેલ્લી અવસ્થામાં અત્યંત અશક્ત હોવા છતાં ડોળી-વ્હીલચેરનો ઉપયોગ ન જ કર્યો. બેસવા માટે પણ પરિમિત આસનોનો ઉપયોગ કરતાં. નબળા શરીરે પણ ૧૮૦ Jain Education International P)
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy