SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનેમિનાથદાદાના સાંનિધ્યમાં તળેટીમાં ચાતુર્માસ કરવાનું થયું, તેમાં મારો નંબર લાગી ગયો પણ શારીરિક તકલીફની રજૂઆત કરી ત્યારે દાદાએ કહ્યું બધું સારું થશે. એમના એવા આશીર્વાદ કે હું ફેક્ટરને હિસાબે નીચે બેસી પણ નહોતો શકતો, જમીન ઉપર સૂઇ પણ શક્તો ન હતો, લઘુ-વડી નીતિ જવું હોય તો ઊભી ખુરશીનો આશરો લેવો પડતો હતો. પણ સાહેબના આશીર્વાદ એવા ફળ્યા કે આખુ ચાતુર્માસ પાટખુરશી વિના પૂર્ણ થઇ ગયું. દાદાના દર્શન-વંદનનું વ્યસન લાગી ગયું. અને આશ્ચર્ય કે આજે પણ બાજોઠ કે પાટલા, ખુરશી કે સેટીનો ઉપયોગ કરતો નથી. રાબેતા મુજબ હું મારું જીવન જીવું છું. અને દરરોજ દેરાસરના પગથીયા ચડી અને ભગવાનની પૂજા સેવા ભક્તિ કરું છું. આજે મને દુ:ખાવા માટેની એકપણ ફરીયાદ નથી, હવે આ પૂ. દાદા ગુરુદેવનો ચમત્કાર કે બીજુ કાંઇ? આજે પણ દાદા તો આપણી વચ્ચે જ છે. જયારે પણ કોઇ વિપ્ન આવે પૂ. દાદાને યાદ કરીને, તેમને કોટી કોટી વંદના કરીએ તો આવેલું સંકટ પલવારમાં દૂર જતું રહે છે અને પૂ. દાદાનું નામલેતાં શ્રી સંઘમાં તથા અમારા પરિવારમાં એક હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઇ જાય છે. સંકલ્પબળી પૂજ્યશ્રી દિલીપભાઇ રંગીલભાઇ સુતરીયા (જામનગર) પ.પૂ. આ. ભગવંતશ્રીની દિર્ઘદૃષ્ટિ, અશક્યને શક્ય કરવાની અજોડ કાર્યશૈલી આદિ વિશેષતાઓ દ્વારા તેઓ અમારા હૈયામાં કાયમી પૂજનીય સ્થાને સ્થિર થઇ ચૂક્યા છે. રેવતાચલ તીર્થ ઉપર આવતી ચોવીસીના તીર્થંકરભગવંતો પધારશે, એવા મહામહિમતીર્થનો મહિમા જીવંત રહે તે માટે અને વર્તમાનમાં બાવીસમાં તીર્થપતિ શ્રીનેમિનાથ ભગવાનના દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક જે સ્થળે થયા છે તે સહસાવન તીર્થનું કાર્ય શરું કર્યું અને આવા વિષમકાળમાં પણ ઘણી કપરી કસોટીઓમાંથી પસાર થઇને સંકલ્પબળ, તપબળ અને સંયમબળના પ્રભાવે પૂરું કર્યું. | સાહેબજીની નિશ્રામાં ગિરનાર તીર્થની પ્રદક્ષિણામાં અમે ગયેલા ત્યારે રસ્તામાંથી એક દૂધવાળો દૂધ લઇને આડા રસ્તે ઉપર જતો હતો. સાહેબજીના સૂચનથી એની પાસેથી એક લોટો દૂધ લઇ લીધું અને આગળ જતા અચાનક સાથેના મહાત્માને પત્થરની ઠેસ લાગતા પડ્યા, અને છાતીમાં મૂઢ માર લાગ્યો, બામ, આયોડેક્સ વિગેરે ઘસ્યું અને સહજ લીધેલું દૂધ મહાત્માને વહોરાવ્યું. આ દૂધ લેવાનું સાહેબનું સામાન્ય સૂચનસંકટ સમયે ઉપયોગી થઇ ગયું, નહિતો આવા ઘોર જંગલમાં શું મળે? જૂનાગઢમાં ઉપધાન તપ ચાલુ થઇ ગયા હતા. પાછળથી અમને ભાવ થયા અમે સાહેબને પૂછાવ્યું અને ઉદાત્ત અને કરુણાસાગર પૂજ્યશ્રીએ અનુમતિ આપી અમે ચાર જણાએ નવકારમંત્રની આરાધના સ્વરૂપ અઢારિયું કર્યું. ત્યારબાદ વાંકાનેરમાં બાકીના ઉપધાન પૂર્ણ કરી માળ પૂજ્યશ્રીના હસ્તે જ પહેરી એ અમારું પરમસૌભાગ્ય હતું. સાહેબના સાંનિધ્યથી આજે અંતરમાં એક આનંદ છે કે અમને આવા મહાન તપસ્વી પૂજ્યશ્રીનાં દર્શન, સ્પર્શન અને તેમના સેવક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હોતપસ્વી આચાર્યદેવ કોકીલાબેન ધનવંતરાય શાહ (જેતપુર) હિમજેવા ઠંડા, દયાદ્ર, રગ-રગમાં શાસન કાજે ઝઝુમ્યા એવા આચાર્યશ્રીના બે પ્રસંગોની અનુભૂતિ! સંવત ૧૯૭૬ વૈશાખ સુદ ૩ના અણધાર્યો લાભ મળ્યો ! મારા માતુશ્રીના વર્ષીતપના પ્રથમપારણા પ્રસંગે ઉગ્ર વિહાર કરી બંને આચાર્યભગવંત પધારતાં અમારા હૈયા આનંદવિભોર બની ગયા, અમગૃહાંગણે પાવન પગલાં પડ્યા. જેતપુર ઉપાશ્રયે બે દિવસ સ્થિરતા કરેલ. હરે Education International
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy