SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુભગવંતે ધર્મની હિતશિક્ષા સિવાય કાંઇ જ વાત કરી નથી. જીવો કેમધર્મને પામે બસ, એજ એમની અંતરની મનોકામના હતી. ૫.પૂ. ગુરુદેવ ભવોભવ મળે એજ મનોકામના... પૂજ્યશ્રીના પાવન સંસ્મરણો વસંતભાઇ ચુનીલાલ શાહ (વાંકાનેર) સહસાવન તીર્થપતિ શ્રી નેમિનાથ સ્વામી (દેવછંદામાં બિરાજમાન)ના અંજનશલાકા પ્રસંગે... વાંકાનેર નગરે... પૂ. આચાર્ય ભગવંતની નિશ્રા હતી અને ૪૦ દિવસ સુધી કોઇ મૃત્યુ કે અમંગલ કે પ્રસંગ બન્યો ન હતો. તેમાં અમારા લાધાભાઇ દેવચંદ શાહ પરિવારના પ્રપુત્ર શ્રી મહીપતભાઇ જેઓ બાળપણથી જ બન્ને પગે અપંગ હતા. ૬૫-૭૦ વર્ષથી ઝઝુમતા આ ભાગ્યશાળી ઉપરોક્ત વાત વખતે ખૂબ બિમાર હતા. ૨-૪ દિવસ પણ ન નીકળે તેવી પરિસ્થિતી હતી. પૂજ્યશ્રીએ વાસક્ષેપ મંત્રીને નાંખેલ અને પછી દરરોજ ત્રણ નવકાર ગણી તેમના પર નાંખવા કહેલ.... સમય અને દિવસો વીતતા ગયા. બહુ સુધારો તો નહીં પરંતુ આબાદ બધા જ દિવસો પૂર્ણ થઇ ગયેલા. છેલ્લા દિવસે દ્વારોદ્ઘાટન પછી દસથી સાડાદસ વાગ્યે તેમનો દેહવિલય થયો. * એક વખત સમગ્ર સૌરાષ્ટ્ર દુકાળના ઘેરા પ્રત્યાઘાતમાંથી પસાર થઇ રહ્યું હતું. સાહેબનું ચાતુર્માસ વાંકાનેર નગરે હતું. ગીચ જંગલ અને પહાડી વિસ્તાર એવા જૂનાગઢમાં કુલ ૪-૫ ઇંચ વરસાદ પડેલો ત્યારે સાહેબજીના સાંનિધ્યવાળા વાંકાનેરમાં એક જ દિવસે ૫ ઇંચ સાથે કુલ ૧૪ થી ૧૫ ઇંચ વરસાદ પડેલો. દરેક વાંકાનેરજનોને અમો સહુ કહેતા કે અહીં ખૂબ જ ઉત્કૃષ્ટ આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું ચાતુર્માસ હોવાથી આપણે કોઇ જ પ્રકારની અગવડ પડવાની નથી અને કુલ Jain Education International ૧૪-૧૫ ઇંચ વર્ષા પડવાથી અમારું ૧૪ આની સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલા બીજા નંબરે ચોમાસું થયેલું. જૈન અને જૈનેતર તથા વાંકાનેર સામાન્ય જનતામાં હર્ષ ખુશાલીનું વાતાવરણ પૂજ્યશ્રીના પ્રભાવથી થયેલું. બધા જ નગરજનો તેમના પ્રત્યે અહોભાવવાળા બનેલા. ઉપરોકત પ્રસંગની કદરરૂપે વાંકાનેર નગરપાલિકાએ વાંકાનેરનો જે મેઇનરોડ છે તેનું નામ “પૂ. આચાર્યદેવ શ્રી હિમાંશુસૂરીશ્વરજી માર્ગ'' આપેલું છે, જે આજે પણ લોકમુખે પ્રખ્યાત છે. * અમારા મિત્ર અમારા પૂ. મોટાભાઇ કીર્તિભાઇને મળવા આવ્યા અને વાત કહી કે અમારા નાનાભાઇને ફીટ/વાયનું સખત દર્દ છે. થોડા થોડા દિવસે રોડ ઉપર, ઘરમાં કે અન્ય સ્થળે તે પડી જાય છે. તમારે સાહેબ સાથે ભક્તિભાવ છે તો મારા નાનાભાઇને દુઃખમાંથી રાહત થાય તેવું કંઇક કરાવી આપોને! અમે પણ આ વાત સાહેબજીને કહેતા ડરતા હતાં. સાહેબજી ચુસ્ત અને શાસ્ત્રમતિ પ્રમાણે જ ચાલનારા હતા, પરંતુ અમોએ કોઇ સમય જોઇ તેમની પ્રસન્નતા જોઇને આ ભાઇને ધર્મકાર્ય કરવામાં આ દર્દ વિઘ્નરૂપ હોવાથી તેમને વાસક્ષેપ નાખી આપવા વિનંતી કરી. થોડા અણગમા સાથે પણ ધર્મ કરવાની સહાયની વાતથી તેમણે તો ભાઇ ઉપર મંત્રિત વાસક્ષેપ નાંખેલ અને વધુ ધર્મમાર્ગે ચાલવા હિતશિક્ષા આપી. આજે કદાચ આ વાતને ૧૫-૨૦ વર્ષ થવા છતાં તેમના તરફથી દર્દ બાબતે ફરીયાદ નથી. આરાધના સારી કરી શકે છે, જે મહાત્માની અમીદ્રષ્ટિ અને ઉત્કૃષ્ટચારિત્રની શાખ પૂરે છે. પૂ. શ્રી બલભદ્રસાગર મ.સાહેબને વાંકાનેર સીવીયર એટેક આવેલો. પૂજ્યશ્રી લગભગ આખી રાત તેમની પાસે બેસી એક એક અંગ ઉપર વાસક્ષેપ નાંખતા રહ્યા અને પૂ.શ્રી બલભદ્રસાગર મ.સા. બચી ગયેલા. આયંબિલના પચ્ચક્ખાણ લેવા આવનાર એક વ્યક્તિને પૂજ્યશ્રી For Prime & Personal Use Only ૧૬૦ www.jainelibrary.or
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy