SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણ લઇને ચાલ્યા ગયાં ત્યાં હું બેઠો હતો મને કહ્યું કે “ “ આ બહેન માસક્ષમણ કરશે’’ અને ખરેખર, એ બહેને માસક્ષમણ કર્યું અને તેમનું પારણું ધામધૂમથી કરાવવામાં આવ્યું. વસ્તુપાળ-તેજપાલના દેરાસર પછી, તીર્થ ઉપર દેરાસરજી બનાવવાનો (સહસાવનતીર્થ ઉપર) શ્રેય: આ મહાત્માને શિરે જાય છે. તે જૈનસમાજમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. એક પરમશુદ્ધિની વાત કે વાંકાનેરમાં અંજનશલાકા મહોત્સવ વખતે કોઇપણ જ્ઞાતિમાં કોઇપણ મરણ થયેલ નહીં. તે આ પ્રસંગની ભવ્યતા જોવા મળે છે. મારા પુત્રને એક પણ આયંબિલ થતું નહીં, પરંતુ સાહેબજીએ એકવાર આયંબિલ માટે પ્રેરણા કરી ત્યારથી તેમની અસીમકૃપાથી ઓળીઓ થાય છે, એવા શ્રી ગુરુદેવને અમારા પરિવારના કોટિ કોટિ વંદન.... ત્યાં અચાનક બે બહેનો કૂવામાં પડી ગયા, બધાં ભાઇઓ સાહેબજી પાસે ગયાં અને કહ્યું કે આમબન્યું છે. પૂજ્યશ્રીએ દર્શાવ્યું કે કૂવામાં પાણી નથી બેનને કંઇ આંચ નહી આવે તેમને બહાર કાઢો. તે બહેનને બહાર કાઢ્યાં ત્યારે તે બેનને હાથમાં મામુલી એવું ફેક્ટર હતું અને બેન હરતાં-ફરતાં હતાં. # પૂજ્ય સાહેબજી વાંકાનેર બિરાજતાં હતાં ત્યારે એક વખત સહસાવનના કામઅંગે મને સવારમાં જૂનાગઢ જવાનું કહ્યું. બપોરના અચાનક એમને થયું કે હું જૂનાગઢમાં કંઇક ભયમાં છું એટલે સાંજના સમયે પૂ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ને ઘરે મોકલ્યા અને કહ્યું કે પાછાં આવે એટલે તરત જ સાહેબજી પાસે મોકલજોજૂનાગઢમાં બપોરનાં ભયંકર વાવાઝોડું ચાલું થઇ ગયું અને જૂનાગઢમાં હું જે ચોકમાં ઊભો હતો ત્યાં એક જર્જરિત મકાન પડ્યું પણ મને કંઈ થયું નહીં. રાત્રિના સાડા-આઠ વાગ્યે હું પાછો ફર્યો. પૂજયશ્રી વાત જાણી આનંદ પામ્યાં કે હું સુખરૂપ પાછો આવી ગયો અને મને કાંઇ થયું નહીં. પૂજ્ય સાહેબજી પાસે રાત્રિના સાડી-દશ વાગ્યા સુધી હતો ત્યારે સાહેબજીએ જણાવ્યું કે તું જલ્દીથી ઘરે પહોંચી જા, અહીં વાંકાનેરમાં પંદર-વીસ મીનીટમાં વાવાઝોડું ચાલું થઇ જશે અને ભયંકર વાવાઝોડું આવ્યું. : હું એક વખત એમને સમાચાર આપવાં ગયો હતો અને તેમણે મને તરત જ કહ્યું કે ‘તું અશુભ સમાચાર આપવા આવ્યો છે ને ?' ત્યારે હું તેમના સંસારી ધર્મપત્ની અમદાવાદમાં મૃત્યુ પામ્યા હતાં તે સમાચાર આપવા માટે ગયો હતો. કે એક દિવસ સહસાવનના કામે જૂનાગઢ જતાં પહેલાં અમે સાહેબજીના દર્શનાર્થે ગયા પણ સાહેબજીએ કહ્યું કે ‘આજે કામપતવાનું નથી, આજનો દિવસ સારો નથી.'' છતાં અમે લોકો નીકળ્યાં અને ગોંડલ પાસે અમારો જબરદસ્ત એક્સીડન્ટ થયો હતો છતાં સાહેબજીની કૃપાથી ખાસ તકલીફ ન પડી. # એક બહેન ચાતુર્માસ સિવાયનાં સમયગાળામાં અટ્ટમના પચ્ચકખાણ લેવા આવ્યાં હતાં તે બહેને કહ્યું કે “ “સાહેબજી મને પચ્ચકખાણ કરાવો’’ અને તે બહેન તો ગુણયલ ગુરુદેવ વાડીભાઇ દેસાઇ લાતીવાળા(ધંધુકા) અમારા ધંધુકા ગામમાં પ.પૂ હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબનું ચોમાસું સંવત ૨૦૦૫માં થયું ત્યાર પહેલા કોઇ મહાત્માના ચોમાસા થયેલ નહીં, પૂજ્યશ્રી લીંબડી બાજુએથી વિહાર કરીને પધાર્યા. પ્રવેશ વખતે પૂજ્યશ્રીએ અઠ્ઠાઇ તપ કરેલ. સામૈયું ખૂબજ ધામધૂમથી થયું. સામૈયામાં સાહેબજીનો અઠ્ઠાઈતપ ચાલુ હોવા છતાં એટલા ઝડપથી ચાલતા કે સાહેબજીને કહેવું પડતું કે આપશ્રી થોડા ધીરે ચાલો. ધંધુકામાં આ ચોમાસામાં ત્યારે અક્ષયનિધિ તપ કરાવેલ. અમારે ત્યાં ધર્મની પ્રવૃત્તિ તથા ધર્મની સમજણ પણ જોઇએ તેવી ન હતી. પૂજયશ્રીનો ઉપદેશ એટલો જોરદાર હતો કે લોકોના હૈયા નાચી ઉઠતાં, જેમમાથામાં પૈથીએ પૈથીએ તેલ નાખીએ તેમસાહેબ એકડે એકથી ધર્મના મર્મ સમજાવતા ગયાં સાચી ધર્મની કંઇક સમજણ થઇ હોય તો સાહેબજીના આ ચોમાસાથી થઇ એમ કહેવાય! અક્ષયનિધિતપના છેલ્લા દિવસે એટલે કે સંવત્સરીના દિવસે એક છોકરાને તરસ ખૂબ જ લાગેલી અને સાહેબજીને કહે પાણી. ૧૬૫ www.jainelibrary.org 1 .
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy