SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મે જૈન છે કમેં જૈન | નવીન જમનાદાસ દડીઆ (જૂનાગઢ) અમારા એક સંબંધીને પ્રથમવાર પૂજ્યશ્રીના દર્શનાર્થે જવાનું થયું ત્યારે પૂજ્યશ્રીની ભક્તિ કરતાં કરતાં તેમણે કહ્યું ‘સાહેબ ! મારે તબિયતમાં અને ધંધામાં ઠેકાણું પડતું નથી” સાહેબ કહે “આપણી વર્તમાનની જે કોઇ પરિસ્થિતિ છે તે આપણે પૂર્વે બાંધેલા કર્મોનું જ પ્રતિબિંબ છે, પૂર્વે બાંધેલા અશુભ કર્મોનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે.' ભાઇ કહે ‘જો મારા કર્મો ખરાબ હોત તો મેં જૈનકુળમાં જન્મજ ન લીધો હોત ને!' સાહેબ કહે “જૈનકુળમાં જન્મપામવા માત્રથી જૈનનથવાય કર્મ પણ જૈન થવું જોઇએ'. બસ તે દિવસથી તે ભાઇની ધર્મ પ્રત્યે શ્રધ્ધા દેઢ બની અને નિત્ય દર્શન-પૂજન, કંદમૂળત્યાગવગેરે ધર્મક્રિયાનું આચરણ કરવા લાગ્યા. ભવજનના હિયડે વસનાર, ગુરુ હિમાંશુસૂરિ પ્રાણ પ્યારા... કમલેશ કોરડીયા (જૂનાગઢ) સન ૧૯૭૫ આસપાસનો સમય ! એક દિવસ જૂનાગઢ હેમાભાઇના વંડામાં આવેલ જુના ઉપાશ્રયે બે મહાન વિભૂતિઓની નિશ્રામાં સહુ ભવિજનો એકઠા થયા. પૂજ્ય ગુરુદેવ આચાર્યભગવંત હિમાંશુસૂરીશ્વરજી મ.સાહેબે સહુને શીખ આપી કે ગિરનારની સહસાવન ટૂંક પર જિર્ણોધ્ધારનું કાર્ય શરૂ થવાનું છે, તેની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ માટે સહુએ નવલાખ નવકાર ગણવા અને શાસનસેવાના આ કાર્યમાં જરૂર પડ્યે હોંશથી સેવા આપવી. ગુરુદેવ સાથેના પરિચયના આ અમારા શરૂઆતના દિવસો હતા. સહસાવનની પાવનભૂમિપર ભવ્યજીવોના સમકિતને નિર્મળ કરતાં સમવસરણ મંદિરના નિર્માણસ્વરૂપ તિર્થોદ્ધારનું કાર્ય શરૂ થયું. મંદિરનિર્માણ તો ભૌતિકસ્વરૂપે હતું, પરંતુ સાથોસાથ તે કાર્ય અર્થે માર્ગદર્શન આપવા માટે બે મહાવિભૂતિઓ પૂજ્યશ્રી તથા તેમના પનોતા સંસારીપુત્ર પૂ. આ. ભ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની પાવનનિશ્રા છ થી સાત ચાતુર્માસ દરમ્યાન તેમજ શેષકાળમાં પણ સંપન્ન થઇ. એ મહાપુરુષોના સંગના પરિણામે અને જિનવાણી શ્રવણના લાભથી સંઘના ભાવિકોના હૈયામાં પરમકૃપાળુ પરમાત્માની ઓળખ, ધર્મની સાચી સમજ, ગુરુકૃપા અને ધર્મપરિણતિનું મહાન લાભકારી સિંચન થવા લાગ્યું. સકળ સંઘ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે આસ્થાવાન બન્યો. - પૂ. ગુરુદેવે તીર્થોદ્ધારનો સંકલ્પ કર્યો ત્યારથી લઇને જીવનના અંતિમ દિવસો સુધી જ્યારે પણ જૂનાગઢમાં રહ્યા ત્યારે તેઓશ્રી હેમાભાઇના વંડામાં ઉપરના માળથી જ્યાંથી ગિરનારજીનું દર્શન થતું તે સ્થળે પાટ પર બિરાજતા, તેમની સ્મૃતિના અનેક સંસ્મરણો માનસપટપર રમ્યા કરે છે. ગુરુદેવ સંઘના લગભગ બધા ભાવિકોને જોતા જ નામપૂર્વક બોલાવીને વાત્સલ્યપૂર્વક ધર્મલાભ આપે, પણ ભૂલ થઇ હોય ત્યાં ભલભલા ચમરબંધીને પણ ઠપકો આપતા જરાપણ ન અચકાય. જ્યોતિષની ઉંડી જાણકારી હોવાથી ધર્મકાર્ય માટે શુભમુહૂર્ત જોઇ આપે, તેમણે કાઢી આપેલા મુહૂર્ત પચ્ચક્ખાણ અથવા સંકલ્પ ગ્રહણ કરવાથી સઘળું કાર્ય નિર્વિને પરિપૂર્ણ થાય તેવી વચનસિદ્ધિ હતી. ગુરુદેવના સ્વમુખે પર્યુષણાપર્વની કલ્પસૂત્રવાંચના ઘણા વર્ષ સાંભળી. તેઓ વ્યાખ્યાન ફક્ત વાંચે જ નહીં પણ પર્વના દિવસોએ પણ સમયની કે થાકની પરવા કર્યા વિના સૂત્રના પ્રસંગો, રહસ્યોને ઊંડાણપૂર્વક સમજાવે, ૧૬૦ Education International
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy