SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ducation Intact १४४ મારા જીવનના ઘડવૈયા સુખડીયા શશીકાન્ત ઓધવજી (જામનગર) મારી જીંદગીની સર્વપ્રથમઆરાધના હોય તો તે છે – મહાન તપસ્વીસમ્રાટ, પ્રેમાળ, શીતલ અને શાંત એવા મારા પરમોપકારી શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સાહેબની શુભનિશ્રામાં જૂનાગઢ મધ્યે ભવનાથ તળેટીમાં શ્રી રૈવતગિરિમંડણ નેમિનાથ ભગવાનની શીતળ છાયામાં ઈ.સ.૨૦૦૨માં શુભ અને મંગળકારી એવી ચાતુર્માસની આરાધના. ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો, સાહેબને વંદન કરવા ગયો, સાહેબશ્રીને વંદન કરીને બેઠો ત્યારે સાહેબશ્રીએ પૂછ્યું "ક્યાંથી આવો છો ?" મેં કહ્યું "જામનગરથી" તેઓશ્રીએ પૂછ્યું "ધર્મનું જ્ઞાન ક્યાં સુધી છે?" મેં જવાબ આપ્યો "સાહેબજી એક નવકારમંત્ર આવડે છે, બીજું કંઇ પણ જ્ઞાન નથી" ત્યારે તેઓએ પ્રેમથી કહ્યું "બે હાથ જોડી નવકાર બોલો." હું બે હાથ જોડી સાહેબની સામે નવકારમંત્ર બોલ્યો. ત્યારે સાહેબજી કહે ‘શશીકાન્તભાઇ, તમારો નવકારમંત્ર શુદ્ધ અને ચોખ્ખો નથી તેમાં બે-ચાર ભૂલો છે. હવે તમારે નવકારમંત્રના હકદાર થવા માટે નવકારમંત્રનું જ્ઞાન મેળવવા માટે ૧૮ દિવસનું "ઉપધાનતપ” તે પણ મૂળ વિધિથી એટલે કે આયંબિલથી કરવાનું. તેમાં તમારે પ્રથમપાંચ ઉપવાસ કરવાના. પછી આયંબિલ અને છેલ્લા ત્રણ ઉપવાસ કરી પ્રથમઅઢારિયું કરવાનું." મે તરત જ સાહેબજીને જવાબ આપ્યો "ભલે સાહેબ! આપશ્રી જેમઆજ્ઞા કરશો, તેમ કરીશ." આમચાતુર્માસની શુભ શરૂઆત ઉપધાનતપની મહાન આરાધનાથી થઇ. મને ૩૬૦ એટલે કે ૩ ચોકડી ડાયાબિટીશ અને શ્વાસની તકલીફ હતી. દવા લઇને ગયેલો પણ ઉપધાનમાં પ્રવેશ કર્યો તેથી દવા લેવાઇ જ નહીં. ગુરુમહારાજ ઉપર અવિહડ શ્રધ્ધા હતી, એમનો આદેશ મારા માટે જીવન બની ગયું. ઉપધાનમાં કાઉસ્સગ્ગ, ખમાસમણા અને આયંબિલતપ સાથે જાપ-સ્વાધ્યાય કરતા ૧૮ દિવસ પૂરા થઇ ગયા. પછી એકાસણામાં તો બધુ જ વાપરતો. ચાર મહિના પુરા થયા. હું જામનગર ગયો. ત્યાં ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટરે તપાસીને કહ્યું કે તમને ડાયાબિટીશ છે જ નહીં. બધી તપાસ કરી, બધું જ નોર્મલ છે. પૂજ્યશ્રીની અપાર કરુણાદષ્ટિથી પહેલા જ દર્શને પામી ગયો. મને આશ્ચર્ય ન હતું કારણ કે દાદા હિમાંશુસૂરિનો પ્રભાવ જ અનેરો હતો. એમનામાંથી વાત્સલ્યનું ઝરણું ઝર્યા જ કરતું. પછી તો ઉપાધાન કર્યા, સંઘો,ઓળીઓ, અઠ્ઠાઇ, અઢમકરતો ગયો તેમાં દાદાની સહાય અનુભવાતી. આજીવન રાત્રિભોજન ત્યાગ, કાચા પાણીનો ત્યાગ વગેરે સહજ બની ગયા. સામાયિક લેવા-પારવાનું, ચૈત્યવંદન સૂત્રો થયાં. જે કંઇ હું માણસ તરીકે છું તેમાં મારા ગુરૂમહારાજહિમાંશુદાદાનો જ પ્રભાવ છે. For Private & Personal Use Only www.gainelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy