SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મારા જીવનુંના ત્રણ સ્મરણો હસમુખભાઇ કે. શાહ (વાસણા) ગુરુ વિના આગળ વધવાનું મુશ્કેલ છે, મારા જીવનમાં આ સ્થાન ખાલી પડેલું હતું. મને મનમાં આ વાતનો અજંપો હતો અને અચાનક જ હિમાંશુસૂરીશ્વરજી મ. સાહેબે આ સ્થાન ભરી દીધું. મારા પર સાહેબજીના અનંત ઉપકાર છે. ક્યા ગણાવું? હું તેમની સાથે ઘણું જ ફર્યો - રહ્યો તે મારું સૌભાગ્ય છે. તેમાંના એક-બે અંશ અહીં રજુ કરૂ છું. #દ જયારે બીમાર પડ્યો ત્યારે ઘરનાં બધા જ મુંઝાઇ ગયા. કોઇ રસ્તો મળતો ન હતો. ઘણાં ડોક્ટર ફેરવી નાખ્યા પણ રોગ જાણે ઘર કરી ગયેલ. એક-બે નહીં પણ જાણે હું રોગોથી ઘેરાઇ ગયેલો. કમળો, ડાયાબિટીસ અને અધૂરામાં પૂરું પથરી થઇ. ક્યા રોગની દવા કરું ? બધાએ મને જીવરાજ હોસ્પિટલમાં દાખલ કર્યો. મારું પથરીનું ઓપરેશન બીજે દિવસે કરવાનું હતું, બધા ચિંતાતુર હતા કે શું થશે? મારા ધર્મપત્ની સાહેબજી પાસે બીજે દિવસે છટ્ટનું પચ્ચકખાણ લેવા ગયા તેમને સાહેબજી પાસે આશાનું કિરણ દેખાયું. તેણે સાહેબજીને મારા વિશે બધી જ વાત કરી, સાહેબજી ફકત એટલું જ બોલ્યા કે મને આશાનું કિરણ દેખાતું નથી છતાં તમે દવાખાનુ બદલી નાખો અને ઓપરેશન કરાવશો નહી. સાહેબજી ઉપર અમને બધાને અખૂટ શ્રદ્ધા હતી અને એ શ્રદ્ધા કામ કરી ગઈ. અમે દવાખાનું બદલ્યું અને મારું ઓપરેશન થયું નહી. આ કેવો ચમત્કાર ! આવું કૃપાદૃષ્ટિસિવાય બને જ કેમ? Re આવોજ ચમત્કાર બીજો થયો મારો વિચાર ભગવાનને ઘરે પધરાવવાનો એટલે કે ઘર દેરાસર બનાવવાનો હતો. ત્યારે અમે મલ્હાર ફ્લેટમાં રહેતા હતાં. ઘર નાનું હતું છતાં ઘર-દેરાસર બનાવ્યું. ભગવાન લાવ્યા પછી પૂજ્યશ્રીની પ્રેરણાથી સદાનંદમાં અલાયદો રૂમબનાવ્યો અને સંઘને બોલાવી ઓચ્છવ કર્યો. સાહેબજીની નિશ્રામાં ભગવાન લાવ્યા, શાંતિનાથ દાદા આવતા જાણે મારા જીવનમાં શાંતિ આવી ગઈ. આવા ગુરુદેવને મારા કોટી કોટી વંદન હોજો. # મારા ધર્મપત્નીને પાંચસો આયંબિલ કરવાની ભાવના હતી. સાહેબજીને વાત કરી સાહેબ તો ખુશ થયા. કારણકે તે પોતે જ આયંબિલ તપના મહાન આરાધક હતા, આયંબિલની તપશ્ચર્યા તો તેમના રોમે રોમમાં વણાઈ ગયેલી તેમણે વાત મૂકી કે ૧૦૮ આયંબિલ સળંગ કરવાના. જરાવાર અમે વિચારમાં પડ્યા સાહેબજીના પચ્ચકખાણ ને વાસક્ષેપ હોય એટલે ગમે તેવા કામપૂરા થઈ જાય તેવો વિશ્વાસ હતો. ૧૦૮ને બદલે ૧૨૦ આયંબિલ કરીને બે વર્ષમાં પ00 આયંબિલ પૂરા કર્યા. આવા પુણ્યવંત સાહેબજીના આશિષ આપણા પર નિરંતર વરસ્યા કરે તેવી પ્રાર્થના કરું છું. પૂજ્યશ્રી કોઈકના તારણહાર હતા... w ibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy