SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અમારૅ પણ કાંઇક કહેવું છે. અજોડ નિ:સ્પૃહી ગુરુ હિરાલાલ જે. કોરડીઆ (જૂનાગઢ) પ્રાયઃ કરીને સંવત ૨૦૪૫ની સાલ, જૂનાગઢ રોષકાળમાં પરમપૂજ્ય હિમાંશુસૂરિદાદા પધારવાના હતા. સંઘના ભાઈ-બહેનોના હૈયા આનંદવિભોર હતા. પ્રવેશનો દિવસ નજીક આવતો ગયો, પૂ. હિમાંશુસૂરિદાદાના દર્શન કરવાની સહુની ઉત્કંઠા વધતી જતી હતી. સંઘે ગુરુમહારાજનું ભવ્ય સામૈયુ કરવાનો નિર્ણય કર્યો. બેન્ડવાજાને વરધી અપાઈ ગઈ. અન્ય તૈયારીઓ પણ થઈ ગઈ. પ્રવેશના દિવસે સવારે ૯.૦૦ વાગ્યે નરસિંહ મહેતાના ચોરા પાસે એકઠા થઈ ગુરુમહારાજનું સામૈયુ કરવાનું નક્કી થયું હતું. બરાબર ૯,0વાગ્યે હું નરસિંહ મહેતાના ચોરે પહોંચ્યો, તે સમયે જ પૂજ્ય ગુરુદેવ દૂરથી આવતા જણાયા. તેમના દર્શન થતા હૈયું પુલકિત બની ગયું અને ઝડપથી ચાલી ગુરુદેવ પાસે પહોંચી તેઓશ્રીને વંદન કર્યું. પછી પૂજ્ય દાદા નરસિંહ મહેતાના ચોરા સુધી આવ્યા. પૂજય મહારાજ સાહેબોના જૂનાગઢ પ્રવેશના સામૈયા આ દિશાના નરસિંહ મહેતાના ચોરેથી જ થાય છે. તેથી અહીં બધા એકઠા થાય ત્યાં સુધી ગુરુદેવ સ્થિરતા કરે, વિશ્રામલે. પરતું આજે હજુ સંઘનું કોઈ અહીં પહોંચ્યું ન હતું. પણ બધા રસ્તામાં જ હશે તેમધારીને ગુરુદેવને વિનંતી કરી ‘આપ અહીં થોડો સમય સ્થિરતા કરો ત્યાં સુધીમાં સંઘના બધા બેન્ડ સાથે સામૈયા કાજે પહોંચી જશે.” પણ આ તો ગુરુદેવ હિમાંશુસૂરિ દાદા.... તેઓ કહે, ‘હીરાભાઈ, તમે આવ્યા એટલે આખો સંઘ આવી ગયો.” આમકહી તેઓ ઝડપથી. ચાલવા લાગ્યા. મૌનપણે ઝડપથી ચાલતા ગુરુદેવ સાથે મારે તો દોડવા જેવું થતું હતું. એમ કરતા ગુરુદેવ બહુ ઝડપથી જગમાલચોક આવી પહોંચ્યા. ઓહ ! સકલસંઘ તો અહીં બેન્ડ સાથે સામૈયામાં જવાની તૈયારી કરતો હતો અને ગુરુદેવ તો તુર્ત જ દેરાસર ભણી ચાલવા લાગ્યા સહુ સાથે જોડાયા જયઘોષ ગવાઈ રહયો હતો, દેરાસરમાં પ્રવેશી જિનેશ્વરપ્રભુની ભાવપૂર્ણ સ્તવના-દર્શન કરી દેરાસરની બહાર આવ્યા. બધાએ ગુરુદેવને વંદન કર્યા અને સુખશાતા પૂછવા લાગ્યા, સંઘના ટ્રસ્ટીઓ અને ઘણાં ભાવિકો ત્યાં હતા, ગુરુદેવે સંઘની કુશળતાની પૃચ્છા કરી, આ સમયે સંઘનું કોઈ સમયસર સામે આવ્યું નહીં તેની કોઈ જ ગ્લાનિ કે દુ:ખની રેખાને બદલે પૂ. ગુરુદેવના મુખ પર અપ્રતિમપ્રસન્નતા જણાતી હતી, સંઘે હવે સામૈયામાં જોડાવાની વિનંતી કરી, તેને ગુરુદેવે સ્વીકારી પણ ખરી, હવે બેન્ડ વાગવા માંડ્યું, જયઘોષ થવા લાગ્યો અને સકલસંઘ સાથે પૂ. ગુરુદેવ દેરાસરથી ઉપાશ્રય સુધી ચાલ્યો અને ઉપાશ્રયમાં પ્રવેશી સીધી વ્યાખ્યાન પાટ પર બિરાજયા. ગુરુદેવે હૃદયસ્પર્શી શૈલીમાં અમૃતમય જિનવાણીનું રસપાન કરાવ્યું. માંગલિક પ્રવચન પૂરું થતાં ગુરુદેવના ચરણસ્પર્શ માટે પડાપડી થવા લાગી, ગુરુદેવે વાત્સલ્યભાવે બધાની કુશળતાની પૃચ્છા કરી ધર્મારાધનામાં કેટલા આગળ વધ્યા તેની ખબર લીધી. અગાઉથી સામૈયાની જાહેરાત થઈ ચૂકી હોવા છતાં, સામૈયા સમયે નિયત સ્થળે સમયસર ન આવવા માટે સંઘ પ્રત્યે કોઇ ઠપકાંનો ભાવ નહીં તેને બદલે સહુની વ્યકિતગત ધર્મારાધનાની પૃચ્છા. કેવી અજોડ નિઃસ્પૃહતાના સ્વામી હતા ગુરુ હિમાંશુસૂરિ...!! ૧૩૨ Main Education International
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy