SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વરજી સ્મત સૂરિવર!.. -પ.પૂ. મુનિ પૂર્ણચન્દ્રવિજયજી મ. -પ.પૂ. આ. કીર્તિસેન સૂરિ.મ.સા. | પ.પૂ. પ્રાતઃ સ્મરણીય આયંબિલના ઘોર તપસ્વી આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના જીવનની યશોગાથા ગાઇએ તેટલી ઓછી છે. પૂજ્યશ્રીના મને પ્રથમ દર્શન મુનિ સંમેલનમાં ડહેલાના ઉપાશ્રયે થયા ત્યારે મન અહોભાવથી | પ્રલ્લિત બન્યું, વચન ગદ્ગદિત બન્યા અને કાયા તો ભાવવિભોર રોમાંચિત બનીને મૂકી પડી હતી. સંવંત ૨૦૫૯ના માગશર સુદ ચૌદશ પછી જયારે પૂજ્યશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યા ત્યારે કેટલાય દિવસ ગિરનાર અને પૂજ્યશ્રી જ દેખાયા કરતા હતા. તેઓશ્રીના શુભહસ્તે ગિરનાર ગિરિવરની શીતલ છાયામાં ગાંધીનગર સેકટર-૭ ના જે પ્રભુજીઓની અંજનશલાકા થવા પામેલ હતી તેની પ્રતિષ્ઠા કરાવવાનો અમને લાભ મળતાં મારું જીવન ધન્યાતિધન્ય બન્યું આ ભવ સફળ થયો હોય એવો અહેસાસ થયો છે. | શાસનએકતા અને ગિરનાર મહાતીર્થનો ઉત્કર્ષ કરવા આપણે સૌ પુરુષાર્થ કરીએ અને શાસનદેવોની સહાય તથા પૂજ્યશ્રીની | સંયમસુવાસથી વિશ્વમાત્રમાં શાંતિની સ્થાપના થાઓ એ જ અભ્યર્થના. સર્વજીવરાશિ પ્રત્યે વાત્સલ્ય ભરપૂર.... સંયમજીવન જીવનારા એ મહાપુરુષ માટે વાચા અને વિચાર પણ વામણાં પડે.... તો શબ્દોમાં તો શું આલેખી શકાય ? છતાં શબ્દો દ્વારા યત્કિંચિત્ તેમને ઓળખવાનો પ્રયત્ન કરીએ. સુદીર્ધ સંયમ પર્યાયમાં..... પંચાચારનું અપ્રમત્તભાવે પાલન અષ્ટ પ્રવચન માતાનું - અણિશુધ્ધ પાલન નિર્દોષ ભિક્ષાચારી, ઉગ્રાતિઉગ્રતા ; નિર્મમત્વ અને નિષ્કષાયભાવ, સાધના, સમતા અને સહાયવૃતિના સ્વામી, શ્રી શંત્રુજ્ય અને ગિરનાર તીર્થ અને તીર્થપતિ પ્રત્યે ભક્તિબહુમાનભાવવાળા. ઉત્કૃષ્ટ કોટિનું સંયમ જીવન પાળવામાં આદર્શભૂત સ્વરૂપમાગતાના આનંદને માણનાર અંત સમયે પોતાના ઉપયોગને, શ્રી ગિરનારતીર્થ અને તીર્થપતિ શ્રીનેમનાથભગવાનમાં જોડનારા; નિકટ મોક્ષગામી એવા પૂજ્યપાદશ્રીના અગણિત ગુણોને શબ્દો દ્વારા કેટલો ન્યાય આપી શકાય ? છતાં એમનામાં રહેલા ગુણોને યાદ કરી આપણે પણ ગુણાનુરાગી બની અને ગુણોને આત્મસાત્ બનાવીએ તો આપણું જીવન પણ ધન્ય બની જાય.. મારે પૂજ્યપાદશ્રીના સાંનિધ્યમાં, શીલધર મુકામે, શ્રી ઉત્તરાધ્યયન અને આચારાંગ સૂત્રના જોગ કરવાનું થયેલ વળી ચડવાલથી શ્રી શંત્રુજય તીર્થના છ'રી પાલિત સંઘમાં સાથે રહેવાનું થયેલ. નિકટમાં જ રહેવાથી તેમના ઉપરોક્ત ગુણોને જોવાનું માણવાનું થયેલ જેને હું મારાં અહોભાગ્ય સમજું છું. સં. ૨૦૫૭ પાલીતાણા ચાતુર્માસમાં પણ અવારનવાર રોજ વંદનાર્થે જવાનું થતું અને તેમના સંયમજીવન પ્રત્યે અહોભાવથી માથું ઝૂકી પડતું. ધન્ય તપસ્વી ! ધન્ય સંયમજીવન ધન્ય સમાધિભાવ ! Forvate & Personal use
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy