SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ' મંતજન તો તેને કહીએ....... - પ.પૂ.સા.વિજ્ઞાંશુમાલાશ્રીજી જ ચોથા ખારાનાં મુળની યાદ અપાવનારા.....! જ આ લિકાલનાં ઉત્તમોત્તમ મહામૂર્તિ.....! જ કર્મોની વાત સામે જેનો સફ઼ળ વિજેતા બન્યા .....! જે દેહનાં વૃદ્ધવે પણ જેૉલું મા સદા જુવાન હતું......! જ ol-jરણાદિમાંથી ઝટ નાdaiદેવ છોડાવવાની લગભગ પાંચેક વર્ષ પૂર્વે પહેલી વખત શ્રી શંખેશ્વરતીર્થમાં તેઓશ્રીનાં દર્શન થયાં. બે મુનિભગવંતોનો ટેકો લઇ સાંજે દર્શન કરવા આવ્યા હતાં. ચાલવામાં ખૂબ અશકત એવા પૂજ્યશ્રીની અત્યંત આશ્ચર્ય પમાડનારી વાત સાંભળવા મળી કે તેઓ વિહાર પણ આ જ રીતે કરે છે. દેહની અશકિતને ગૌણ બનાવી ડોળીનો પણ ઉપયોગ નહી કરવાની તેમની મનોદઢતા જોવા મળી. | બીજી વાર પંકજ સોસાયટી સ્મૃતિમંદિરમાં વંદન થયા. ત્યારે પૂજ્યશ્રી જાપ કરી રહ્યા હતાં. પૂજ્યપાદ આચાર્ય ભગવંત રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ પણ ત્યાં હતા. તેઓએ કહ્યું કે ‘ આ જ આસને તેઓ લગભગ ત્રણેક કલાકથી બેઠા છે. ' અત્યંત વૃદ્ધ શરીરે પણ તેમની અજોડ સ્થિરતા ત્યારે જોવા મળી. | અંતિમવાર પાલીતાણા ધામે તેઓ આયંબિલ દ્વારા છ'રી પાળતાં સંઘને લઇ આવ્યા હતા. એક-બે મુકામ પહેલાં જ પગના બોલમાં ફ્રેકચર થયું અસહય વેદનાની અંદર પાલિતાણા પધારી પૂજ્યશ્રી એ ગિરિરાજની યાત્રા બાદ લગભગ ચારેક વાગે આયંબિલ કર્યું. ત્યારબાદ જ સંધે પણ આયંબિલ કર્યુ. આગમમંદિરમાં રોકાણ થયું. વંદન કરવા જવાનું થયું ત્યારે પૂજ્યશ્રી બહારનાં ઓટલામાં પાટ પર સૂતાં હતાં. બેસવું પણ અશક્ય હતું ત્યારે પણ તેમની જાગૃતિ અદ્ભુત હતી. લગભગ ૧૦-૧૧ વાગ્યાનો સમય, તડકો મુખ પર આવતો, ત્યાંથી ગિરિરાજનાં એકભાગનાં દર્શન થતાં હતા તેથી ત્યાં જ રહી પૂજ્યશ્રીએ ગિરિરાજને વંદના સ્તવના –કાયોત્સર્ગ કર્યા. ઘણા વખત પછી અંદર જઇ પચ્ચકખાણ પામ્યું હતું. આયંબિલનો તપ ચાલુ જ હતો. થોડાક દિવસમાં પાલીતાણાની હોસ્પીટલમાં બોલનું આપેરેશન થયું તે દિવસે ખ્યાલ મુજબ માત્ર મગનાં પાણીથી આયંબિલ કર્યુ હતું. સાંજે વંદના કરવા ગયા ત્યારે પૂજ્યશ્રીનાં હાથમાં પ્રતનાં પાના હતા વાંચન ચાલુ હતું, ડોકટરનું કહેવું હતું કે બીજા કોઇ હોય તો બેડ પરથી ઉછળે તેવી અસહય વેદના આ દર્દમાં હોય છે. પૂજ્યશ્રીને જોતાં તો એવું લાગ્યું કે ઓપરેશન કોનું થયું છે ? દેહાધ્યાસ તોડી કલાકો સુધી સ્થિરતા દ્વારા અભુત કર્મક્ષય કરનારા પૂજ્યશ્રી ખરેખર સાચા સંત હતાં. | તે મહાપુરુષનાં વંદનાદિનો લાભ મળ્યો. તેઓનાં ગુણો અમને પણ પ્રાપ્ત થાય એવી એક પ્રાર્થના સાથે વંદના... જેમની તલપ દરેક બારાધના-સાધનામાં જોવા મળતી .....! જ છેૉવા છૉડાવેક ગુણોના ધારક જંગમ તીર્થસમા.....! * જિનાજ્ઞાળા 5 પાds......! જીવંત શિકટ મોક્ષગામી ....! જ પૂજાપાદ શ્રી હિમાંશુસૂરીશ્વરજી alહારાજાનાં પાવન ચરણsalaોમાં ofમારી જીવંતશઃ વંદના.... TO T arase on W WW. yorg
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy