SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તારે જેની પાસે પ્રતિષ્ઠા કરાવવી હોય તેની પાસે કરાવી લે હું પ્રતિષ્ઠા કરવા આવવાનો નથી'' હૈયાના ઉંચે ચડતાં ભાવોમાં એકદમ અચાનક શેરબજારના પડતાં ઇન્ડેક્ષની જેમ કડાકો બોલાય ગયો. બે મિનિટ માટે હું તો ડઘાઇ ગયો. અવાચક બની ગયો ! પ્રથમ તો શું બની ગયું તે સમજી જ ન શક્યો ત્યારે ગુરુગૌતમ જેવા પૂ. હેમવલ્લભ મ.સા.એ પરિસ્થિતિનો ખ્યાલ આપી શાંતિથી કહ્યું કે “મહારાજ સાહેબના ફોટા ન પડાય” મેં પૂજ્યશ્રીની માફી માંગી પૂર્વે કોઇ મહાત્માને આ રીતે ફોટા ' દીર્ઘકાલના આયંબિલ, ચાલીને વિહાર, સાથે માણસ નહીં કે ફાનસ નહીં, નિર્દોષ ભિક્ષાચર્યા, અજવાળામાં વિહાર લગભગ પુરિમુઢ પછી જ ગોચરી વાપરવાની, શાસનના કાર્યમાં વ્યસ્ત હોય તો ગોચરી વાપરવામાં ૩-૪ વાગી જાય તો પણ કોઇ જાતની ઉતાવળ નહીં, આશ્રિત સંયમીઓની પણ પૂરેપૂરી કાળજી, સૂર્યાસ્ત બાદ વિજાતીય પ્રવેશ ન કરે તે બાબત ખુબ કડકાઇ, નાની બાળકી ને પણ માથું ઓઢ્યા વગર વાસક્ષેપ ન નાંખે, આ રીતે વિશુદ્ધ સંયમપાલન માટે દરેક યોગોમાં ખુબ કટ્ટરતા વગેરે ગુણો જોઇ મન તેમના જીવન ઉપર ઓવારી ગયું તેઓશ્રીના દર્શન-વંદનનું વ્યસન થઇ ગયું, પૂજ્યશ્રી જ્યાં જાય ત્યાંના સમાચાર મેળવી વંદનાર્થે પહોંચી જતો. સંસારી અવસ્થામાં સજોડે સિધ્ધગિરિમાં ચાતુર્માસ આરાધના માટે જવાનો પ્રસંગ આવ્યો પૂજ્યશ્રીએ સુચવેલ શુભમુહૂર્તે પ્રયાણ કરતાં ચાતુર્માસ દરમ્યાન સ્વાધ્યાય, વૈયાવચ્ચ સાથે આયંબિલતપની આરાધના કરવાની ભાવના પ્રગટ થવા લાગી અને ચોમાસામાં લગભગ ૬૦ દિવસ આયંબિલની આરાધના થવા પામી હતી. - ચાતુર્માસ બાદ પુનઃ અમદાવાદ આવવાનું થતાં પૂજ્યશ્રીના વંદનાર્થે ગયો ત્યાં કોઇ ભાગ્યશાળીના ગૃહચૈત્યની તૈયારીની વાતો ચાલતી હતી. મને પણ તે બાબતમાં રસ પડ્યો પછી પૂહેમવલ્લભ મ.સા.ની પ્રેરણામાર્ગદર્શનથી પૂજ્યશ્રીના સ્વહસ્તે ગૃહત્ય કરાવવાનો નિર્ણય કર્યો. સં. ૨૦૫૩ મહાસુદ ૧૦ના શુભદિવસે પૂજ્યશ્રીના સ્વ-હસ્તે પ્રતિષ્ઠા નક્કી થઇ તે દિવસે સવારે હૈયામાં હિલોળા લેતાં ભાવ સાથે ગોદાવરીનગર ઉપાશ્રયમાં બિરાજમાન પૂજ્યશ્રીને પ્રતિષ્ઠા કરવા પધારવા સામે લેવા ગયો. વંદનવિધિ પતાવી મારા જીવનના આ મહામૂલા દિવસના આનંદ સાથે પૂજ્યશ્રીનો ફોટો પાડ્યો અને ફલેશ થતાં જ પૂજ્યશ્રીનું મારા તરફ ધ્યાન ગયું પૂજ્યશ્રીએ મને કહી દીધું......... અમે પૂજ્યશ્રીને હકીકત જણાવી, પૂજ્યશ્રીએ લગભગ ૩૦ મિનિટ દેહની નશ્વરતા - શરીરની ક્ષણભંગુરતા વગેરેની વાતો કરી સમજાવ્યું કે મૃત્યુ તો દરેક જીવને આવવાનું જ છે. જો આરાધનામાં મોત આવશે તો સદ્ગતિ થશે! હિંમત હાર્યા વગર સંકલ્પ મજબૂત કરો ! કસોટી આવે પણ જે અડગ રહે તેને દૈવીશકિતની સહાય મળ્યા વગર નથી રહેતી ’’ આમ કહી પૂજ્યશ્રીએ પોતાનો સૂરિમંત્રથી મંત્રિત કરેલ વાસક્ષેપ શ્રાવિકાના મસ્તક ઉપર કરી આયંબિલનું પચ્ચખાણ આપ્યું એક ચમત્કાર થયો હોય તેમ શ્રાવિકાના રોગનું શમન થઇ ગયું અને નિર્વિદને પ00 આયંબિલની પૂર્ણાહુતિ થઇ. અમદાવાદથી સિદ્ધગિરિનો આયંબિલના તપસ્વીઓનો છ'રી પાલિત સંઘ હતો. આ વિશિષ્ટસંઘમાં યાત્રિકો આરાધનાનો આનંદ લૂંટતા હતા. તેમાં રોજ રાત્રે પરમાત્માભક્તિ દરમ્યાન કેટલો સમય થયો તેની ખબર પણ ન રહે ! પરંતુ દિવસના લગભગ ૧૧ કિ.મી. વિહાર કરેલ પૂજ્યશ્રીને વિહારનો શ્રમ લાગ્યો હોવાથી સંથારી જતાં,અમારી ભાવના પૂર્ણ થતાં જ્યારે આરતીમંગળદીવો શરૂ થતાં ત્યારે સાહેબજી લગભગ રોજ જાગી જતાં અને પરમાત્માની આરતી-મંગળદીવા દરમ્યાન બહુમાન સાથે સંથારામાં બેઠાં થઇ જતાં અને પૂર્ણ થતાં ફરી સંથારામાં આરામ કરતાં, કેવો પરમાત્માના અનુષ્ઠાનો પ્રત્યેનો અહોભાવ ! ગિરનારના ચાતુર્માસ દરમ્યાન પૂ. સાધ્વીજી ભગવંતે નવકારવાળી મંત્રિત કરવા આપી હતી તે અવસરે અસ્વસ્થસ્વાથ્યમાં સંથારાવશ અવસ્થામાં પણ પૂજ્યશ્રીએ પોતાના શારીરિક કષ્ટનો વિચાર કર્યા વગર તરત બેઠાં થઇ વાસક્ષેપ દ્વારા નવકારવાળી મંત્રિત કરીને સાધ્વીજી ભગવંતને આપી કેવી પરોપકારની ભાવના! પાડતાં નિષેધ કરતાં જોયા ન હોવાથી મારી ભૂલની કબૂલાત કરી, પૂ. હેમવલ્લભ મ.સા. એ બગડેલી બાજી સંભાળી લેતાં પૂજ્યશ્રી પ્રતિષ્ઠા માટે તૈયાર થયાં અને રંગેચંગે ખુબ ઉલ્લાસભેર તે પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવાયો. પૂજ્યશ્રીની કૃપાથી અમારે સજોડે એકાંતરે ૫૦૦ આયંબિલની આરાધના ચાલતી હતી. એકવાર શ્રાવિન્ને ખાંસી-ઉધરસ-દમ વગેરેની તકલીફ શરૂ થઇ, અનેક ઉપાયો છતાં રોગનું સ્વરુપ વિકરાળ બનતું જણાતું હતું. ડોક્ટર, સ્વજનોનું પારણા માટેનું દબાણ શરૂ થઇ ગયું. HAVESSF only ૧૦૮
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy