SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ | દિવ્ય શક્તિનો સ્વામિ... અનાસક્ત તપસ્વી.... - પ.પૂ. આ. વારિપેરાસુર આદિ. જયવંતા જિનશાસનને ઝગમગતા રાખતા ધન ધન શાસનમંડન મુનિવરા પદને શોભાવતા, સાધિક ત્રણ હજાર ઉપવાસ તથા સાધિક અગ્યાર હજાર મંગલ આયંબિલ તપની દીર્ધતપશ્ચર્યાના સાધક સૂરિપ્રવર, અધ્યાત્મયોગી આ. શ્રી હિમાંશુસૂરિવરની ધર્મસાધનાના આંતરિક અનુભવો અનેક પુણ્યશાળીઓએ અનુભવ્યા હશે. વિ.સં. ૨૦૫૪ વૈશાખ સુદમાં શુભદિને હઠીસિંગની વાડી અમદાવાદ મધ્ય તપસમ્રાટના દર્શન વંદન અને સમાગમનો લાભ પામી ધન્ય બન્યા હતા. પૂજ્યશ્રીના ચરણોમાં બેસીને અનુભવવા મળ્યું કે જેનધર્મનો તપ કેવો ઉત્તમ આરાધ્યો છે એવું લાગે કે જાણે સાક્ષાત્ શાસનદેવી ચકેશ્વરીદેવી અને અંબિકાદેવી એ પુણ્યાત્માના ખભા ઉપર આરૂઢ થઇ નાચતી ન હોય ? સતત નમસ્કાર મહામંત્ર અને પરમેષ્ઠિ પરમાત્માની ભક્તિમાં મગ્ન રહેનારા પૂજ્યોના અસ્તિત્વ અને અમીદ્રષ્ટિથી અનેકવિધ ચમત્કારો સર્જાતા હોય છે. પરંતુ અલિપ્ત એવા આ મહાત્મા પોતાની સિદ્ધપદની સાધનામાં લીન રહેતા. એક શ્રાવક મારી પાસે મનોવ્યથા લઇ આવેલ, ત્યાં બિરાજમાન પૂજ્યશ્રીના વંદન કરવા મેં પ્રેરણા કરી અને તેણે પૂજ્યશ્રીનું ગુરુપૂજન કરી પોતાની મનોવ્યથા વ્યકત કરી પૂજ્યશ્રીના વાસક્ષેપના પ્રભાવે તેની મનોવ્યથા દૂર ભાગી ગઇ અને પૂજ્યશ્રીના આદેશ – પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને શુદ્ધ બારવ્રતધારી શ્રાવકજીવન જીવવાના મનોરથો કર્યા અને કદાપિ નવકારશી પણ નહીં કરનાર આજે નિત્ય બેસાણા-પૂજાપ્રતિક્રમાગાદિ કરનાર આરાધક બન્યા છે. આવા મહાપ્રભાવક પૂજ્યશ્રીનું જીવન સમયસાધનામાં સુસ્ત રહેનારા મહાત્માઓ માટે તથા તપાદિમાં નિરોત્સાહિ રહેનારાઓ માટે દિવાદાંડી સમાન બની ગયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી સંસારીવતન માણેકપુર (ગાંધીનગર-મહુડી હાઇવે) મધ્ય સુવાર્ગગુફાયુક્ત સિદ્ધગિરિની રચનાએ અનેક ભવ્યજીવોના ઉપર કામણ કર્યું છે અને ભક્તિના રંગમાં અનેક પુણ્યાત્માઓ મંગલમોક્ષમાર્ગની મહેફિલમાં મહાલવા લાગ્યા છે. | પ્રાંતે પૂજ્યશ્રી ! સીમંધરસ્વામીના આશિષ મેળવી ભરતક્ષેત્રના કલિયુગના ક્ષમાશ્રમાગોને પવિત્ર આશિષ સદા વર્ષાવતા રહો ! અને સૌને સબુદ્ધિ - સન્મતિનું દાન કરતા રહો એ જ મંગલેચ્છા સહ પ્રાર્થના. | આત્મકમલમાં તપલબ્ધિને જાગૃત કરી ભુવનમાં તિલક સમાન ભદ્રંકર માર્ગની સાધનાથી પુણ્યાનંદ અનુભવતા સૂરીશ્વરને પાંચ પાંડવ મુનિવરોની કોટિ કોટિ વંદના.
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy