SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અનુભૂતિ....... ૫.પૂ.સા.ભાવવર્થનાશ્રીજી जवोदहि तवोदहि संकप्पसायरो चेव । शशीसूरो व हिमांशुसूरीसो उवगारगो ।। ભારતદેશના કિનારે ત્રણ સાગર ઘૂઘવી રહ્યા છે. (૧)અરબીસમુદ્ર (૨) હિન્દમહાસાગર (૩) બંગાળનો અખાત એવી રીતે આચાર્યદેવ શ્રીમદ્ હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના હૈયામાં ત્રણ ત્રણ સાગર હિલોળા લેતા હતા. (૧) જપસાગર, (૨) તપસાગર અને (૩) સંકલ્પનો સાગર ! અનુભૂતિને વર્ણવવા શબ્દો વામણા પડે છે. છતાં પૂજ્યશ્રીની ઉપકારસ્મૃતિ મને પ્રેરે છે. એ હતી સં. ૨૦૪૭ની સાલ. કારતકી પૂનમનો દિવસ....! જુનાગઢ ગામમાં સં. ૨૦૪૬ની સાલનું ચાતુર્માસ પૂજ્યશ્રીની નિશ્રામાં રહેવાનું સદ્ભાગ્ય મળેલું પૂનમે ગિરનારની યાત્રા કરી શ્રી નેમિનાથદાદાની ભક્તિ કરી નીચે આવ્યા. તે વર્ષે રજનીભાઇ દેવડી પોષ વદ ૬ના શ્રી શત્રુંજયના મહાઅભિષેક કરાવવાના હતા. તે નિમિત્તે ચતુર્વિધ સંઘના ઘણા ભાવિકોએ વિવિધ પ્રકારના તપ, અભિગ્રહો કર્યા હતા. મને પણ ભાવના થઇ ૬૮ ઉપવાસ કરવાની પૂજ્યશ્રીને પહેલાં વાત કરી હતી. યોગાનુયોગ યાત્રા કરીને નીચે આવ્યા ને તળેટીના દેરાસરના ઓટલે જ પૂજ્યશ્રી મળ્યા ગિરિરાજ સન્મુખ હું હાથજોડીને ઉભી રહી અને પૂજ્યશ્રીએ પચ્ચક્ખાણ આપ્યું..... ‘સૂરે ઉગ્ગએ વીસભનં ’’ અર્થાત્ ૯ ઉપવાસ મને તો અટ્ટમની જ કલ્પના હતીને પચ્ચક્ખાણ થયું ૯ ઉપવાસનું પણ પૂજ્યશ્રીનાં સ્વમુખે પચ્ચક્ખાણ મળ્યું તેથી આનંદ થઇ ગયો. Education International પૂનમનો દિવસ પસાર થયો. બીજો દિવસ ઉગ્યો ને..... પોરિસિ થતાં થતાં તો ઉલ્ટી શરુ થઇ. ત્રીજે દિવસે વિહાર.... ! ઉલ્ટી ચાલુ ઉપવાસ પણ ચાલુ છતાં પૂજ્યશ્રીના પ્રભાવે વાંધો ન આવ્યો. એમ કરતાં વિહાર સાથે ૭ ઉપવાસ થયા ને અચાનક શ્વાસ ઉપડ્યો. વિહાર, ઉપવાસ, ઉલ્ટીઓ અને શ્વાસ, તેથી હું તો સાવ જ હિમ્મત હારી ગઇ. તે દિવસે લગભગ ફક્ત ૧૦ કિ.મી. નો વિહાર હતો. તેમાં ૬ કિ.મી. તો માંડમાંડ ચાલી પછી કેમે કરીને ચલાય જ નહિ. એક ઝાડ નીચે બેસી ગઇ. મારા ગુરુમહારાજ, ગુરુબહેનો બધા ચિંતિત.... ! ડોળી મંગાવવી જ પડે એવી સ્થિતિ શું કરવું ? પૂજ્યશ્રીની નિશ્રામાં જ રૈવતગિરિથી સિદ્ધગિરિ પદયાત્રા સંઘ હોવાથી પૂજ્ય આચાર્યદેવ પણ એ જ વિહારમાં હતા. તેઓ તો કાયમ સૂર્યોદય પછી બે-અઢી કલાકે વિહાર કરતાં હું બેઠી ત્યારે હજી નવ-સાડા નવ જેવો સમય થયેલો પણ... પૂજ્યશ્રીને કોઇક ટૂંકો રસ્તો બતાવી ગયું એટલે ટૂંક સમયમાં પૂજ્યશ્રી અમારી સન્મુખ આવી ગયા. મારી સ્થિતિ જોઇ. હૃદય કરુણાકૃપાથી ઉભરાઇ ગયું મને વાસક્ષેપ નાંખ્યો ના.... માત્ર..... વાસક્ષેપ જ નહિ.... શક્તિપાત કર્યો અને બોલ્યા ‘‘ચાલો ચલાઇ જશે’’ પૂજ્યશ્રીના વચને પગ ઉપાડ્યો અને ચમત્કાર સર્જાયો. એક ડગલું પગ ભરાય એવું ન હતું તેને બદલે ૪ કિ.મી. ચલાઇ ગયું ખબર પણ ન પડી. આ ક્ષણો મારી પોતાની અનુભૂતિની છે. બીજા પણ ઘણા પ્રસંગો ખ્યાલમાં છે પણ કાગળ-પેનની મર્યાદા હોય છે. એટલે બધું અવતરણ શક્ય નથી. પૂજ્યશ્રીનું સંકલ્પબળ, તપોબળ અને આ બંનેના મૂળમાં રહેલું જપબળ અદ્ભુત હતું. સૂર્યની જેમ આત્મપ્રકાશ પાથરનારા અને ચંદ્રની જેમ વાત્સલ્યામૃત રેલાવનારા પૂજ્યશ્રીના ઉપકારો યાવજીવ સ્મૃતિપથમાં રહેશે. For Private & Personal Use Only www.jetbrary or
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy