SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કેવા નિરાગ્રહી પૂજ્યશ્રી ? કેવું ગીતાર્થપણું ! સમયોચિત ઉત્સર્ગ-અપવાદ માર્ગના સેવન દ્વારા સંયમજીવન ટકાવનારા પૂજ્યશ્રી ! કેવું શાસન પ્રત્યેનું સમર્પિતપણું ! તપ કરે છે પારણું કો, રે ! પોતાનું uિg | Mીખું શાસt માટેનું ! તપ અને પારણા બંને દ્વારા અસ્તિત્વના કાગેકાગનો ઉપયોગ શાસને સેવા માટે જ કરનારા પૂજ્યશ્રી ! ઓપરેશન પછી પાલીતાણા ચોમાસુ રહીને પૂજ્યશ્રીને થોડું ઘણું ચલાતું થયું છતાં સૌના આગ્રહથી પોતે સ્ટ્રેચરમાં બેસીને ગિરનારતીર્થ પધાર્યા. જેના આત્માના પ્રદેશ-પ્રદેશે શ્રીનેમિપ્રભુ વસેલા હતા. હવે શ્રીનેમિપ્રભુના સાંનિધ્યમાં શરીરની તમામ શક્તિનો સદુપયોગ કરીને અર્થાત્ દેહના એક-એક કાગને ગિરનાર સાથે ભેળવી દેવા માટે જ પૂજ્યશ્રી પધાર્યા ન હોય ! તેમ શ્રીસંઘ સહિત પ્રથમવાર ગિરનારની તળેટીમાં શ્રીનેમિપ્રભુની ગોદમાં ચાતુર્માસ કર્મની સામે યુદ્ધ માટે ઝઝુમતા શૂરવીર પૂજ્યશ્રી ! કેન્સરની અસાધ્ય અને અસહ્ય વ્યાધિને પણ પોતાના સંયમજીવનના નિર્મળ પાલન તથા શાસનના અવિરત કાર્યોની વચ્ચે હસતા મુખે સહી લીધી. આવી પરિસ્થિતિમાં માગસર સુદ દશમના ઉપવાસ કર્યો, જો કે પૂજ્યશ્રીને આગળ ઉપવાસ કરવાની ભાવના હતી. પરંતુ શ્રીસંઘના આગ્રહથી માગશર સુદ ૧૧ના પોરસિનું પચ્ચખાણ પાર્યું. તે રાતથી જ વેદનાએ પોતાનું સ્વરૂપ વધુ વિકરાળ બનાવ્યું તે સમયે પૂજ્યશ્રીની જાગૃતિ માટે સહજસિદ્ધ વૈયાવચ્ચગુણી પૂ. હેમવલ્લભવિ.મ.સા., પૂ. નયનરત્નવિ.મ.સા. આદિ ની પળેપળની સમાધિ રખાવવાની કાળજીથી પૂજ્યશ્રી પૂર્ણ સમાધિસ્થ હતા. | અંતે માગસર સુદ ૧૩ના સવારથી નિરંતર દર્શન થયા કરે તેવા ભાવથી પાટને છોડીને પોતાનો સંથારો ગિરનારની સામે ગેલેરીમાં માગસર મહિનાની ઠંડીની વચ્ચે કરાવ્યો. આખી રાત ત્યાં જ ઠંડી સહન કરી ગિરનારની સન્મુખ રહ્યા. ચૌદશનો દિવસ પણ આજ રીતે પસાર કર્યો. સાંજે ચૌદશનું પ્રતિક્રમણ કર્યું. સકળ શ્રીસંઘને તથા વિશ્વના જીવોને ક્ષમાપના કરી જાણે જીવનના તમામ અતિચારોનું પ્રાયશ્ચિત ન કરતા હોય ? તેમ સમજીને અસહ્ય વેદનાની વચ્ચે શરીર પ્રત્યે નિસ્પૃહ તેવા પૂજ્યશ્રીનું ગિરનાર સન્મુખ પ્રતિક્રમણ થયું. વારબાદ, બે હાથ જોડીને ગિરનારની સાખ મુખ રાખી પૂજવાશ્રી શ્રીમિનાથપ્રભુલા પ્યામાં પોતાળી ચેતવાળે મોતpid કરતા ગયા. ૫. હેમવલ્લભવિ.મ.સા. ‘અરિહંત અરિહંત, અરિહંત – નેમિનાથનેમિનાથઅરિહંત, અરિહંત નેમિનાથ’’ની ધૂન ચલાવતા. અતિહર્ષથી હોઠ ફફડાવી આંગળી હલાવી તે ધૂનનાં શબ્દેશબ્દમાં તલ્લીન બનેલાં પૂજ્યશ્રી એ રાત્રીના વિજયમુહર્ત પોતાના દેહને ગિરનારના શરાણે સહજતાથી સમર્પિત કરી દીધો. પૂજ્યશ્રીના દિવ્ય શક્તિથી વાસિત આત્માએ પ્રભુના ચરણોમાં વાસ કર્યો. પરમપદના પથિકની યાત્રા પ્રભુના સાંનિધ્યને પામી. આ મનુષ્યભવના પર્યાયને સાર્થક કરીને દેવત્વના પર્યાયને ધારાગ કરી શાસનને તન-મન સમર્પિત કરનારા હે પૂજ્યશ્રી ! આપના શાસન એકતાના ભાવે સફળ કરી શકીયે તેવું સામર્થ્ય આપો. લોહીના છૉક-tis iદુહો શાસનળી Ísiળે વહાવIII હે પૂજયશ્રી ! ofીપળા જેવી blog૦૩ શાસનક્ષત ||જો ! હૃદયની એક-એક ધડકનને પ્રભુની આજ્ઞાપાલનમાં ગુંજાવનારા હે પૂજ્યશ્રી' અમારા જેવા બાળજીવોને પ્રભુના માર્ગે સ્થિર કરજો ! દુષ્કર ચરાણ તપ, સ્વાધ્યાય અને જાપ દ્વારા મુક્તિને હાથવંત કરનારા હે પૂજ્યશ્રી ! ભવમાં ભટકતાં અમારા જેવા અજ્ઞાની, અવગુણી એવા બાળજીવોને આપના ચરણોમાં સ્થાન આપી મોક્ષ માર્ગ સુધી સાથે રાખજો ! પરમાત્માની અનન્યુકૃપાથી કઠોર સાધનાને આત્મસાત્ કરનારા હે પૂજ્યશ્રી! અબૂઝ, અજ્ઞાની, વિષય કષાયોથી પીડિત, રોગોથી ઘેરાયેલ તથા પ્રભુના માર્ગમાં અટવાયેલા એવા વિવિધ આત્માઓને આપે શરણું આપ્યું. તેથી અમારી વિષયોની આસક્તિ ધટી જતી, કષાયોનો આવેગ ધીમો પડતો રોગીષ્ટ કાયા નિરોગી થતી. આપના સાંનિધ્યને પામતાં જ તપ કરવાના ભાવ જાગતાં, અગણિત મિથ્યાષ્ટિ આત્માઓને પ્રભુના શાસનનો આદર્શ આપીને આત્મતત્ત્વને ઓળખાવીને બોધિબીજને આપતાં મુમુક્ષુઓને સંયમમાં આવતા અનેક પ્રકારના વિનોનો ઉકેલ લાવી, સંયમનો માર્ગ સરળ બનાવતાં, જિનશાસન સંબંધી વિવિધ પ્રશ્નોનું ગીતાર્થ દષ્ટિએ માર્ગદર્શન આપતાં. શ્રીસંઘોના વિકટ પ્રશ્નોને સહજતાથી સમ્યગૂ ઉકેલ આપતાં ! કરાણાદષ્ટિએ વાત્સલ્ય વરસાવતાં એવા હે કાગાવત્સલ પૂજ્યશ્રી ! આપશ્રીજીને શું કહું ? અગણિત ઉપકારો યાદ આવતાં હૈયું ભરાઇ જાય | ચાતુર્માસમાં તબિયત બગડતાં ડોક્ટરના નિદાન અનુસાર કેન્સરની શક્યતા લાગી. શ્રી સંધને જાણ થતાં ખૂબ ગ્લાનિ અનુભવી અને તેમાંથી પૂરશ્રીને ઉગારવા વિવિધ ઉપચાર કરવા કટિબદ્ધ બન્યા, પરંતુ પૂજ્યશ્રી દવા માટે ઉપેક્ષિત રહ્યા. અંતે શ્રીસંધના આગેવાનોએ પેઇન કીલરના ઇંજેકશન દ્વારા સામાન્ય ઉપચાર કરવા માટે વિનંતી કરી ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે ‘‘આ દેહ હવે ટકવાનો નથી તો તેને ટકાવવા માટેનો ઔષધોપચાર કરવો ઉચિત નથી તો શા માટે દવા લેવી ?? તે ભાવનાથી દવા ન લેવા માટે છેલ્લા સમય સુધી દઢ રહ્યા. e સંયમજીવનની પ્રાપ્તિ પછી અહર્નિશ ઉગ્ર અને ઘોરતપ દ્વારા તથા કઠોર ચારિત્રના પાલન દ્વારા દેહની મમતાને તોડતા જ રહેલા પૂજ્યશ્રી ! ભલે ! આપે ઔદારિક દેહે વિદાય લીધી પરંતુ સૂક્ષ્મ દેહે સતત સાથે રહીને અમોને અધ્યાત્મ માર્ગે આગળ વધારી મોક્ષ માર્ગ સુધી સાથે રાખશોજી. આપના ચરણોમાં વંદના. 20
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy