SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ WAY VA શિષ્યો-આશ્રિતો માટે પૂજ્યશ્રી બહુ 555 હતા. કોઇપણ મુમુક્ષુ એમની સાથે રહેવા આવે એટલે આયંબિલ કરીને જ સાથે રહેવાની શરત મુકતા એ પણ અપ્રમત અભ્યાસાદિ આરાધના સાથે! મુમુક્ષુ તો વાત સાંભળતાં જ ઠરી જાય. શિષ્યની લાલસા હોય તો લાડ લડાવે ને ! પેલા મુમુક્ષુ બે-ચાર દિવસમાં જ બીજા ગુરુ શોઘી લે, એનો એમને રંજ નહિ. એમની સેવામાં પણ પૂરા સહનશીલ મુનિ હોય, તે જ ટકી શકે. જો કે મારી સાથે એમનો જોરદાર ઋણાનુબંધ હતો. હું જ્યારે પણ સાથે રહ્યો ત્યારે ફુલની જેમ મને સાચવતા વૈચારિક ચર્ચામાં મારી વાત કે સલાહ મોટે ભાગે સ્વીકારી લેતા, કયારેક એમની સૂચના કરતાં વિપરીત કરી નાખું તો ઓછું ન આણતા, એટલો પ્રેમ અને કૃપા એમની મારા ઉપર હતી. એમની વિદાયથી શ્રમણ સંઘને આધારસ્તંભ સમાન મહાન આરાધકની ખોટ પડી જ છે, પણ મેં તો મારા દાદાગુરુદેવ પછી મને વાત્સલ્યથી ભીંજવનાર, બળ આપનાર, આત્મીય, વડીલ, કલ્યાણમિત્ર ગુમાવ્યા છે જે ખોટ પૂરાય એવી નથી. મારા દાદાગુરુદેવ અને પૂ. હિમાંશુસૂરિ મ. બંને ઉપર ગિરનારના નેમનાથદાદા અને મોટા દાદાગુરુ પૂ. દાનસૂરિ મ. ની અસીમ કૃપા રહી છે. બંનેના આધ્યાત્મિક શ્રાતનું મૂળ આ બંને ને દેવગુરુની કૃપા જ હતી. બંનેની સાધનાસ્થલી સહસાવન ! બંનેએ આજીવન ડોળીનો પણ ઉપયોગ ન કર્યો. બંને પરમગુરુદેવ પ્રેમસૂરિ મ.ના પરમવિશ્વાસપાત્ર ! આ પણ એક સંયોગ જ ને ! જીવનનો સંકેલો કરતાં પહેલા પૂ. હિમાંશુસૂરિ મહારાજાએ પોતાના શિષ્ય તથા પ્રાણપ્યારા તીર્થ ગિરનારની વ્યવસ્થાનો હવાલો મારા દાદાગુરુદેવ પૂ. પંન્યાસપ્રવરશ્રી મહંકરવિ મ.સા.ના પરિવારને સોંપ્યો તે પણ સાંકેતિક યોગ છે ને ? મહાન શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી રામચંદ્રસૂરિ મ.ના શિષ્યો બંને ગુરુભ્રાતાઓ - મારા દાદાગુરુદેવ અને મહાતપસ્વી હિમાંશુસૂરિ મ. નો દેવાત્મા પોતાના આધ્યાત્મિક બળથી સમસ્ત શ્રમણ સંઘના અમ્યુદય અને સમાધિમાં નિમિત બને એ જ છેલ્લી પ્રાર્થના.....! શી પ્રાર્થના
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy