SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજી ઓળી દરમ્યાન લાવણ્ય સોસાયટીમાં રહી ચૈત્ર વદ ૬ બાદ પંકજ સોસાયટી પધાર્યા હતા... પૂજ્યશ્રીની નિશ્રામાં વાસણા-નવકાર ફલેટ પાસેના નૂતન જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવનો ચૈત્ર વદ-૧૩ના પ્રારંભ થયો. આગલી રાત્રે તબિયત બગડી હોવાથી ડોકટર હાઉસ લઈ જવાયેલા ૫.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજી ત્યાં કાળધર્મ પામ્યા હતા... વાસણા મધ્યે મહોત્સવ મંડાઈ ચૂક્યો હોવાથી વૈશાખ સુદ-૬ના દિવસે અંજનશલાકા-પ્રતિષ્ઠાનો પ્રસંગ થયો... વૈશાખ વદ-૪ના શૈફાલીમાં પ્રતિષ્ટા થઈ. ચાતુર્માસ વાસણા થયું. વિ. સં. ૨૦૫૦: ચાતુર્માસ દરમ્યાન વિજયનગરમાં પં. મણિરત્નવિજયજી મહારાજ સાહેબને એટેકના સમાચારના કારણે ચાતુર્માસની પૂર્ણાહુતિ થતા વિજયનગર જવા માટે વિહાર કર્યો... સંધ્યા સમયે અંકુર સોસાયટી પહોંચી રાત્રિ રોકાણ કરી સવારે વિજયનગર પહોંચવાની ભાવના હતી... પરંતુ અંકુર સોસાયટીમાં દેરાસરના દર્શન કર્યા ત્યાં ખબર પડી કે ઉપાશ્રયમાં તો સાધ્વીજી ભગવંત બિરાજમાન છે, તેથી પૂજ્યશ્રીએ વિજયનગર પહોંચવાનો નિર્ણય કર્યો..., કાર્યકર્તાઓએ ઉપરના ઉપાશ્રયમાં સ્થિરતા કરવા માટે ખૂબ વિનંતી કરી... પરંતુ સંયમમાં ચુસ્ત એવા આ મહાપુરુષ શાના તૈયાર થાય ! તે એકના બે ન થયા... વિહાર કરી વિજયનગર પહોંચ્યા ત્યાં ગ્લાન મહાત્માની સાથે એક માસ રહી આ ઉંમરે પણ તેમને સહાયક થવાના પ્રયત્નો કર્યા... થોડો સમય અમદાવાદમાં વિચરણ કરી પુનઃ વાસણા પધાર્યા... વૈશાખ સુદમાં મૃદંગ સોસાયટીમાં આજુબાજુના નવા પ્રભુજીની પ્રતિષ્ઠા કરી... ચાતુર્માસ વાસણા નજીકના શૈફાલી ફલેટમાં કર્યું... Jain Education International પ.પૂ.આ. નરરત્ન સૂ મ. સા ચાતુર્માસ દરમ્યાન ૮૮ વર્ષની ઉંમરે યુવાનને શરમાવે તેમ સ્વયં ‘શ્રાદ્ધગુણવિવરણ’ અને ‘જૈન રામાયણ’ ઉપર ચિંતનીય વ્યાખ્યાન કરતા હતા... વિ. સં. ૨૦૫૧: ચાતુર્માસના અંત સમયે પ.પૂ.આ. નરરત્ન સૂ. મ. સા નું સ્વાસ્થ્ય અનુકૂળ રહેતું ન હતું... મેલેરીયાના તાવને કારણે અશક્તિ આદિ વિશેષ હતા... થોડા દિવસમાં પુનઃ સ્વસ્થતા આવી ગઈ પરંતુ બેસતા વર્ષના દિવસે માંગલિક સંભળાવવા મૃદંગ સોસાયટી ગયા હતા ત્યાં એકદમ તબિયત બગડી... ડોકટરી તપાસો થઈ... ઉપચાર શરૂ થયા પરંતુ તકલીફ વધતી જતી હોવાથી કારતક સુદ પાંચમના દિવસે સોનોગ્રાફી કરાવતાં હોજરીમાં ગાંઠ હોવાનું નિદાન થયું... સૌ ચિંતિત બન્યા...કારતક સુદ તેરસના દિવસે કર્ણાવતી હોસ્પીટલમાં દાખલ કરાયા... મુનિ હેમવલ્લભવિજયજી સેવામાં હાજર રહ્યા... કારતક સુદ ચોમાસી ચૌદશના સવારે બાયોપ્સી કરવામાં આવી... પૂ. આ. ભદ્રંકર સૂ.મ.સા. ચાતુર્માસ બિરાજમાન હતા ત્યાં જૈન સોસાયટીમાં તેઓશ્રીને સાંજે લાવ્યા... સવારે પુનઃ શેફાલી લાવ્યા... થોડા દિવસ સ્થિરતા કરી પુનઃ વાસણા પધાર્યા.. For Private & Personal Use On ૩૪ www.nemy.om
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy