SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંસ્કારનું સિંચનઃ જન્મોજનમના ભવભ્રમણમાં (પૂર્વભવોમાં) ધર્મસંસ્કારનું બીજારોપણ થયેલું હોઈ બાલ્યાવસ્થાથી જ તે બાળકની દરેક પ્રવૃત્તિ સંસ્કરણની સુવાસથી મહેંકી ઉઠતી હતી.. શૈશવકાળથી જ વડીલો દ્વારા પ્રભુદર્શન, પૂજન, સેવાભક્તિના સંસ્કારોનું સિંચન થવાથી ધર્મ આરાધનાનો છોડ ઠીક ઠીક પાંગર્યો હતો...હૈયામાં એક જ વાત ઘર કરી ગઈ હતી કે धम्मो बंधु सुमित्तोय, धम्मो य परमो गुरु । મુવમળ-પયટ્ટાાં, ધમ્મો પરમસંતળો । -વૈરાગ્યશતક 11 (ધર્મ એ આપણો બંધુ છે, સારો મિત્ર છે, અરે ! શ્રેષ્ઠ ગુરુ છે અને મોક્ષમાર્ગ ઉપર ચાલનારાઓ માટે ઉત્તમ રથ છે.) दुर्गतौ प्रपतत्प्राणिनं धारयति इति धर्मः । (દુર્ગતિમાં પડતાં જીવને જે પડવા ન દે અને ધારણ કરી રાખે અર્થાત્ પકડી રાખે તે ધર્મ.) धारणाद् धर्ममित्याहु: धर्मेण विधृता प्रजा । ય: સ્થાત્ ધારાસંયુક્ત: સ ધર્મ કૃતિ નિશ્ર્વિતઃ ॥ (શાંતિપર્વમહાભારત) (જે સૌને ધારણ કરે છે તે ધર્મ કહેવામાં આવે છે. ધર્મ વડે પ્રજા ધારણ કરાયેલ છે તેથી જ જે ધારણયુક્ત હોય તે જ ધર્મ છે.) હીરાના પ્રારંભિક ધાર્મિક અભ્યાસના ઉછેરમાં ગામના મફતલાલભાઈનો પણ યત્કિંચિત્ ફાળો હતો.. માણેકપુર ગામમાં ચૌદશ આદિ પર્વતિથિના દિવસે જ્યારે કોઈ સાધુ ભગવંતનો યોગ ન મળે ત્યારે માત્ર સાત વર્ષની બાળવયે આ હીરાભાઈ પૌષધની આરાધના કરવા ચાલીને બાજુમાં સાત કિલોમીટર દૂર રહેલા લોદ્રા ગામમાં જતા હતા... પાંચમા ધોરણ સુધી માણેકપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ૧૧ વર્ષની ઉંમરે લગભગ ૫ કી.મી. દૂર આવેલા માણસા ગામમાં નિત્ય પગપાળા ચાલીને પ્રથમ અંગ્રેજીનો અભ્યાસ કરવા સાથે ભાવિમાં કઠોર જીવન જીવવાનો પણ અભ્યાસ કરવા લાગ્યા... બાળપણથી જ ધાર્મિક સંસ્કરણના સિંચનના કારણે પ્રતિક્રમણ કરવા ગામના ઉપાશ્રયમાં જતા.. તીવ્ર-ધારણા શક્તિના પ્રભાવે પ્રતિક્રમણ દરમ્યાન થયેલા સૂત્રના શ્રવણમાત્રથી તેર વર્ષની કુમારાવસ્થામાં વિશેષ અભ્યાસ કર્યા વગર જ બે પ્રતિક્રમણના સૂત્રો મુખપાઠ થઈ ગયા અને સાધુ ભગવંતની અનુપસ્થિતિમાં પોતે સ્વતંત્રપણે પ્રતિક્રમણ ભણાવતાં થઈ ગયા... दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, समानसे मे रमतामजस्रम् ॥ (ધર્મભાવના- શાંતસુધારસ) (સકળ વિશ્વના હિત અને કલ્યાણ માટે જિનેશ્વરભગવંતોએ દાન-શીલતપ અને ભાવ એ રીતે ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્મનું મારા મનમાં સદાને માટે નિરંતર સ્થાન રહો.) भवजलहिम्मि अपारे दुलहं मणुयत्तणं पि जंतूणं । તત્વવિઞળત્યદરાં, વુદ્દે સમ્મવયાં ધર્મરત્નપ્રકરણ (જેનો પાર નથી પામી શકાતો એવો અપાર આ ભવસાગર છે, જગતના જીવો માટે મનુષ્ય જન્મ પણ દુર્લભ છે, એમાં પણ અનર્થોનો નાશ કરનાર એવું સદ્ધર્મરૂપી શ્રેષ્ઠ રત્ન મળવું તો અતિ દુર્લભ છે.) अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहिणो । વેદે નફ વિદપ્પડું ધમ્મો તા િનપત્નત વૈરાગ્યશતક (અસ્થિર, મલિન અને પરાધીન એવા આ શરીર વડે સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવા ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે, તે શું ઓછું છે ? પર્યાપ્ત નથી?)
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy