SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ દેવી, પદ્માવતી દેવી, ચક્રેશ્વરી દેવી તથા અંબિકાદેવીની જેસલમેરના પીળા પાષાણની પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવેલ છે. સાથે સાથે જૈનશાસનના પ્રભુ મહાવીરના શાસનના પ્રતિષ્ઠિત શ્રાવકોની પ્રતિમાજીઓ પણ બિરાજમાન કરવામાં આવેલ છે.. આ આરાધનાખંડમાં પ્રભુ મહાવીરના જીવનચરિત્ર, પ્રભુના શાસનના પ્રભાવક ૨૭ સાધુ ભગવંત, ૨૭ સાધ્વી જીભગવંત, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાની પ્રતિકૃતિઓ લેમીનેશન કરી દર્શનાર્થે મૂકવામાં આવેલ છે. સાથે જૈન તત્ત્વજ્ઞાનને લગતાં કેટલાક ચિત્રો તથા વિવિધ ભાષામાં તૈયાર થયેલ શ્રી નમસ્કાર મહામંત્રની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવેલ છે. આ જિનાલયની ફરતે ઝરૂખામાં મોઝેક ટાઈલ્સમાં પરમાત્મા મહાવીરના જીવનચરિત્રના સાત પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે. પરમાત્માની આજ્ઞાને શિરોમાન્ય કરવાનું સૂચન કરતાં ‘તિલક' કરવાના સ્થાને જ્યારે શ્રાવકવર્ગ પોતાના કપાળે તિલક કરે ત્યારે પર્ણમાં નજર ઊંચી કરતાં મૂળનાયક પરમાત્માના અદ્ભુત દર્શન થાય તે વખતે જિનાજ્ઞા શિરોમાન્ય કરી રહ્યા છીએ તેવા ભાવ પ્રગટ થાય તેવી દર્પણની વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવેલ છે. આવી અનેક કલાકૃતિ-વિવિધતા સભર આ જિનાલયનું નિર્માણ થયેલ છે. (૩) શ્રી સુધર્માસ્વામી ગ્લાન-વૃદ્ધ આરાધનાધામ: ‘નો જિલ્લા દસેવ સો માં સેવ'' એટલે ‘જે ગ્લાન(બિમાર)ની સેવા કરે છે તે મારી સેવા કરે છે.” જિનેશ્વર પ્રભુના આ વચનને લક્ષમાં રાખી શ્રી સુધર્માસ્વામી ભગવંતના વંશમાં આવેલા પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોના સંયમજીવનની ઢળતી સંધ્યાએ જ્યારે તેઓશ્રી ગ્લાન-વૃદ્ધાવસ્થાના કારણે વિહાર કરવા અસમર્થ હોય ત્યારે તેઓને સમાધિપૂર્વક સંયમારાધના થઈ શકે તે માટે આ આરાધનાધામનું નિર્માણ થયેલ છે, જેમાં હાલ અનેક ગ્લાન-વૃદ્ધ સાધ્વીજી ભગવંતો સંયમજીવનની આરાધના સમાધિપૂર્વક કરી રહ્યા છે. અહીં પૂજ્યોની સમાધિપૂર્વક આરાધના માટે આવશ્યક વૈયાવચ્ચની વ્યવસ્થા કરવામાં આવેલ છે. | (૪) શ્રી અષ્ટાપદ સ્થાપત્ય તીર્થ: યુગાદિદેવશ્રી ઋષભદેવ (આદિનાથ) પરમાત્માનું નિર્વાણ જે પાવનભૂમિએ થયેલ તે કલ્યાણક ભૂમિ ઉપર પરમાત્માના સંસારી જ્યેષ્ઠપુત્ર મહારાજા ભરત ચક્રવર્તી દ્વારા સિંહનિષદ્યા નામના અત્યંત દેદીપ્યમાન જિનપ્રાસાદનું નિર્માણ કરાયું હતું જેમાં વર્તમાન ચોવીસીના તીર્થંકર પરમાત્માના સ્વ-સ્વ વર્ણ, દેહ પ્રમાણવાળી, રાજવર્તરત્ન, રત્નોની પ્રતિમાઓ ભરાવવામાં આવી હતી. સાથે સાથે
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy