SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ અનંત સુખની યાત્રાના આગામી મુકામ ભણી પગરવ માંડી ચૂક્યા... સમસ્ત જૈનસંઘના પંચમહાવ્રતધારી પૂજ્યોના આદ્યપુરુષ આસન્નોપકારી શ્રી સુધર્માસ્વામી ભગવંતના અનંતોપકારની અંશાત્મક ઋણમુક્તિની પ. પૂ. આ. નરરત્નસૂરિ મહારાજ સાહેબની અધૂરી રહેલી ભાવનાને સાકાર કરવા તેઓશ્રીના સંસારી પિતાશ્રી સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વીસમ્રાટ પ. પૂ. આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી રાજનગર (અમદાવાદ)-વાસણા મધ્યે પ. પૂ. આ. નરરત્ન સૂ. સ્મારક ટ્રસ્ટનું સ્થાપન થયું જેના દ્વારા શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનના ચતુર્વિધસંઘની સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યચારિત્રની આરાધનાર્થે નીચે મુજબ વિવિધઆયોજન સભર એક વિશાળ સંકુલનું સર્જન થવા પામેલ છે. જેનો શ્રેય પૂજ્યપાદશ્રી ના લઘુબંધુ શ્રી રસસિકભાઈ ફૂલચંદભાઈ શાહને જાય છે. જેઓ શ્રીએ પૂજયપાદશ્રીની અંતર ઇચ્છા પૂર્ણ કરવા કોઈપણ સંકલ્પ-વિકલ્પ કર્યા વિના એકાવનલાખનું પોતાનું યોગદાન કરી પૂ. આ.શ્રી હિમાંશુ સૂ.મ.સાની અસીમકૃપાને પ્રાપ્ત કરીને આરાધાની ગગનચૂંબી ઇમારતના પાયા બનાવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કર્યું (૧) આ. નરરત્નસૂરિ, સ્મૃતિમંદિર : વિનય, નમ્રતા, મૃદુતા, ઉદારતા, સહિષ્ણુતા, સૌમ્યતા, આબાલવૃદ્ધ ભક્તિ વૈયાવચ્ચમાં તત્પરતા, અવિહડ પરમાત્મભક્તિ, પાપભીરુતા, જિનાજ્ઞાબહુમાન, ત્યાગ, વૈરાગ્ય, લઘુતા આદિ અનેક ગુણોથી યુક્ત એવા પ.પૂ.આ. નરરત્નસૂરિ મહારાજ સાહેબ સં. ૨૦૫૧ ફાગણ વદ અમાસના સવારે ૮.૪૨ કલાકે અનેક આચાર્યો-સાધુ-સાધ્વીજી ભગવંતો સમેત ચતુર્વિધસંઘની સાથે સ્વયં પણ શ્રી નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં કરતાં અદ્ભુત સમાધિ સાથે પંડિતમરણ પામ્યા હતા. ચૈત્ર સુદ-૧ના દિવસે સ્વર્ગસ્થ આ. નરરત્નસૂરિ મહારાજ સાહેબના પાર્થિવદેહની અગ્નિસંસ્કારવિધિ વાસણા મધ્યેના આ સંકુલમાં કરવામાં આવી હતી. સ્વ. પૂજ્યશ્રીના ગુણદેહને સદાકાળ માટે જીવંત અને જવલંત રાખવા માટે આ અગ્નિસંસ્કારભૂમિ ઉપર એક નયનરમ્ય અષ્ટકોણ ‘આ. નરરત્નસૂરિ સ્મૃતિમંદિર’નામનું ગુરુમંદિર નિર્માણ પામેલ છે જેમાં સ્વ. પૂજ્યશ્રીની પંચધાતુની પ્રતિમાજી પધરાવવામાં આવેલ છે તથા અગ્નિસંસ્કાર સ્થાને એક સ્તૂપ ઉપર સ્વ. પૂજ્યશ્રીની ચરણપાદુકા પધરાવવામાં આવેલ છે. સાથે સાથે સ્વ. પ.પૂ.આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ, સ્વ. પ.પૂ.આ. જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને સ્વ. પ.પૂ.આ. ૧૫૧
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy