SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સાહેબજી! નવું ઘર લીધું છે તેમાં રહેવા જવાનું છે તો આપનો વાસક્ષેપ આપોને.'' પૂજયશ્રીએ જરાપણ સંકોચ કે ક્ષોભ વગર સ્પષ્ટ જણાવી દીધું કે ‘‘ ઘરમાં પ્રવેશ કર્યા બાદ તમારા દરેક આરંભ-સમારંભ આદિ પાપવ્યાપારનાં દોષનો ટોપલો અમારે માથે નાખવો છે?'' અને વાસક્ષેપ આપવા નિષેધ કરી દીધો. હેમચન્દ્ર સ્ ,પં. કુલચંદ્ર ગણિ આદિ ૨૨ ઠાણા સાથે ચાતુર્માસિ બિરાજમાન હતા... બહેનો માટે આરાધનાના મોટા સ્થાનના અભાવથી પર્યુષણ દરમ્યાન બહેનોએ પ્રતિક્રમણ માટે સાધના ઉપાશ્રયના ઉપરનાં હોલમાં પ્રતિક્રમણ કરવાનું અનિવાર્ય બનવાથી પૂજયશ્રીએ પ્રથમ તો ત્યાં આરાધના કરવાનો નિષેધ કર્યો પરંતુ અન્ય સ્થાનના અભાવથી જયારે શ્રાવકોએ ખુબ આજીજી ભરી વિનંતી કરી ત્યારે સ્પષ્ટ જણાવી દીધું કે બહેનોને ઉપર જવા માટેનો રસ્તો બારોબાર જુદો થાય અને નીચેના ઉપાશ્રયમાં બેઠેલા કોઇની દ્રષ્ટિપણ જતાંઆવતાં બહેનો ઉપર ન પડે તે રીતે વ્યવસ્થા થાય તો જ બહેનો ઉપરના હોલમાં આરાધના કરવા માટે આવી શકશે અને ખરેખરા ટ્રસ્ટીઓ દ્વારા વચ્ચે દિવાલ કરાવીને જવા-આવવાની અલાયદી વ્યવસ્થા થઇ ત્યારે પૂજ્યશ્રીએ બહેનોને ઉપર આરાધના કરવા માટે સંમતિ આપી. જેવી શાણપુetતા! કેવી બહાપર્યની વાળાના પાનમાં પુaridi.! શિયાળાની ઢળતી સંધ્યાનો સમય હતો-પૂજયશ્રીના અંગત-સંબંધી કોઇ બહેન દર્શન-વંદનાર્થે આવ્યા હતા. પૂજયશ્રી કેટલાક શ્રાવક ભાઇઓ સાથે વાતચીતમાં વ્યસ્ત હતા અને સુર્યાસ્ત થઇ ગયો કે તરત જ પૂજયશ્રી તે ઉપાશ્રય ખાલી કરવા અંગે સુચન કર્યું ત્યારે બહેન કહે કે ‘‘સાહેબજી! હું ક્યારની આવી છું આપની સાથે વાતચીત પણ થઇ શકી નથી અને મારે કાલે સવારે તો પ્લેનની ટીકીટ છે પછી હું કેટલા વર્ષે પાછી આવી શકીશ? કોને ખબર છે? જે ખાસ કાયથિ આવી છું તે તો હજુઆપને જણાવવાનું જ બાકી છે ?' એ અવસરે પૂજયશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ‘‘સુર્યાસ્ત થઇ ગયો છે હવે તમારાથી અહીં બેસી નહીં શકાય!” કેવી લહાયર્યપાવનની/પરમાત્માની શાશાની કરતા! કેવી સંયમ જાગૃતિ! - મધ્યાહ્નકાળ થઇ ચૂકયો હતો ત્યારે ગામના લોકો પણ પોતાના બપોરના ભોજનથી પરવાર્યા હોય એવા સમયે મજબૂત બાધાનાં, તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતાં એક સાધુ ભગવંત ન જાણે ક્યાંથી આવે? અને થોડીવારમાં ક્યારે? ક્યાં? અદ્રશ્ય થઇ જાય તેની ખબર પણ ન પડે! તપાસ કરતાં ખબર પડી કે આ મહાત્મા પાલીતાણામાં બિરાજમાન છે દાદાની યાત્રા કરી ઘટીપગલાં થઇ નિર્દોષ ભિક્ષાચર્યા માટે ઘેટી ગામમાં પધારે છે અને શુધ્ધ ગવેષણ પૂર્વક ગોચરી. લઇ પાછા આદિપુર ગામમાં જઇ ગોચરી વાપરી પુનઃદાદાની યાત્રા કરી પાલીતાણા પાછા ચાલ્યા જાય છે તે મહાત્મા એટલે જપ.પૂ.આ.હિમાંશુસૂરિા પૂજયશ્રીના આ નિત્યક્રમને જાણી ગામમાં ઘરે ઘરે આયંબિલને પ્રાયોગ્ય ગોચરી બનવા લાગી પૂજયશ્રીને હકીકતની ગંધ આવી ગઇ, એક પછી એક વેર જતાં આ ગરબડ ગોટાળાની સ્થિતિ પામી ગયા એટલે સાત્વિકતાપૂર્વક તે ગોચરીનો ત્યાગ કરી પૂજયશ્રીએ અજૈનોના ઘેર જઇ પોતાની ગોચરી પૂર્ણ કરી ત્યારે ગામમાં લોકો પોતાનો લાભ ગુમાવ્યાની લાગણી અનુભવવા લાગતાં પૂજયશ્રીના પ્રભાવે ગામના શ્રાવકોના ઘરે ઘરમાં આયંબિલ તપની આરાધનાનો આરંભ થઇ ગયો અને અનેક લોકો સહજ આયંબિલની આરાધનાના માર્ગે આગળ વધ્યા.... જાયાસ એ પ્રથમ ઉપદેશછે તે મહાપુરૂષોના વમનનો અનુભવ થયો. સંયમમાં યુtતા એકવાર પૂજયશ્રીના નજીકના સંબંધી આવ્યા પૂજયશ્રીને કહે “ સંયમની જાગૃતિ
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy