SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ખાવો-પીવો ને મોજ કરો ના કાળઝાળ કલિકાળ મધ્યે ભરતક્ષેત્રની ભોમકા ઉપર ભૂલા પડેલા વર્તમાનકાલીન ધન્ના અણગારની બાહ્યાચંતર તપારાધના સમેત અલૌકિક સંયમસાધનાની અજબગજબની વાતો હૂંડા અવસર્પિણી કાળ, પાંચમો આરો, છેવ સંઘયણ આદિ અનેક વિષમ પરિબળો વચ્ચે પણ કલિકાળમાં ધન્ના અણગારની આરાધના-સાધનાના અતિ-અતિ અલ્પાંશ તુલ્ય પ.પૂ. આ. હિમાંશુ સૂરીશ્વરજી મહારાજ સાહેબની આરાધના માટે દાદા ગુરુદેવશ્રી પ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ કહેતાં કે ‘‘જો ક્ષપકશ્રેણીનો કાળ હોત તો હિમાંશુવિજય ક્ષપકશ્રેણી માંડી અવશ્ય કેવળજ્ઞાન પામી જાય એવો ઉગ્ર કોટીનો તપ કરે છે.’’ અરે ! ગુરુદેવશ્રી પ. પૂ. આ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ વિ. સં. ૨૦૩૬ના વર્ષમાન પ્લોટ જૈન સંઘ-રાજકોટ ચાતુર્માસના પ્રવેશદિને માંગિલક વ્યાખ્યાન અવસરે પાટ ઉપર પોતાની એક બાજુ આ. હિમાંશુસૂરિ અને બીજી બાજુ આ. નરરત્નસૂરિને બેસાડીને જાહેરમાં કહેતાં હતા કે, “ આ હિમાંશુવિજય અને નરરત્નવિજય તો મારા સમુદાયની બે આંખો છે.' બાહ્ય તપારાધના • પ્રાયઃ વિ. સં. ૧૯૭૬માં લગભગ સોળ વર્ષની કિશોરવયમાં તપશ્ચર્યા કરવાની તાલાવેલી જાગતાં માણેકપુર ગામમાં આયંબિલ કરવાનો વિચાર કર્યો, પરંતુ ગામડા ગામમાં આયંબિલની કોઈ સુવિધાના અભાવથી તથા શૈશવકાળથી જ સદા સંતોષવૃત્તિના સ્વભાવવાળા હતા તેથી ભાવિ જીવનમાં સાધિક ૩૦૦૦ ઉપવાસ અને ૧૧૫૦૦ આયંબિલ આદિ સાથે ઘોરાતિઘોર તપશ્ચર્યા કરીને शरीरेणैव युध्यन्ते, दीक्षा परिणतौ बुधाः । दुर्लभं वैरिणं प्राप्य, व्यावृत्ता बाह्ययुद्धतः ॥ પૂ. મહોપાધ્યાય યશોવિજય મહારાજના બત્રીસ બસીત્રીની દીક્ષા બત્રીસીમાં કરેલા આ વર્ણન મુજબ રણમેદાનમાં ઉતરી શરીર વડે મોહરાજાના સૈન્ય સામે ખૂંખાર યુદ્ધ ખેલવા માટે શંખનાદ ન કરતાં હોય! તેમ જીવનનું સર્વ પ્રથમ આયંબિલ ઘરમાં રહેલા અક્ષત (ચોખા)ના તપથી સંયમની શુદ્ધિ થાય. કાચા દાણાને શેકીને માત્ર તે અક્ષતના અલ્પ દાણા અને ઉકાળેલું પાણી વાપરીને ભાવિમાં પોતાના આત્માની અક્ષતપદની શીઘ્ર પ્રાપ્તિનું બીજારોપણ કર્યું. • વિ. સં. ૧૯૭૯માં વ્યવસાયાર્થે મુંબઈ ગયા હતા ત્યારે ત્યાં પણ આયંબિલ કરવાની ભાવના થઈ. પરંતુ મુંબઈમાં નવા નવા આવ્યા હોવાથી ક્યાં જવું ? અને કોને પૂછવું ? એવા ક્ષોભ અને સંકોચના કારણે બજારમાંથી મુઠ્ઠીભર શેકેલા ચણા વેચાતા લઈને ઉકાળેલા પાણી સાથે વાપરીને ભાવિમાં અધ્યાત્મના ઉત્તુંગ શિખરને સર કરવા તપોગિરિના દ્વિતીય સોપાન ઉપર આરોહણ કર્યું હતું. • વિ. સં. ૧૯૯૩ની સાલમાં મહારાષ્ટ્ર-પુના (કેમ્પ) ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો ત્યારથી વિહાર કર્યો ત્યાં સુધીની સ્થિરતા દરમ્યાન શ્રેણીતપ તથા વીસસ્થાનક તપમાં અરિહંતપદના ૨૦ ઉપવાસ કરવાના હોય તેને બદલે વીસ વખત ૨૦ ઉપવાસ કર્યા હતા તેમાંની એક વીસી કરીને માત્ર ૧૯ દિવસના પારણા સાથે ૧૩૫ દિવસમાં કુલ ૧૧૬ ઉપવાસ કર્યા. • એકવાર ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રા કરી રહ્યા હતા અને ૫૯ યાત્રા થઈ ત્યારે ભાવના થતાં શ્રી બાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુના સાંનિધ્યમાં ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ કર્યા અને ૧૦ દિવસમાં ૯૯ યાત્રાની શેષ ૪૦ જાત્રા પૂર્ણ કરીને અગ્યારમા ઉપવાસે રૈવતગિરિથી વિહારનો પ્રારંભ કરીને અનંતાત્માને સિદ્ધિપદનું દાન કરનાર સિદ્ધગિરિ મહાતીર્થમાં પધાર્યા અને ત્યાં માસક્ષમણ પૂર્ણ કરી ૩૧ મા દિવસે શ્રી આદિનાથ દાદાને ભેટવા ગયા ત્યારે દાદાની ભક્તિમાં લીન થઈ અંતે તપથી નિજદેહની નિઃ સ્પૃહતા થાય. ૧૧૩
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy