SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ O O O OOO OzxOy, O પૂજ્યશ્રી થાણામથનાફોતી .....આજે સવારે દેરાસર દર્શન કરીને ઉતરતાં સમાચાર મળ્યા કે તપસ્વીસમ્રાટ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. મધ્યરાત્રિએ કાલધર્મ પામ્યા છે જેમ આધારસ્તંભ પડવાથી આખો મહેલ ખખડી જાય છે એવી રીતે હૃદયમાં આંચકો લાગ્યો કે જિનશાસનનો સ્તંભ ધરાશાઇ થઇ ગયો, અપાર દુઃખની અનુભૂતિ થઇ. બધા સાધુ ભગવંતોએ મળીને પૂજ્યશ્રી નિમિત્તે દેવવંદન કર્યા. તેમજ ગુણાનુવાદ કર્યા કે પૂજ્ય દાદા ગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. જીવિત હતા ત્યાં સુધી અખંડ સમુદાય માટે હુંફ આપતા રહ્યા છે. સમુદાયની અનુપમ ભક્તિ કરી છે, સમુદાયની આરાધનામાં પ્રાણ પૂરવા માટે અથાક પ્રયત્નો કર્યા છે. દાદા ગુરુદેવશ્રી પણ એમની સલાહ સૂચનને માન્ય રાખતા હતા. એવા પ્રત્યક્ષ અનુભવ સં. ૨૦૨૧ના પાટણના ચાતુર્માસથી મને છે. છેદસૂત્ર અને આગમોના જ્ઞાન સાથે ઘોરતપ, નિર્દોષનો ખપ, તથા જિનાજ્ઞા નત મસ્તક બનાવ્યું છે. આવા તો અનેક ગુણોનો ભંડાર હતા. લખવા જઇએ તો ગ્રંથભરાઇ જાય. કેટલા ગુણો સહસાવન તીર્થના લખીયે. બઘા ગુણોની અનુમોદના સાથે આઘાત હૃદયમાં લાગી રહ્યો છે. પૂજ્યશ્રી આચાર્યદેવશ્રીએ ભયંકર કષ્ટોમાં વિશિષ્ટ સમાધિ રાખીને સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. તેથી અવશ્ય સદ્ગતિ મેળવી હશે અને તેઓ દેવગતિમાંથી પણ શાસનની સેવા કરવા આવે એવી પ્રાર્થના કરીએ એમનો આત્મા પરંપરાએ મોક્ષગામી બનો એ જ શુભભાવના. આ.ગુણરત્નસૂરિ - અમદાવાદ હતા. .. પૂજ્યપાદ શ્રી જે અજોડ નિસ્પૃહીસંત, અંતસમય સુધી સંઘઐયની ભાવનાથી આયંબિલ કરનારા, રગેરગમાં જિનશાસન ઉપરની પ્રીતિ રાખનારા એવા મહાતપસ્વી, મહાગુણી, મહાસંત એકાએક ચાલી ગયા. કાળધર્મના આ | સમાચાર સાંભળ્યાં.. સખત આંચકો લાગ્યો, દુઃખી હૃદયે અમો સર્વેએ દેવવંદન કર્યા. ગુણાનુવાદ કર્યા. શાસનરૂપી ગગનથી તારલો ખરી પડ્યો,પૂજ્યપાદશ્રી તપસ્વીસમ્રાટની ખોટ મુકતા ગયા. તેઓશ્રીની ખોટ હવે કોણ પૂરી કરશે? તેઓશ્રીનો અદ્વિતીય તપત્યાગ, શાસન-સંઘ-સમુદાય માટે ગૌરવપૂર્ણ હતો અનેક ગુણાલંકારોથી મઘમઘતું જીવન-વ્યક્તિત્વ, તેઓશ્રીની વિદાયથી શાસન સંઘ-સમુદાયને મહાખોટ પડી છે... | પૂજ્યપાદશ્રીનાં શુભહસ્તે સહસાવનતીર્થનો ઉદ્ધાર- માણેકપુરમાં શત્રુંજયધામની સ્થાપના અને વાસણા (અમદાવાદ) માં “ધર્મરસિક તીર્થ વાટિકા’’ સમવસરણ જિનાલયની સ્થાપના અને પ્રેરણા કરી, શાસનને એક અમૂલ્ય વારસો આપી ગયા છે. - એવા મહાગુણનિધાન તપસ્વી મહાસમ્રા પૂજ્યપાદશ્રીના પાવન ચરણોમાં કોટિ કોટિ વંદના. આ.વિદ્યાનંદસૂરિ - બલસાણાતીર્થ
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy