SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આવકાર તપરવીસમ્રાટના સ્મૃતિગ્રંથ પ્રકાશનની વેળાએ કોઈ સ્મૃતિગ્રંથની બીજી આવૃત્તિ થાય એ વિરલ ઘટના જ ગણાય સામાન્યતયા સ્મૃતિગ્રંથો વાંચવાનું આકર્ષણ જનસામાન્યમાં ઓછું ગણાય. આ. હિમાંશુસૂરિ મ.સા. એક વિરલ વિભૂતિ હતા અને એમના જીવનને નજીકથી નિહાળનારા, એમનાથી બોધ પ્રાપ્ત કરનારા, જીવનપરિવર્તન કરનારા ભાવુકોએ આલેખેલા અનુભવના ઉદ્ગારો આપણા માનસ પટ ઉપર આ મહાપુરુષની છબી અંકિત કરવાનું કામ કરે છે. જેમ જેમ પૂજ્યશ્રીના જીવન વિશે વિચારીએ તેમ તેમ લાગે કે કંઇક નોખા અને સાવ અનોખા આ મહાપુરુષ હતા. અનેક ગુણોના ભંડાર આ પુણ્યપુરુષના જીવનના વિવિધ પાસાઓ આ સ્મૃતિગ્રંથમાં ઉજાગર થયા છે. પૂજ્યશ્રીએ કરેલા તપની યાદી આપણને અધધધ!બોલાવી દે, પગે ચાલીને જ વિહાર કરવાની અડગ પ્રતિજ્ઞા ! જૈફ વયે ભીષણ ગરમીમાં પગે પાટા બાંધી પા પા પગલી માંડતા વિહારો... આંબિલની તપસ્યા.. જાપ વગેરે થયા પછી જ પચ્ચકખાણ પારવાની ટેક... જાત પ્રત્યેની અતિ કઠોર ઇષ્ટની સામે જગત પ્રત્યે કરુણા ભીતરતી દૃષ્ટિનો અજબ-ગજબનો સંગમ એટલે પૂજયશ્રીનું જીવન ! સ્મૃતિગ્રંથની પ્રથમ આવૃત્તિની વિમોચન વેળાએ પાલીતાણા ગામમાં પૂ. પં.શ્રી વજસેનવિજય મ.સાની સાથે સાક્ષી બનવાનું સદ્ભાગ્ય મળેલું. મુનિશ્રી હેમવલ્લભવિજયજી મ.સા.એ પ્રસ્તુત લખાણ માટે આમંત્રણ આપી પૂજ્યશ્રીના ગુણઉદ્યાનની માનસયાત્રા કરવાનો મોકો આપ્યો ! ધન્યવાદ ! વિરલ વિભૂતિને અનંત વંદના...! - આ. મુનિચંદ્રસૂરિ સૂરિ ‘પ્રેમ'ના અણમોલરત્ન સૂરિ ‘રામ’ના શિષ્યરત્ન પરમપૂજ્ય તપસ્વીસમ્રાટ આચાર્યભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનો જીવન-કવનને સ્પર્શતો સ્મૃતિગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, તે વેળાએ મને તો કોઈ કલ્પના પણ ન હતી કે આવા તપસ્વી સમ્રાટ, સુવિશુદ્ધસંયમી મહાત્માના સ્મૃતિગ્રંથના પ્રફો વાંચવાનો લાભ મને પ્રાપ્ત થશે. પૂજ્ય તપસ્વી સમ્રાટના જીવનને સ્પર્શતા એકેક લેખો, શ્રદ્ધાંજલિઓ, સહસાવન સમવસરણ મંદિર, ધર્મરસિક તીર્થવાટિકા, સિદ્ધાચલ તીર્થધામનો ઇતિહાસ આ બધું વાંચતા વાંચતા હેયું ગદ્ગદ્ બની ગયું. આ કૂડા કલિયુગમાં કેવો સુવિશુદ્ધ સંયમનો પ્રેમ ! કેવી મહાન તપશ્ચર્યા ! કેવી કઠોર સંયમચર્યા ! વિશેષ તો શું લખું ? કેમ કે સ્મૃતિગ્રંથના એકેક લેખોમાં પૂ. શ્રમણ-શ્રમણીભગવંતોએ તપસ્વીસમ્રાટશ્રીની અનેક આગવી વિશેષતાનું વર્ણન કરેલું છે. હું તો પૂજ્ય તપસ્વી સમ્રાટશ્રીને એટલી જ પ્રાર્થના કરું છું કે આપ જ્યાં હો ત્યાંથી એવા આશીર્વાદ વરસાવો કે મારું જીવન તપ, ત્યાગ, સુવિશુદ્ધ આચારમય બને અને સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયીને આરાધી અણાહારીપદને પ્રાપ્ત કરી શીધ્ર શાશ્વસુખના ભોક્તા બની સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત -સા. ચંદનબાળાથી Jain Education International For Private & Personal Use Only www.janelibrary.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy