SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ હેમવલ્લભવિજયજીને જણાવ્યું કે “આ જ મને કંઈક સંભળાવો. હવે આ કાયાનો ઝાઝો ભરોસો નથી.” તે અવસરે મુનિવરે ‘પૂર્વપુરુષોની અંતિમ આરાધનાઓ’ એકધારી લગભગ પાંચ કલાક સુધી સંભળાવી. પૂજ્યશ્રી અત્યંત ભાવપૂર્વક સાંભળીને જ્યાં જ્યાં તથા પ્રકારના શબ્દો આવે ત્યાં ત્યાં ભાવથી બે હાથ જોડી ‘મિચ્છા મિ દુક્કડમ્' બોલતા બોલતા મસ્તક ઝુકાવી સૌ જીવોને ખમાવતાં રહેતા હતાં. આ આરાધનામાં ભાવોની છોળો ઉછળવા લાગી અને અજર, અમર, અક્ષય પદની પ્રાપ્તિ માટે કર્મમુક્ત-દોષમુક્ત થવા જીવનસંધ્યાની આખરી ક્ષિતિજે ઊભેલા પૂજ્યશ્રીએ જીવન-શુદ્ધિ અર્થે મુનિ હેમવલ્લભવિજયજી સન્મુખ સંયમજીવનની આરાધના દરમ્યાન લાગેલા અતિચારનું આલોચન કર્યું અને મહાપચ્ચકખાણ પયજ્ઞાના અંતે જણાવ્યું છે. તેમ - सम्मं मे सव्वभूएस, वेरं मज्झन केणइ । खामेमि सव्व जीवे, खमामि अहं सव्वजीवाणं ॥ મારે સર્વ જીવો પ્રત્યે સમાનતા અને સમતા છે, મારે કોઈની સાથે વેરઝેર નથી, હું સર્વ જીવોને ખમું અને સર્વ જીવોને ખમાવું છું. આ રીતે સકલ જીવ રાશિ સાથે ક્ષમાપના કરીને જિનેશ્વર પરમાત્માને પ્રાર્થના કરે છે કે मृत्युमार्गे प्रवृत्तस्य, वीतरागो ददातु मे । समाधिबोधो पाथेयं, यावन्मुक्तिपुरीपरः॥ હે વીતરાગ પરમાત્મા! મૃત્યુ માર્ગે પ્રવર્તેલા મને પરલોકની આ યાત્રામાં હું જ્યાં સુધી મુક્તિપુરીએ ન પહોંચે ત્યાં સુધી સમાધિબોધરૂપી પાથેય (ભાથું) આપવા કૃપા કરો !” પૂજયશ્રી નિત્ય આત્મભાવમાં રમણ રહેવા લાગ્યા... તેઓશ્રીની અસ્વસ્થતાના સમાચાર ચોતરફ ફેલાઇ જવાથી અનેક ભક્તજનો દર્શનવંદનાર્થે આવવા લાગ્યા... નાજુક તબિયતમાં લોકોની અવરજવરના કારણે ઈન્ડેશન ન લાગી જાય તે માટે સાવચેતીરૂપે કોઈપણ ગsોને પાણીની નજીક ન જવા દેતાં વચ્ચે જ એક દોરી બાંધી રાખેલી હોવાથી આગેવાનો દૂરથી જ દર્શન-વંદન કરાવતાં હતા. પરંતુ કરુણાસાગર પૂજ્યશ્રી જ્યારે કોઈ ગૃહસ્થને નિરાશ થઈને પાછો જતો જોતાં ત્યારે તેને સામેથી બોલાવી વાસક્ષેપ કરી આપતાં... સાહેબજીએ જીવન દરમ્યાન મર્યાદાપૂર્વક આવનાર કોઈને વાસક્ષેપ નાંખવા બાબત નિરાશ કર્યા નથી...પૂજ્યશ્રીને સકળ સંઘના શ્રાવકશ્રાવિકા પ્રત્યે અત્યંત વાત્સલ્યભાવ હોવાથી ૩ વર્ષના બાળકથી લઈને ૯૩ વર્ષના વૃદ્ધો પણ તેમની પાસે નિઃસંકોચ આવી શકતા હતા... ધીમે ધીમે ચાતુર્માસના શેષ દિવસો પસાર થઈ ગયા... ડોકટરોનું સૂચન હતું કે મહારાજ સાહેબ ગામમાં આવી જાય તો ગામમાં એકસ-રે, સોનોગ્રાફી વગેરે અનેક સગવડો ઉપલબ્ધ હોવાથી યોગ્ય તપાસ કરવાનું શક્ય બને. કારતક સુદ પુનમના દિવસે ચાતુર્માસિક આરાધના કરવા પધારેલ આરાધકો ગિરનાર મહાતીર્થની યાત્રા કરીને બપોરે નીચે આવ્યા બાદ સૌએ સાહેબના દર્શન-વંદન કરી આશીર્વાદ ગ્રહણ કરી રડતી આંખે વિદાય લીધી હતી. કારતક વદ બીજના વહેલી સવારે પૂજ્યશ્રીએ ગામ તરફ પ્રયાણ કર્યું અને સીધા સોનોગ્રાફી સેન્ટરમાં ગયા. પૂજ્યશ્રીના દેહની સોનોગ્રાફી બાદ તેઓશ્રીને ડો. સુરેશભાઈ કુબાવતના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં બ્લડ-યુરીન આદિ ટેસ્ટો લેવામાં આવ્યા. થોડી જ વારમાં સોનોગ્રાફીનો રીપોર્ટ આવી ગયો. - ડો. સુરેશભાઈએ અન્ય ડોકટરોની સાથે ચર્ચા વિચારણાઓ કરીને મુનિ હેમવલ્લભવિજયજીને રોગની ગંભીરતા અને ઇલાજની અશક્યતાઓનો ખ્યાલ આપી વ્યાધિએ વેગ પકડ્યો હોવાથી તે મર્યાદા ઓળંગીને આગળ વધી ગયેલ હોવાનું જણાવ્યું. હવે કોઈ ઉપચાર શક્ય ન હોવાથી ડોકટરે પૂજ્યશ્રીને ૯પ પૂજ્યશ્રી સદા વાત્સલ્ય વરસાવનાર હતા...
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy