________________
યુગદષ્ટ આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી પંદરમી ઑગષ્ટ હિંદ-પાકિસ્તાન જુદાં થયાં. ભારતે વતંત્રતા મેળવી. પરંતુ પંજાબમાં કલેઆમ હતી. પ્રજા ગાંડી બની હતી. જનતા આઝાદી પચાવી શકે એમ ન હતું. પંજાબમાં ઠેર ઠેર હત્યાકાંડા રચાયા. ઘર, ધન, બધું મૂકી પ્રજાએ રથળાંતર કર્યું. અહિંસા દ્વારા મેળવેલી આઝાદીને કલંક લગાડવા માટે હિંસાનું વ્યાપક સ્વરૂપે દેખાતું હતું. રાષ્ટપિતાના દિલમાં ભારોભાર વ્યથા હતી. નેતાઓને કાંઈ સૂઝ પડતી ન હતી. આઝાદીએ માનવીની માનવતાનો ભોગ લીધો હતો.
આચાર્યશ્રીની પંજાબની ભૂમિ રહેંસાઈ રહી હતી. કરેલાં નિર્માણનો આંખ સામે વિનાશ થતો દેખાતો હતો. માનવી અસહાય હતો, માનવતા વિસરાઈ ગઈ હતી. ધરતી પુકાર કરતી હતી અને રાષ્ટ્રજીવનની નવી તવારીખ રચાતી હતી. ૫૫નાખાના પચીસ જેટલા શ્રાવકો મૂર્તિઓ ભયરામાં પધરાવી આચાર્યશ્રી પાસે આવી ગયા.
દેશદેશાવરના ભક્તજનોની વિનંતિ ધ્યાનમાં લઇને આચાર્યશ્રીએ સ્થાનાંતર કરવાનું નકકી કર્યું. ઉપાશ્રયથી બહાર નીકળીને આચાર્યશ્રી ગુરુદેવના સમાધિમંદિરે દર્શન કરવા ગયા. ત્યાં બધા ફોટાઓ તોડીફોડી નાખ્યા હતા. મંદિરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિનું મસ્તક ખંડન કરી નાખ્યું હતું. આંખોમાં આંસુ, હદયમાં ગ્લાનિ અને અનેક યાતના સાથે આચાર્યશ્રી ગુરુકુળ પહોંચ્યા. આગળ હજારો ગુંડાઓ લૂંટવા માટે ખડા છે એ સમાચાર જાણી લોકો ગભરાઈ ગયા. અચાનક જ ગુરુદારાપુરથી મિલિટરીની લૉરીઓ આવી પહોંચી. મિલિટરી સાથે લાહોર સુધી જવાનો નિર્ણય લેવાયો. ચારપાંચ માઈલ દૂર ઝાડીઓમાં સંતાયેલા સશસ્ત્ર ગુંડાઓ મિલિટરી જોઈ ભાગી ગયા. આઠ સાધુ, ચૌદ સાધ્વીઓ તથા સો-સવાસો જેટલા માણસો તા. ૨૮-૯-૧૯૪૭ના દિને અમૃતસર સુખરૂપ પહોંચી શક્યા.
આચાર્યશ્રી અમૃતસર સુખરૂપ પહોંચ્યાથી આનંદમંગળ પ્રવર્યા. સં. ૨૦૦૪ના કાર્તિક શુદિ બીજના રોજ આચાર્યશ્રીની ૭૮મી વર્ષગાંઠ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાઈ મહા શુદિ પાંચમના રોજ આચાર્યશ્રીએ રાષ્ટ્રવંદનીય રાષ્ટ્રપિતા ગાંધીજીને ગોળીથી ઠાર થયાના સમાચાર સાંભળી દુઃખની લાગણી વ્યક્ત કરી. અહીંથી વિહાર કરતા કરતા આચાર્યશ્રીએ અનેક ગામોને પવિત્ર કયો અને તા. ૧૪-૪-૧૯૪૮ના રોજ બિકાનેર પધાર્યા. - બિકાનેરમાં અનેક ધર્મારાધના થઈ. સંવત્સરીની ચર્ચામાં આચાર્યશ્રીએ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. તા. ૧૪-૬-૧૯૪૮ના રોજ પૂ. આત્મારામજી મહારાજની જયંતી શાનદાર રીતે ઊજવી. બિકાનેરના મંદિરોની વ્યવસ્થા માટે સંઘની પેઢી સ્થાપવાની પ્રેરણા આચાર્યશ્રીએ આપી. પર્યષણ પર્વની સુંદર રીતે ઊજવણી થઈ. આચાર્યશ્રીના ઉપદેશથી પંજાબ સંઘે પાલીતાણાના શ્રી આત્માનંદ જૈન ભવન માટે એક લાખ રૂપિયાનો પ્રબંધ કર્યો. મુનિશ્રી મેઘવિજયજીના કાળધર્મના સમાચાર સાંભળી આચાર્યશ્રીએ અંજલિ આપી. સં. ૨૦૦૫ના કાર્તિક શુદિ બીજના દિને આચાર્યશ્રીની ૭૯મી વર્ષગાંઠ ઊજવાઈ. કાર્તિક શુદિ ચૌદશના રોજ મહિલા ઉદ્યોગશાળાની સ્થાપના કરવાનો બિકાનેરમાં નિર્ણય લેવાયો.
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સન્માન સમિતિને સંદેશો પાઠવતા આચાર્યશ્રીએ જણાવ્યું: શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકેની અખંડ સેવા અંગે સન્માન કરવાનો જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે. શ્રી મોતીચંદે અનેક વિપત્તિઓ સહન કરીને વિદ્યાલય તેમ જ સમાજની જે સેવા કરી છે તે સમાજ માટે નહિ પણ પોતાના આત્માના ઉદ્ધાર માટે કરી છે. એમ છતાં એમના જેવા યોગ્ય માનવીને સન્માન કરવું એ આપણી શોભા છે અને અન્ય સેવાભાવી વ્યક્તિઓને સેવા માટેનું આમંત્રણ છે...... સાચી વાત એ છે કે માન-સન્માન આપવું એ એક વ્યવહાર રૂઢિ છે અને આવી રઢિ હોવી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org