________________
યુગદા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
૫૭
પધાર્યા. ત્યાં શ્રી બટેરાયજી મહારાજની સ્વર્ગવાસતિથિ તથા પૂ. આત્મારામજી મહારાજની જન્મતિથિ ઊજવી રાજપુરા, પતિયાલા, સમાન થઈ સુનામ પધાર્યા. ત્યાંથી ચૌદ વર્ષે માલેરકોટલા પધારી કુસંપ દૂર કરાવ્યો અને શ્રી આત્માનંદ હાઈસ્કૂલ ફરી શરૂ કરાવી.
- માલેરકોટલાથી રાયકોટ આવી ત્યાં આચાર્યશ્રીએ ધર્મપ્રેરણા આપી. સં. ૧૯૯૫નું ચાતુર્માસ રાયકોટમાં કર્યું. અહીં છ માસની સ્થિરતા દરમિયાન જિનમંદિરની પ્રેરણા આપી અને અનેક જયંતીઓ ઊજવી. વિદાયસંદેશો આપતાં આચાર્યશ્રીએ કહ્યું કે, “ભગવાનનો સંદેશ જીવમાત્રને પહોંચાડવાનો અમારો ધર્મ અમે અદા કર્યો છે. તમને પ્રિય અને હિતકર લાગે તો ગ્રહણ કરી જીવનમાં જે તેનો અમલ કરશો તો તમારું જીવન સાર્થક થશે.” રાયકોટની જનતાએ આચાર્યશ્રીને અભિનંદન-પત્ર આપ્યું.
રાયકોટથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા આચાર્યશ્રી સત ગામ પધાર્યા. અહીં પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજી કાળધર્મ પામ્યાનો તાર મળ્યો. આચાર્યશ્રીએ દિલસોજી વ્યક્ત કરતો વળતો તાર કર્યો. સં. ૧૯૯૫ના કારતક વદિ પાંચમના રોજ આચાર્યશ્રીએ લુધિયાણામાં પ્રવેશ કર્યો. અહીં સ્વામી શ્રી કણાનંદજીને દીક્ષા આપી મુનિશ્રી વિશ્વવિજયજી અને સ્વામી શ્રી શ્યામાનંદજીને દીક્ષા આપી મુનિશ્રી વૃદ્ધિવિજયજી નામાભિધાન કર્યું. ખાનગા ડોગરાનો કુસંપ આચાર્યશ્રીએ દૂર કરાવ્યો. લુધિયાણાથી વિહાર કરી આચાર્યશ્રી વિવિધ ગામોમાં વિચરતા હોશિયારપુર પધાર્યા. અહીં નવદીક્ષિત સાધુઓની વડી દીક્ષા તથા શાંતિ-રાત્રના ઉત્સવો થયા. અહીંથી લાલ નાનચંદજી તરફથી કાંગડા તીર્થનો સંધ નીકળ્યો. તીર્થના ઉદ્ધાર માટે ત્યાં સમિતિ રચાઈ હોશિયારપુર પાછા આવી શ્રી મહાવીર જયંતી ઊજવી. જલંધરથી કતરપુર વિહાર કરી, ત્યાંથી યિાલાગુરુ અને પછી અમૃતસર પધાર્યા. ત્યાંથી આચાર્યશ્રી લાહોર આવ્યા. સોળ વર્ષે પધારતા સમસ્ત સંધે આચાર્યશ્રીનું અદ્ભુત સ્વાગત કર્યું. આ પછી આચાર્યશ્રી ગુજરાનવાલામાં પધારતા જનતાએ તેમને ઉમળકાભેર આવકાર આપ્યો. ગુરુદેવના સમાધિ-મંદિરના દર્શન કર્યા. જેઠ શદિ આઠમના દિવસે ગુરુદેવ સ્વ આચાર્યશ્રીજીની જયંતી ઊજવવામાં આવી. સં. ૧૯૯૬નું ચાતુર્માસ આચાર્યશ્રીએ ગુજરાનવાલામાં કર્યું અને સંઘમાં સારી તપશ્ચર્યા થઈ ગુજરાનવાલામાં પ્રતાપજયંતી, જગદગુરુશ્રી હીરવિજયસૂરિજીની જયંતી તેમ જ બીજી ઊજવણીઓ થઈ આચાર્યશ્રીનો ૭૧મો જનમમહોત્સવ સં. ૧૯૭ના કારતક શુદિ બીજના દિને અનેક ઠેકાણે ઊજવાયો. ગુજરાનવાલામાં ત્રણ દિવસનો કાર્યક્રમ થયો. વરકાણા, કરજણ, વગેરે ઠેકાણે પણ જયંતી ઊજવાઈ. શ્રી આત્માનંદ જૈન મહાસભાનું અધિવેશન પણ આ સમયે થયું.
ગુજરાનવાલાથી વિહાર કરી એક અઠવાડિયું જેલમાં રોકાઈસિંગોઈ ખુર્દપુર, દારાપુર, જલાલપુર, પીંડનવાલ થઈ આચાર્યશ્રી હીરણપુર ગયા. ત્યાંથી ભેરા થઈ ખાનગા ડોગરા ગયા અને મહા વદિ છઠ્ઠના દિને શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી વિહાર કરી શિયાલકોટ પધાર્યા. જયાં આચાર્યશ્રીનું અપૂર્વ સ્વાગત થયું. અહીં મહાવીર જયંતી ઊજવી અને જૈનમંદિર માટે વીસ હજાર રૂપિયા જોતજોતામાં ભેગા થઈ ગયા.
શિયાલકોટથી વિહાર કરી સચેતગઢ, નયા શહેર, મીરાંસાહેબ થઈ આચાર્યશ્રી જમ્મુમાં પધાર્યા. ત્યાંના વ્યાખ્યાનમાં લોકોએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી. ફરીદકોટના બે ભાઈઓનો કલેશ તેમણે શાંત કર્યો. જમ્મુએ અભિનંદન-પત્ર આપ્યું. ત્યાંથી આચાર્યશ્રી વિસના, હરિયાલ, નખનાલ, જફરવાળા, ધર્મથલ આદિ ગામોમાં થઈ ધર્મોપદેશ કરતા કરતા સંખતરા પધાર્યા. સંખતરામાં લાલા અમીચંદના બે પુત્રો લાલા દેવરાજ અને લાલા જ્ઞાનચંદ વચ્ચેનો કુસંપ ચમત્કારિક રીતે દૂર કરાવ્યો. સંખતરાથી વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org