SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ગુરુમહારાજના પદ પર અભિષેક્યા છે તે ખુશીની વાત છે. હવે ભવિષ્યમાં તમારા દ્વારા અધિકાધિક ધર્મકાર્યો થાય, શાસનની શોભામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તથા અન્ય મુનિરાજે પણ તેનું અનુસરણ કરે તો તેની શોભા એ પણ આપની જ શોભા છે... શ્રી ૧૦૦૮ શ્રી સ્વર્ગવાસી શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી તથા શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મીવિજયજી મહારાજની વિદ્યામાનતામાં પ્રાયઃ પરસ્પર કષાય થાય એવો પ્રસંગ ઉપસ્થિત જ નહોતો થયો. કદાપિ દૈવયોગે સકારણ કે નિષ્કારણ છદ્મસ્થપણાની લહેરમાં કોઈને કષાય આવી જતો હતો તે વખતે સંપ થઈ જતો અથવા કરાવી દેવામાં આવતો. સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્ષમાપના કરતા અને બીજા પાસે અવશ્ય કરાવતા. કદાચ અજ્ઞાનવશ થઈ કોઈ તે પર ધ્યાન ન આપતું તો તેને સમજાવતા : “ભાવ” જે ક્ષમાપના કરે છે તે આરાધક થાય છે અને જે નથી કરતો તે આરાધક નથી થતો તેથી ક્ષમાપના કરીને આરાધક થવું એ શ્રેષ્ઠ છે.” ગુરુમહારાજના અમૃતવચનો સાંભળી કોઈ પણ શાંત થઈ જતો અને ક્ષમાપના કરી લેતો. તમે ગુરુમહારાજના ચરણોમાં રહી ખૂબ અનુભવ સંપાદન કર્યો છે તો તેમનું અનુકરણ કરવું યોગ્ય છે. શ્રી ગુરુમહારાજ આપને સહાયતા આપે અને આપ એવાં કાર્યો કરવાને યોગ્ય બનો જેનાથી શ્રી ગુરુમહારાજનું શુભ નામ જગતમાં અધિકથી અધિક રોશન થાય.” લાહોરનો ઉત્સવ પતાવી આચાર્યશ્રી ગુજરાનપુર આવ્યા. ગુજરાનપુરે અંતરની પુછપમાળોથી તેમને વધાવ્યા. મુંબઈ ખાતે પન્યાસ શ્રી લલિતવિજયના પ્રયાસથી અને શેઠશ્રી વિઠ્ઠલદાસની ઉદારતાથી મહારાજશ્રીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ “શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ”ની શરૂઆત થઈ સં. ૧૯૮૧નું ચાતુર્માસ અહીં પૂર્ણ થયું. ગુરુકુળની સમિતિ રચાઈ ઉત્તરોઉત્તર એનો વિકાસ સધાયો. આ ચાતુર્માસમાં પંજાબની ઉન્નતિ માટે ધગશપૂર્વક કાર્ય કરનાર, કર્મશીલ અને સાચા સમાજસુધારક સમા અનન્ય ભક્ત અને કર્મશીલ શિષ્ય શ્રી સોહનવિજ્યજીની ખોટ પડી. સં. ૧૯૯૨ના કાર્તિક વદિ ચૌદશના દિવસે ઉપાધ્યાયશ્રી કાળધર્મને પામ્યા. શ્રી સોહનવિજયજી મહારાજે શ્રી આત્માનંદ જૈન મહાસભાની શરૂઆત કરાવી હતી. પંજાબની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેઓ ભારે રસ લેતા હતા. ગુજરાનવાલા ગુરુકુળની સ્થાપના કરી વિહાર કરી આચાર્યશ્રી પંજાબના શહેરોમાં થઈ હસ્તિનાપુર તીર્થની યાત્રા કરી બિનોલી પધાર્યા. દેવબંધમાં આચાર્યશ્રીએ “જૈનધર્મની વિશિષ્ટતાઓ પર પ્રવચન કર્યું. જૈન સિદ્ધાંતો સમજાવ્યા. બિનોલીમાં પ્રતિષ્ઠાનો મહાન ઉત્સવ થયો. જેઠ શુદિ ત્રીજના દિવસે લાલા ખજાનચીલાલ લોઢા અને રાધનપુરવાળા શ્રી ભોગીલાલને દીક્ષા આપવામાં આવી અને તેમનાં નામ અનુક્રમે મુનિશ્રી વિશુદ્ધવિજયજી તથા મુનિશ્રી વિકાસવિજયજી (મહેન્દ્ર પંચાગ કર્તા તરીકે પ્રસિદ્ધ છે) રાખવામાં આવ્યાં. બિનોલીમાં મેઘવાળો માટે પાણીની વ્યવસ્થા કરાવી આપી. બિનોલીથી વિહાર કરી બત પધાર્યા અને સંત ૧૯૮૨નું ચાતુર્માસ બત કર્યું. અહીં પર્યુષણ પર્વની સારી ઊજવણી થઈ નૂતન જિનમંદિરનું ખાતમુર્ત સં. ૧૯૮૨માં થયું અને સં. ૧૯૯૫માં મહા સુદિ સાતમના દિને પ્રતિષ્ઠા કરી. બડતથી વિહાર કરી આચાર્યશ્રી દિલ્હી પધાર્યા. દિલ્હીમાં ગોઠવાડના આગેવાનો તેમ જ મુંબઈથી દાનવીર શેઠ વિઠ્ઠલદાસ ઠાકોરદાસ દર્શનાર્થે આવ્યા. આખો મહિનો પ્રવચનો થયાં. ત્યાંથી વિહાર કરી આચાર્યશ્રી અલવર પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠા કરી જયપુર, અજમેર, નયા શહેર વગેરે સ્થળોએ વિહાર કરતા કરતા આચાર્યશ્રી બીજોવા પધાર્યા. સં. ૧૯૮૩નું ચોમાસું ત્યાં કર્યું. બીજોવામાં શ્રી આત્મવલ્લભ જૈન લાયબ્રેરી તથા જૈન યુવક મંડળ સ્થપાયાં. અહીંથી ઝડપથી વિહાર કરી પાટણ આવ્યા. પાટણથી ભરૂભૂમિના ઉદ્ધાર માટે પન્યાસ શ્રી લલિતવિજયજીને આજ્ઞા આપી. પરિણામે વકાણામાં એક મહાન સંસ્થા ઊભી થઈ. વરકાણા વિદ્યાલયે ઘણી પ્રગતિ કરી અને એ સંસ્થા ખૂબ જ વિકસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy