________________
યુગદા આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી મુનિશ્રી વિવેકવિજયજી નામના શિષ્ય થયા. સં. ૧૯૪૮માં અંબાલા ખાતે અને સં. ૧૯૪૯માં જંડિયાલાગુમાં મુનિ શ્રીવલ્લભવિજયજીએ ચોમાસું કર્યું. સં. ૧૯૫૦નું ચોમાસું જીરામાં થયું. આ સમયે પૂ. આત્મારામજી મહારાજે “તત્વનિર્ણયપ્રસાદ” નામનો ગ્રંથ લખ્યો. સં. ૧૯૫૧માં અંબાલામાં મુનિશ્રીનું નવમું ચોમાસું થયું, અને સં૦ ૧૯૫૨ના જેઠ શુદિ સાતમે પૂર આત્મારામજી મહારાજનો દેહવિલય થયો. આઠ વર્ષના આ ગાળામાં પૂ૦ આત્મારામજી મહારાજે જીવનની નવદષ્ટિ અને પ્રેરણા આપી એક જવાનનું નુતન ઘડતર કર્યું.
પૂ. આત્મારામ મહારાજના કાળધર્મ એમનું કામ ચાલુ રાખવાનું મુનિ શ્રીવલ્લભવિજયે માથે લીધું. પંજાબના જૈન સંઘને પ્રેરણા આપી. અનેક સંસ્થાઓની શરૂઆત કરાવી. સં. ૧૯૫રનું ચાતુર્માસ ગુજરાનવાલામાં થયું અને પંજાબને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. સં. ૧૯૫૩માં નારીવાલમાં લક્ષ્મણદાસની દીક્ષા થઈ અને મુનિ શ્રીવલ્લભવિજયને એક સમર્થ શિષ્ય મુનિશ્રી લલિતવિજયજી મળ્યા. અહીં ચાતુર્માસ કર્યું અને શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીનું જીવનચરિત્ર પણ લખ્યું. સં. ૧૯૫૪નું ચોમાસું પટી ખાતે, ૧૯૫૫નું માલેરકોટલા ખાતે અને સં. ૧૯૫૬નું ચોમાસું હોશિયારપુર મુકામે કર્યું. સં. ૧૯૫૭માં બધા મુનિઓની સંમતિથી પાટણમાં શ્રી કમલવિજયજી મહારાજને સૂરિપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૧૯૫૭નું પંદરમું ચોમાસું અમૃતસરમાં, સં. ૧૯૫૮નું સોળમું ચોમાસું પઠ્ઠીમાં, સં. ૧૯૫૯નું ૧૭મું ચોમાસું અંબાલામાં, સં. ૧૯૬૦નું ચાતુર્માસ સમાનામાં, સં. ૧૯૬૧નું જીરામાં, સં. ૧૯૬૨નું લુધિયાણામાં, અને સંત ૧૯૬૩નું એકવીસમું અમૃતસરમાં થયું.
પૂ૦ આત્મારામજી મહારાજના કાર્યક્ષેત્ર પંજાબને તૈયાર કરવામાં અને પોતાના જીવનનું ઘડતર કરવામાં મુનિશ્રીએ આ સમય વ્યતીત કર્યો. સં. ૧૯૬૪માં અમૃતસરમાં મુનિશ્રી વિજ્ઞાનવિજયજી અને મુનિશ્રી - વિબુધવિજયજીને સંવેગી દીક્ષા આપી. આ પછી ગૂજરાત તરફ આવવા નેમથી તેમણે વિહાર શરૂ કર્યો. દિલ્હી, બિનૌલી વગેરે ફર્યા, પણ એટલામાં પંજાબમાં આર્યસમાજીઓ સાથે શાસ્ત્રાર્થનું થતાં ૩૭૫ માઈલનું અંતર કાપી ઝડપથી અમૃતસર પહોંચી ગયા. મુનિ શ્રીવલ્લભવિજયનો આ વિહાર ઝડપી અને દુષ્કર હતો. આષાઢ શુદિ ૧૧ના દિવસે ગુજરાનવાલા પહોંચ્યા. ત્યાંના લોકોએ અપૂર્વ સ્વાગત કર્યું. ત્યાંના બાવીસમાં ચોમાસા દરમિયાન વિશેષ નિર્ણયાત્મક શક્તિ સાથે સાહિત્યિક પ્રવૃત્તિ કરી, “વિશેષ નિર્ણય’ અને ‘ભીમજ્ઞાનત્રિશિકા ” નામનાં બે પુસ્તકો તૈયાર કર્યો. આ પુસ્તકોમાં પ્રાચીન હિંદુશાસ્ત્રો અને એની અર્વાચીન ટીકાનો ઉપયોગ કરી. મનિશ્રીએ યજ્ઞની પ્રવૃત્તિ પર પ્રકાશ પાડ્યો. તેમણે ત્વરાથી વિહાર કર્યો અને જયપુર આવ્યા સં. ૧૯૬૫માં મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ, મુનિશ્રી વિચારવિજયજી અને મુનિશ્રી તિલકવિજયજીની દીક્ષા થઈ, જયપુરથી અજમેર જઈ થોડા દિવસ સ્થિર થઈ ત્યાંથી લાવર, પિપલિયાગામ, મુંડાવા, ચંડાવલ, સોજત થઈ પાલી ગયા. ત્યાંથી પંચતીર્થની યાત્રાનો આનંદ લઈ શિવગંજ, શિરોહી થઈ આબુ આવ્યા. સં. ૧૯૬૫ના જેઠ શુદિ બીજે પાલણપુર આવ્યા. ત્યાં તેમનું અપૂર્વ સ્વાગત થયું.
રાધનપુરમાં સં. ૧૯૪૪માં દીક્ષિત થયેલ અને સં. ૧૯૬૫માં પાલણપુરમાં ચોમાસું રહેલ મુનિ શ્રીવલ્લભવિજ્યજીના જીવનનું ઘડતર થઈ ચૂકયું હતું. પૂ. આત્મારામજી મહારાજે જે સંસ્કારો આપ્યા અને કાર્ય કરવાની ધગશ આપી તેનું નવું સ્વરૂપ સવ્યાજ અનેક રીતે સમાજને મળવા લાગ્યું હતું. કજિયા-કંકાસ અને રૂઢ વ્યવહારમાં અનેક રીતે લુપ્ત થયેલાઓને ધર્મનો સાચો ખ્યાલ આપવાનો અને આવતી કાલના પ્રવાહોથી સમાજને વાકેફ કરવાનો પ્રયાસ એમને કરવાનો હતો. સમાજને પ્રોજત કરવાનું ધ્યેય એમની સમક્ષ હતું. સંસારનો ત્યાગ કરનાર મુનિ ધર્મ આચરે છે, આદરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org