SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ પુપિકામાં એમ જણાવવામાં આવ્યું છે કે “પ્રસ્તુત હાથપોથી પાટણમાં વિ.સં. ૧૭૧૦માં લખી છે. એ લખવા પહેલાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ આખો ગ્રંથ પાટણમાં વાંચી લીધો હતો અને ત્યાર પછી શ્રી વિજયજી મહારાજ, શ્રી જયસોમ પંડિત, શ્રીલભવિજયજી મહારાજ, શ્રી કીર્તિરત્ન ગણી, શીતવિજયજી, શ્રીરવિવિજય પંડિત અને ખુદ શ્રીયશોવિજયજી મહારાજ, એમ સાત મુનિવરોએ મળીને ૧૮૦૦૦ શ્લોક પ્રમાણે આ મહાકાય શાસ્ત્રની માત્ર એક પખવાડીઆમાં–પંદર દિવસમાં જ પોથી લખી છે–નકલ કરી છે.” આ ગ્રંથની નકલ કરવા માટે આટલી બધી ઉતાવળ કરવી પડી એ એક નવાઈ જેવી વાત છે. શું જેમની પાસે આ ગ્રંથની વિરલ પ્રતિ હશે તેમણે આવી ફરજ પાડી હશે કે શું?–એ એક કોયડો જ છે. અસ્તુ. આ ગ્રંથ કેટલા મહત્ત્વનો અને જૈન દાર્શનિક વાસ્મયના અને જૈન શાસનના આધારસ્તંભરૂપ છે? એની પ્રતીતિ આપણને એટલાથી જ થાય છે કે શ્રીયશોવિજયજી જેવાએ આ ગ્રંથની નકલ કરવાનું કાર્ય હાથ ધર્યું. પ્રસ્તુત પ્રતિને લખવામાં જે સાત મુનિવરોએ ભાગ લીધો છે તેમના અક્ષરો વ્યક્તિવાર પારખવાનું શક્ય નથી. આ લખાણમાંથી આપણે માત્ર શ્રીયશોવિજયજી મહારાજ અને તેમના ગુરુવાર શ્રીયવિજયજીના હરતાક્ષરોને પારખી શકીએ તેમ છીએ. આ ગ્રંથમાં પત્ર ૧થી ૪૪, પ૭થી ૭૬. ૨૫૧થી ૫૫ અને ૨૯૧થી ૨૯૪ એમ કુલ્લે ૭૩ પાનાં શ્રીયશોવિજયજીએ લખેલાં છે, જેના અક્ષરો ઝીણા હોઈ એકંદર ૪૫૦થી ૪૮૦૦ જેટલી શ્લોકસંખ્યા થાય છે. શ્રીયશોવિજયજી મહારાજ પંદરે દિવસમાં ચોકકસાઈભર્યું આટલું બધું લખી કાઢે, એ એમની લેખનકળાવિષયક સિદ્ધહસ્તતાનો અપૂર્વ નમૂનો જ છે અને એ સૌ કોઈને આશ્ચર્યચકિત કરે તેવી હકીકત છે. પ્રસ્તુત પ્રતિનાં કુલે ૩૦૯ પાનાં છે. તેમાં પંક્તિઓનાં લખાણનો કોઈ ખાસ મેળ નથી. સૌએ પોતાની હથોટી પ્રમાણે લીટીઓ લખી છે છતાં મોટે ભાગે ૧થી ઓછી નથી અને ૨૪થી વધારે નથી. પ્રતિની લંબાઈ– પહોળાઈ ૧૦૪૪ ઇંચની છે. ૩૦૯મા પાનામાંની અંતિમ છ શ્લોક પ્રમાણુ પુપિકા શ્રીયશોવિજયજી મહારાજે લખેલી છે. અંતમાં એક વાત જણાવીને આ વકતવ્ય પૂરું કરવામાં આવે છે. આજે આપણને નયચક્ર ગ્રંથની જે પ્રાચીન-અર્વાચીન પોથીઓ મળે છે અને શ્રીયશોવિજયજી મહારાજના હાથની જે પોથી મળી આવી છે તે માત્ર નવ શાસ્ત્ર ઉપર આચાર્ય શ્રીસિંહવાદિ–ગણિ-ક્ષમાશ્રમણે રચેલી ટીકામાત્ર જ છે. આજે જૈન શ્રીસંઘના ભાગ્યસિતારાની નિસ્તેજતા છે કે આચાર્ય શ્રીમલવાદિપ્રણીત એ મૂલ્યવાન ના ગ્રંથની નકલ આજે ક્યાંય જોવામાં નથી આવતી. આ ગ્રંથની હાથપોથીને શોધી કાઢનાર ખરેખર જૈન જગતમાં જ નહિ પણ સમસ્ત વિઠજજગતમાં સુદ્ધાં દૈવી ભાગ્યથી ચમકતો ગણાશે, મનાશે અને પૂજાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy