________________
૧૭૨
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
૨ : જૈન સાધ્વીજીઓની ભવ્ય પાષાણુ-પ્રતિમાઓ
જૈન શિલ્પકામોમાં પ્રાચીનકાળમાં આચાર્યાં–સાધુઓ-સાધ્વીઓનાં સ્મારકો તરીકે સ્તૂપો અને પાદુકાઓને સ્થાન હતું. પાછળથી તેમાં મૂર્તિશિલ્પની પ્રથાએ પ્રવેશ કર્યો અને પરિણામે ભારતના જુદા જુદા વિભાગમાં જૈન શ્રમણોની મૂર્તિઓ—ભલે અલ્પ સંખ્યામાં પણ—જોવા મળે છે જે જાણીતી બાબત છે. પણ જૈન આમાં-સાધ્વીજીનાં મૂતિશિલ્પો ક્વચિત જ અસ્તિત્વ ધરાવતાં હોઈ તે ખાળત લગભગ અદ્યાપિ અપ્રકાશિત જેવી જ રહી છે. અહીંયાં ત્રણ સાધ્વીની મૂર્તિઓ એક સાથે જ, પ્રથમ વાર જ પ્રકાશિત થાય છે. સાપ્લા-શિલ્પનો પ્રારંભ ક્યારે થયો તેનો હજુ ચોક્કસ નિર્ણય નથી થયો પણ નં. એકની મૂર્તિ ૧૩મી સદીના પ્રારંભકાળની હોઈ, સંભવ છે કે તે અગાઉના સમયથી આ પ્રવૃત્તિ શરૂ થઈ હોય. જૈન સંઘના બંધારણ મુજબ સાધ્વીજીનું સ્થાન સાધુ પછી બીજે જ નંબરે હોઈ, આ પ્રથા દ્વારા પૂજ્યતાની દૃષ્ટિએ બેઉમાં સમાનત્વની પ્રતીતિ કરાવવાનો હેતુ પણ હોઈ શકે. સાધ્વી મૂર્તિની પ્રતિષ્ઠાનું વિધાન પંદરમી સદીમાં રચાયેલા શ્વે॰ આવા વિનર ગ્રંથના ૧૩મા અધિકારમાં છે. બાકી શ્રમણ—શ્રમણીના શિલ્પવિષયક ક્ષેત્રમાં સાદ્યંત પ્રકાશ પાડવાની તદ્વિષયક અભ્યાસીઓને જરૂર ખરી.
ચિત્ર નં. ૧ : જૈન આર્યા-સાધ્વીજીની આરસપાષાણની ઊભી મૂર્તિ : કુશળ શિલ્પીએ તેમના હાથમાં સાધુજીવનના પ્રતીકસમાન રજોહરણ-ઓધો, મુહપત્તિ-મુખવસ્ત્રિકા આપી એ હાથ જોડી નમસ્કાર કરતી બતાવી છે. એમાં કિટનરોડથી ઊભવાની અને હાથ જોડવાની મુદ્રા દ્વારા નમ્રતાનો જે ભાવ સૂચિત કર્યો છે તેથી, અને મુખાકૃતિને ધ્યાનસ્થ બતાવી, મુખારવિંદ ઉપર અખૂટ શાંતિ, વિનીતભાવ અને લાવણ્યપૂર્ણ તેજસ્વિતાનું જે દર્શન કરાવ્યું છે. તેથી મૂર્તિ રમ્ય અને દર્શનીય અની ગઈ છે. મૂર્તિ નિહાળતાં ત્યાગજીવનની સ્વયંસ્ફુરિત શાંતિના આપણને સહસા દર્શન થાય છે.
મૂર્તિમાં મસ્તકથી પાદ સુધી વસ્ત્રપરિધાન અને ડાબા ખભે ઊનની કંબલ નાખીને ચકોર કળાકારે જૈન સાધ્વીજીની વેષભૂષાનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. પગની બંને બાજુએ એ ઉપાસિકાઓ છે.
મૂર્તિની નીચેના ભાગમાં સં. ૧૨૦૬ શ્રી મદ્રા સરિવારા... | આ પ્રમાણેનો ટૂંકો લેખ છે, આ લેખમાં સાધ્વીજીનું નામ અંકિત નથી. આ મૂર્તિ આ પરિચય લખનારના સંગ્રહમાં છે.
ચિત્ર નં. ૨: જૈન સાધ્વીજીની સંગેમરમરના પાષાણમાં કોરી કાઢેલી બેઠી મૂર્તિ : આ મૂતિ સવસ્ત્ર છે. પ્રવચન કે ગણધર મુદ્રા જેવો ખ્યાલ આપતી ભદ્રાસન ઉપર સ્થિત છે. ડાબા હાથમાં મુખવસ્ત્રિકા છે, જમણો હાથ ખંડિત થઈ ગયો છે, તે છતાં તેનો જેટલો ભાગ છાતી પર દેખાય છે તે ઉપરથી લાગે છે કે શિલ્પીએ હાથમાં માળા આપી હોય. તેમનું રજોહરણ–ઓધો પ્રાચીનકાળમાં શ્રમણોની મૂર્તિઓમાં બહુધા જે રીતે બતાવાતું તે રીતે અહીં પણ મસ્તકના પાછલા ભાગમાં
તાવેલ છે.
આ
મૂર્તિમાં પરિપાર્શ્વકો તરીકે કુશળ શિલ્પીએ કુલ ચાર રૂપકૃતિઓ બતાવી છે. પારિપાર્ધકો સાધ્વી નહિ પણ ગૃહસ્થ શ્રાવિકાઓ છે, પણ દુર્ભાગ્યે ડાબી-જમણી બાજુની એક એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org