________________
૧eo
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
- ઈ. સ. ૧૯૩૮ કે ઈ.સ. ૧૯૩૯માં હું પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજશ્રીના દર્શનાર્થે પાટણ ગયો ત્યારે મને એઓશ્રીએ જણાવેલું કે વડોદરાના રાજમહેલ – લક્ષ્મીવિલાસ પેલેસના પાયા ખોદતા એક ધાતપ્રતિમા મળી હતી તે દાદાજીના દહેરાસરજીમાં છે. ત્યારે તેઓશ્રી ફોટો પણ બરોબર જોઈ શકે તેમ નહોતું પણ મારું અનુમાન એ છે કે એ પ્રતિમા તે આ હશે.
પ્રાચીન અકોટા રાજમહેલથી બહુ દૂર નથી. અકોટાની મળેલી જૈન પ્રતિભાઓનો અભ્યાસ કરતાં લાગે છે કે આ પ્રતિમાને છેવટે ઈ.સ.ના અગિયારમા સૈકાની ગણવામાં કોઈ ભૂલ થવા સંભવ નથી.
ચિત્ર નં. ૯: આદિનાથજી ચોવીસી : આદિનાથજીની ચોવીસીનું આ શિ૯૫ છે. વચમાં પદ્માસને શ્રીષભદેવજી છે. પીઠ ઉપર જમણી બાજુએ ગોમુખયેક્ષ છે, જ્યારે ડાબી બાજુએ અંબિકાયક્ષી છે. સિંહાસનની વચમાં આદિશક્તિ છે. ધર્મચક્રની નીચે, પીઠના મધ્ય ભાગે કઈ આકૃતિ છે તે સમજાતું નથી. ચોવીસીની રચના સુંદર તોરણરૂપે કરેલી છે અને બે બાજુના રતભ્ભો ઉપર નાનાં શિખરો છે. આ પ્રતિમાની પાછળ લેખ છે તે આ પ્રમાણે છે : સંવત ૨૨૧૧ : વહિતનું શ્રાદ્ધ: વર્તન (૪) નર (રા) () ચીરહિમ તુર્વિજ્ઞાતિ(૫) ૐ ||
આમ આ ધાતુપ્રતિમા સં. ૧૧૫૧ = ઈ. સ. ૧૦૯૪-૯૫માં ભરાઈ હતી. એ પ્રતિમા ઉપર લેખ તેમ જ તેનો ભરાવ્યાનો સંવત આપ્યો હોવાથી કળાની દૃષ્ટિએ આ પ્રતિમાનો અભ્યાસ ઉપયોગી થઈ પડે છે. ઉપરાંત આમાં ધ્યાનમાં રાખવા જેવું એ છે કે ગોમુખયક્ષ હોવા છતાં યક્ષી તરીકે ચક્રેશ્વરીને બદલે અંબિકા જ હજુ ચાલુ રહે છે.
આ પ્રતિમા શિરોહી રાજયમાં આવેલા વસંતગઢમાંથી મળી હતી અને હાલ પિંડવાડાના જૈન મંદિરમાં પૂજાય છે. વધુ વિવેચન માટે જુઓ લલિત–કલા, અંક પહેલો.
ચિત્ર નં ૧૦: મહાઅમાત્ય તેજપાલ તથા અનુપમાદેવી : ગુજરાતના વિખ્યાત મંત્રીશ્વરો વસ્તુપાલ-તેજપાલ પૈકી લુણવસહી મન્દિર બંધાવનાર મહાઅમાત્ય તેજપાલ તથા તેમના પત્ની શ્રી અનુપમાદેવીની આ સુંદર શિલ્પાકૃતિઓ છે. આબુમાં લૂણવસહીની હસ્તિ-શાલામાં આ શિલ્પ છે. શિ૯૫માં તત્કાલીન વેશભૂષાનો સુંદર ખ્યાલ આવે છે. અનુપમાદેવીના વસ્ત્રની ભાત પણ બતાવી છે. આ શિ૯૫ લૂણવસહી બંધાઈ તે સમયનું જ છે.
ચિત્ર નં. ૧૧-૧૨: વિમલવસહી અને લુણવસહીના રંગમંડપની છત : આબુના વિશ્વવિખ્યાત વિમલવસહી અને લૂણવસહીના રંગમંડપની છતની કોતરણીની બારીકાઈ, સુંદરતા અને અધિકતાનો ખ્યાલ અહીં મળે છે. વિમલવસહી રંગમંડપ છતના પ્રથમ ચિત્રમાં સોળ વિદ્યાદેવીઓની સંદર ઊભી મતિઓ છે. આ રંગમંડપની છત પલંબક(કાચલા ઝુમ્બર)ને લીધે પ્રખ્યાત છે. તે ઉપરાંત મનુષ્ય જીવનના અનેક પ્રસંગોની સુંદર રજૂઆત કરેલ છે. આ રંગમંડપ કુમારપાળના મંત્રીશ્વર પૃથ્વીપાલે વિ. સં. ૧૨૦૪–૧૬ (ઈ. સ. ૧૧૪૮૫૦)માં કરાવ્યો હતો. લૂણુસહીનું બીજું ચિત્ર કમાન, કૃમ્બર અને છતની અદભુત કોતરણીની રજુઆત કરે છે. આ રંગમંડપ ગુજરાતના મહામંત્રી તેજપાલે કરાવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org