________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
૧૨. પ્રતના પાના ૮૨નો પ્રથમ ભાગઃ ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ શ્રીષભદેવના પૂર્વભવો પૈકીનો પહેલા ભવનો પ્રસંગ, મધ્ય ભાગમાં બીજા ભવનો પ્રસંગ, તથા નીચેના ભાગમાં ત્રીજા ભવના ચિત્ર-પ્રસગો રજૂ કરેલા છે.
ઉપરની કિનારમાં અનુક્રમે પૂર્વભવો પૈકીના ચોથા ભવના, પાંચમા ભવના, છઠ્ઠા ભવના અને સાતમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે.
મધ્ય હાંસિયાના મધ્ય ભાગમાં આઠમા ભાવના અને નીચેના ભાગમાં નવમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે.
દશમાં અને અગિયારમા ભવના ચિત્ર-પ્રસંગે ઉપરની કિનારમાં જ રજૂ કરેલા છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુના અગિયારમા ભવનો જ ચિત્ર-પ્રસંગ અને મધ્ય ભાગમાં પ્રભુના છ યે મિત્રોની રજૂઆત કરેલી છે. નીચેના ભાગમાં બારમા ભવનો ચિત્ર-પ્રસંગ રજૂ કરેલો છે.
નીચેની કિનારમાં અનુક્રમે ચાર પુરુષો બેઠેલા છે, પછી એક ગાય છે. ગાયની બાજુમાં બે ઘડા છે. ઘડાની બાજુમાં એક સ્ત્રી પલંગમાં સૂતેલી છે. સ્ત્રીની બાજુમાં એક સ્ત્રી પરિચારિકા અને બે પુરુષો બેઠેલા છે.
પાનાની મધ્યમાં સોનાની શાહીથી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુના ચ્યવનનું તથા સ્વપ્નનું વર્ણન લખેલું છે.
૧૩. પ્રતના પાના ૮૨નો આંકવાળો ભાગ : આ પાનામાં પ્રભુ શ્રી ઋષભદેવના તીર્થંકરના ભવના મુખ્ય મુખ્ય જીવન-પ્રસંગો રજૂ કરેલા છે (જુઓ ચિત્ર નં. ૨).
ડાબી બાજુના હાંસિયાના ત્રણ ભાગોમાં પ્રભુનો પ્રથમ રાજા તરીકે સૌધર્મેન્દ્ર તથા યુગલિયાઓ રાજ્યાભિષેક કરે છે તેને લગતા ચિત્ર-પ્રસંગોની રજૂઆત કરેલી છે.
મધ્ય હાંસિયામાં સુંદર વેલબુટ્ટીઓ ચીતરેલી છે. ઉપરની કિનારમાં ઈદ્રિ, પ્રભુનું લગ્ન સુનંદાની સાથે કરતા દેખાય છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં સામે બેઠેલી બ્રાહ્મીને શ્રી ઋષભ લિપિઓનું જ્ઞાન
દરીને ગણિતનું શિક્ષણ આપતા રજૂ કરેલા છે. મધ્ય ભાગમાં હાથી ઉપર બેઠેલા શ્રી ઋષભ કુંભકારની કળા પ્રગટ કરતા દેખાય છે. નીચેના ભાગમાં એક યુગલિક દંપતી રજુ કરેલું છે.
નીચેની કિનારમાં અનુક્રમે એક હંસ, એક પુસ્પ, સ્થાપનાચાર્ય, એક પુચ્છ અને બે યુગલિક દંપતી રજૂ કરેલાં છે.
પાનાની મધ્યમાં સોનાની શાહીથી શ્રી ઋષભદેવ પ્રભુના જન્મનું વર્ણન લખેલું છે. ૧૪. કાલકકથાના પાના એકનો પ્રથમ ભાગઃ આર્યકાલકના જીવન-પ્રસંગોઃ
બી બાજના હાંસિયાના ઉપરના ભાગમાં આર્યકાલકના જન્મનો પ્રસંગ રજૂ કરેલો છે. મધ્ય ભાગમાં આયકાલકની માતા રાણી સુરસુંદરી બેઠેલી છે. નીચેના ભાગમાં વૈરિસિંહ રાજા તથા રાણી સુરસુંદરી-કાલકકુમારના માતપિતા-બેઠેલાં છે.
મધ્ય હાંસિયામાં સુંદર કપનાકૃતિ રજૂ કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org