________________
નિગ્રંથ સિદ્ધાંતની ઉત્તમતા
ડૉ. વલ્લભદાસ નેણસીભાઈ
અનંત પ્રકારનાં શારીરિક માનસિક દુઃખોએ આકુળવ્યાકુલ જીવોને તે દુઃખોથી ટવાની બહુ પ્રકારે ઇચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ? એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે. પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહિ અને ગમે તેટલી અરૂચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. અવાસ્તવિક ઉપાયથી તે દુ:ખ મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે, અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યો હોય છતાં તે દુઃખ ન મટવાથી દુ:ખ મટાડવા ઈચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે અથવા થયા કરે છે કે એનું કારણ? આ દુઃખ ટળતું કેમ નથી ? કોઈ પણ પ્રકારે મારે તે દુ:ખની પ્રાપ્તિ ઈતિ નહિ છતાં, રવને ય પણ તેના પ્રત્યે કંઈ પણ વૃત્તિ નહિ છતાં, તેની પ્રાપ્તિ થયા કરે છે અને હું જે જે પ્રયત્નો કરું છું તે તે બધા નિષ્ફળ થઈ દુ:ખ અનુભવ્યા જ કરું છું એનું શું કારણ?
એ દુઃખ કોઈને મટતું જ નહિ હોય ? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે? શું કોઈ એક જગતકર્તા ઈશ્વર હશે તેણે આમ જ કરવું યોગ્ય ગણ્યું હશે ? શું ભવિતવ્યને આધીન એ વાત હશે ? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધોનું ફળ હશે? વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મનસહિત દેહધારી છે તે કર્યા કરે છે, અને જે જીવો મનરહિત છે તે અવ્યક્તપણે દુ:ખનો અનુભવ કરે છે અને અવ્યક્તપણે તે દુઃખ મટે એવી ઈચ્છા રાખ્યા કરે છે.
આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્તિ અથવા અવ્યક્ત ઈચ્છી પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થ છતાં તે દુ:ખ શા માટે મટતું નથી એવો પ્રશ્ન ઘણા ઘણું વિચારવાનોને પણ ભૂતકાળ ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે તે પણ તથારૂ એ ફળને પામે છે અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી.
શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ ધનાદિ મળવાથી મટી જતું હોત અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુ:ખ મનને કંઈ અસર ઊપજાવી શકતું નહોત તો દુ:ખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તે સર્વ સફળ થાત. પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયો કે દુ:ખ મટવા માટે બીજો જ ઉપાય હોવો જોઈએ. આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે અને બધો શ્રમ વૃથા છે, માટે તે દુ:ખનું મૂળ કારણ જે યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુ:ખ મટે; નહિ તો નહિ જ મટે. - જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊઠયા, તેમાં પણ કોઈ જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહિ પામતાં હતાં અતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org