SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ દ્વાદશાંગીનાં સૂત્રો જગત સમક્ષ મૂક્યાં જે હજારો વર્ષ સુધી ભવ્યાત્માઓ ગ્રહણ કરશે અને મુક્તિ માટે જન્મજન્માંતરમાં પ્રયાણ કરશે. “૩ વ્યાધ્રૌવ્યયુક્ત સત' એ સારભૂત સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જગતના તમામ પદાર્થો અનાદિ હોવા છતાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, પણ સત્તારૂપે અચળ રહે છે; આ વિજ્ઞાન એમણે વર્ષો પહેલાં જનસમાજ સમક્ષ મૂક્યું. મહાન ઈશ્વર શ્રી મહાવીરે જગત બનાવ્યું નથી પણ જગતનું સ્વરૂપ બતાવ્યું છે; આત્મા પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે, માતાના ગર્ભમાં આવી પોતે જ આહાર લેવામૂકવા વગેરે છ પર્યાતિઓ (શક્તિ) ઉત્પન્ન કરે છે અને જીવનપર્યત તે શક્તિઓનું પાલન કરે છે. તેમ જ જીવન પૂરું થયે તે વિસર્જન કરે છે; અને નવા જન્મોમાં એ રીતે ક્રિયા થયા કરે છે. આ વસ્તુસ્થિતિમાં કર્મજન્ય કાર્ય છે; અન્ય કોઈનું નથી. આત્મા અને કર્મ મળીને આ સંસાર અનાદિકાળથી સરજાયો છે, સરજાય છે અને સરજાશે. જગકર્તા ઈશ્વર જેવી વચ્ચે કોઈ વ્યક્તિ રહેતી નથી; આ તેમનો સર્વજ્ઞ સિદ્ધાંત છે. એમનું તત્વજ્ઞાન નિત્યાનિત્યપણું, એક અનેકપણું, મૂર્તઅમૂર્તપણું, નિશ્ચય અને વ્યવહાર, દ્રવ્યગુણ પર્યાય, સાત નયો, સપ્તભંગીઓ, છ દ્રવ્યો, પાંચ સમવાયો અને જ્ઞાનશિયાખ્યાં મોટાઃ વગેરે સૂક્ષ્મ હકીકતોથી ભરપૂર છે; આઠ કર્મોનું સૂક્ષ્મ સ્વરૂપ બંધ, ઉદય, ઉદીરણ, સત્તા, સંક્રમણ વગેરે અન્ય દર્શનોમાં દૃષ્ટિગોચર થતું નથી. હવે એ પ્રશ્ન થાય છે કે પરમાત્મા મહાવીર તીર્થકર કેમ બન્યા? આ અવસર્પિણી કાળમાં ત્રેવીસ તીર્થંકરો જગતના જીવોના ઉદ્ધાર અર્થે થયા પછી એમનો જન્મ તીર્થંકરરૂપે કેમ થયો? શ્રીમાન હરિભદ્રસૂરિકૃત યોગબિંદુમાં ખાસ હકીકત છે કે આ સંસારનાં સર્વ કલેશો અને ધંધામાંથી સર્વ જીવોનો મન, વચન અને શરીરથી અંતઃકરણની ભાવનાપૂર્વક ઉદ્ધાર ઈચ્છનાર અને તે માટે સક્રિય પ્રયત્નની તાલાવેલીથી આત્મા તીર્થંકર બને છે; સંઘ, જ્ઞાતિ અને દેશનો ઉદ્ધાર ઈરછનાર ગણધર બને છે અને માત્ર પોતાનો જ ઉદ્ધાર ઇચ્છનાર સામાન્ય કેવલી બની શકે છે. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકે પણ તત્વાર્થસૂત્રની રેકામાં મહિમા મનેષ એ શ્લોકદ્વારા અનેક જન્મોના શભસંસ્કારોના પરિપાકરૂપે વિશ્વદીપક શ્રી મહાવીરના જન્મને વર્ણવ્યો છે; બુદ્ધ માટે પણ કહેવાય છે કે તેમણે બોધિસત્વ તરીકેના પૂર્વ જન્મોમાં પ્રજ્ઞા, દાન, જ્ઞાન, શીલ અને ક્ષમા વગેરે દશ પારમિતા સાધી હતી અને પછીથી બુદ્ધ તરીકેનો જન્મ થયો હતો, આ આત્મા સંયોગવશાત કર્મની વિચિત્રતાથી કઈ સ્થિતિએ પહોંચે છે, કેવા દુઃખ અનુભવે છે, જીવનવિકાસના માર્ગમાં આવ્યા છતાં કેવી રીતે અધ:પતનના ઊંડા ખાડામાં પટકાઈ પડે છે અને પછી કેવા પુરુષાર્થ અને કેવું અપૂર્વ વીયે તારવી સંપૂણે ઉન્નતિના શિખરે પહોંચે છે એ દૃષ્ટાંત શ્રીમહાવી મુખ્ય અને અદભુત છે. નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરી પછી વમી નાખ્યું; પરંતુ જેમ બીજનો ચન્દ્રમા પૂણિમા બની જાય છે તેમ આખરે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું તે વચ્ચેના છવ્વીસ જન્મો એમના જીવનમાંથી મનનપૂર્વક સમજવાથી કર્મ અને આત્માની લડાઈમાં છેવટે આત્માનો જય થાય છે. કેમકે એમનો પુરુષાર્થ ક્રમે ક્રમે બળવાન થતો ગયો અને સત્તાવીસમા ભવમાં તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું. છેવટે કમેં ઉપર વિજય મેળવી સ્વતંત્ર મુક્તિપદ પ્રાપ્ત કર્યું અને આપણને પૂજય બન્યા. સંસારમાં અનેક જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે તે તો સામાન્ય ક્રમ છે, તેનો ઊહાપોહ હોતો નથી, પરંતુ વિપત્તિના પહાડ તૂટી પડ્યા હોય, મરણાંત કષ્ટો, ઉપસર્ગો એક પછી એક આવતા હોય, એક વખત ઉન્નતિના શિખરે ગયા પછી અધઃપતનના ખાડામાં પડ્યા રહેવું પડયું હોય છતાં હિમ્મતપૂર્વક, આત્મશ્રદ્ધાપૂર્વક, પુરુષાર્થપૂર્વક અડગપણે કોઈની પણ દયાની ભિક્ષા માગ્યા વગર, દેવ કે ઈદની સહાયની અપેક્ષા વગર, આતધ્યાન કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy