SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિ ૧પ૧ ત્રણે વર્ગની કશી મહત્તા નથી. આ કારણથી જ ધર્મ એ સર્વગ્રાહી મનાય છે. રાજકીય અને સામાજિક વ્યવસ્થા જાળવવા માટે પણ મહાપુરુષો તો ધર્મને જ અગ્રસ્થાન આપે છે. કારણ કે ધર્મતત્ત્વ સર્વમાન્ય અને સર્વસામાન્ય છે, જે ક્રિયા આપણને પરમ લક્ષ તરફ લઈ જવા સાર્થક બને તે જ સાચો ધર્મ અને જે ક્રિયા એનાથી ઊલટે માર્ગે લઈ જાય તે અધર્મ પ્રત્યેક ધર્મમાં આજે વિભિન્નતા જોવામાં આવે છે એનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્યની પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં ભિન્નતા છે. આથી ધર્મના બાહ્ય સ્વરૂપમાં દેશ-કાળ અનુસાર પરિવર્તન સ્વાભાવિક છે, પરંતુ નિશ્ચય સ્વરૂપમાં તો કશો જ ફેરફાર થતો નથી. જ્ઞાની મહાપુરુષોનો એ સિદ્ધાંત છે. કોઈ એમ કહે છે કે ધર્મ અને વ્યવહારને કશો સંબંધ છે જ નહિ. આ કથન વાસ્તવિક નથી. અલબત્ત, એમની વચ્ચે સમવાય સંબંધ નથી. જેના વિના જે વસ્તુ કહેવાય નહિ એનું નામ સમવાય સંબંધ. પરન્તુ જેનો સંયોગ સંબંધ છે તે તો મળે પણ અને અલગ પણ પડે. જેનો સંયોગ થાય તેનો વિયોગ પણ થાય, એ તો અટલ નિયમ છે. ધર્મ અને વ્યવહારનો સંયોગસંબંધ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે: જ્યારે આત્મા નિશ્ચયનયના સ્વરૂપમાં રમણ કરે છે અને એમાં સ્થિત થાય છે ત્યારે વ્યવહાર સ્વયે અલગ પડી જાય છે, ત્યાં વ્યવહારની કશી અપેક્ષા રહેતી નથી, પરતું ધર્મતત્ત્વ એનાથી નીચેના ઘરમાં હોય છે ત્યારે તો તેને વ્યવહારનો આશ્રય અવશ્ય લેવો પડે છે. કેમકે વ્યવહાર એ નિશ્ચયનયમાં જવાના કારણરૂપ છે. એ માત્ર નિમિત્ત પૂરતું ઉપાદાન કારણ નથી એ કોઈ ન ભૂલે ! વ્યવહારના બે પ્રકાર છે : એક સદ્વ્યવહાર, બીજ અસદુવ્યવહાર, સવ્યવહાર એ નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં કારણરૂપ બને છે, અસવહાર નહિ. આજે તો સમાજની પ્રત્યેક પ્રવૃત્તિ અસવ્યવહારને અવલંબી રહેલ હોય એમ દેખાય છે. આ કંઈ ઓછા દુઃખની વાત નથી. ભારતવર્ષમાં તો પરાપૂર્વથી આધ્યાત્મિકતા ચાલી આવે છે. માત્ર એટલું જ નહિ પણ એને અગ્રસ્થાન આપવામાં આવેલ છે. સમાજની પ્રત્યેક પ્રવૃત્તિના મૂળમાં આધ્યાત્મની ઝલક દેખાય છે. સમાજ, રાજય, કુટુંબ, વ્યાપાર વગેરે તમામનું ચણતર આધ્યાત્મિક ભૂમિ પર થયેલ હોય એમ સમજાય છે. પરંતુ આજના ભારતવાસીઓ પ્રાયઃ પાશ્ચાત્ય સંસ્કૃતિનું પાન કરીને મૂળભૂત વસ્તુને ભૂલતા હોય એવું દેખાય છે. આ કારણથી જ ભારતનું અધઃપતન જોવામાં આવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અયોગ્ય અનુકરણે જ આજે આપણને આ દશાએ પહોંચાડ્યા છે. પાશ્ચાત્ય પ્રજાના ગુણોનું અનુકરણ કરવાને બદલે આપણે બીજી બાબતોનું જ અનુકરણ કરીએ છીએ. ભારતવાસીઓ પોતાના મૂળભૂત સિદ્ધાંતો અને સંસ્કારોને ભૂલી જઈ જડવાદને અપનાવી પોતાનું વ્યક્તિત્વ ગુમાવી બેઠા છે; પરંતુ સભાગે આજે ભારતવર્ષ પોતાનું ખોળિયું પલટાવી રહેલ હોય એમ જણાય છે. આ સંક્રાન્તિ કાળે પ્રત્યેક ભારતવાસીઓ લક્ષમાં રાખવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મવાદના પાયા ઉપર અવલંબેલી છે માટે એને દૃષ્ટિ સમક્ષ રાખીને જ રાષ્ટ્રનો વિકાસ સાધવાની જરૂર છે. જો આ રીતે ભારતની રચના કરવામાં આવે તો ભારતવર્ષ જગતનું એક સર્વોપરી રાષ્ટ્ર બની જાય એમાં શંકાને સ્થાન નથી. આધ્યાત્મ તત્વને જે આજના રાષ્ટ્રના ઘડવૈયા ભૂલ્યા તો ભવ ભૂલ્યા જેવું થશે. કોઈ પણ દેશની પ્રજા પોતાની ભૂતકાલીન સંરકૃતિને ભૂલી શકતી નથી એના અનેક દાખલા ઈતિહાસના પટ પર મોજૂદ છે. - અમેરિકન પ્રજા આજે ખૂબ ખૂબ આગળ વધેલી ગણાય છે. આમ છતાં એ પોતાના જડવાદના સંસ્કારોને ભૂલી શકતી નથી. એ જ પ્રમાણે ભારતવર્ષની પ્રજા પોતાના ચૈતન્યવાદને કદી ભૂલી શકવાની નથી. આમ છતાં એમાં અપવાદ પણ હોય છે. વિદેશોમાં પણ આજે કેટલાક ચૈતન્યવાદના ઉપાસકો જોવામાં આવે છે. ચિતન્યવાદને સમજવા એ અથાગ પરિશ્રમ પણ ઉઠાવી રહેલા જણાય છે. જ્યારે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy