________________
ધર્મ અને સંસ્કૃતિ મુનિશ્રી કલ્યાણચન્દ્રજી
' અખિલ વિશ્વમાં સમગ્ર સચરાચર તો પોતપોતાનો ધર્મ બજાવતાં રહે છે. આ એક અકાવ્ય બંધારણ છે. એક પણ તત્ત્વ એનાથી બહાર જઈ શકતું નથી. તમામ તત્ત્વોમાં જીવતત્વ અચરથાને છે. આ મંતવ્ય સર્વમાન્ય અને શાશ્વત છે. કેટલાક જીવોને એનું લક્ષ હોતું નથી; અને લક્ષ વિનાની પ્રવૃત્તિનું પરિણામ બધા જીવો જોઈ કે જાણી શકતા નથી. અમુક જીવાત્માઓ તો લક્ષ વિના એક ડગ પણ ભરતા નથી. એ સમજતા હોય છે કે લક્ષ વિનાની પ્રવૃત્તિનો કશો જ અર્થ નથી. લક્ષ સાપ્યા વિનાનું બાણ જેમ નિષ્ફળ જાય છે તેવી જ રીતે લક્ષ સાપ્યા વિનાની પ્રવૃત્તિ પણ નિરર્થક થાય છે. લક્ષને સિદ્ધ કર્યા બાદ બાણ ખાલી ન જાય તેમ લક્ષસિદ્ધિવાળી પ્રવૃત્તિ પણ ફલપ્રદ જ નીવડે છે. જાણે કે અજાણે થયેલી કોઈ પણ પ્રવૃત્તિનું ફળ તો અવશ્ય મળે છે, પરંતુ સમજણ વિનાની પ્રવૃત્તિના પરિણામનો કશો અર્થ હોતો નથી. સમજણપૂર્વકની જ્ઞાનયુક્ત પ્રવૃત્તિનું પરિણામ જ ખરું પરિણામ કહી શકાય. એટલા માટે જ જ્ઞાની પુરુષો કહી ગયા છે કે જે કંઈ કરવું તે હંમેશાં લક્ષપૂર્વક કરવું કારણ કે લક્ષપૂર્વક કરાયેલી પ્રવૃત્તિ જ ફળ આપે છે.
આજે દરેક મનુષ્ય કંઈ ને કંઈ કરતો જોવામાં આવે છે. કેટલાક લક્ષનો નિર્ણય કર્યા બાદ જ કાર્ય હાથ પર લે છે અને કેટલાક લક્ષ વિના જ કાર્ય કરવા તત્પર બની જાય છે. જે કાર્ય લક્ષ વિના કરવામાં આવે છે તે નિરર્થક અથવા બોજારૂપ નીવડે છે. જેને કોઈ પણ કાર્ય કરવાની સાચી અભિલાષા હોય તેણે પ્રથમ પોતાના કાર્યની દિશા નકકી કરી લેવી જોઈએ. તેની સાથે સાધ્યને પ્રાપ્ત કરવાનું જ્ઞાન પણ અવશ્ય હોવું જોઈએ. તથારૂપ જ્ઞાનના અભાવે કોઈ પણ કાર્યની સંસિદ્ધિ અતિ મુશ્કેલ થઈ પડે છે...
સાધ્ય અને સાધનનું યથાર્થ જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય તે જિજ્ઞાસુ જ ધર્મની સાચી આરાધના કરી શકે. દુનિયામાં જે સત્ય ધર્મ છે તે સાધ્ય છે. તેને પ્રાપ્ત કરવાનાં જે ઉપક્રમો તે સાધન છે. આજે કેટલાક એવી માન્યતા ધરાવતા હોય છે કે શાસ્ત્રોમાં જે ક્રિયા કરવાનું બતાવવામાં આવેલ છે તે પ્રમાણે કરવું એનું નામ જ યથાર્થ ધર્મ. જયારે કેટલાક એમ માનતા હોય છે કે ગુરુના ફરમાન પ્રમાણે વર્તવું એનું નામ જ સાચો ધર્મ. કોઈની એવી માન્યતા હોય છે કે દયા, દાન, તપશ્ચર્યા, વ્રત-નિયમોનું પાલન કરવું. એ જ સત્ય ધર્મ છે અને કેટલાક એ બધી બાબતોને પાંપળા જ માનતા હોય છે. એ તો સેવાને જ સાચામાં સાચો ધર્મ માનતા હોય છે. કેટલાક તો એથી પણ આગળ વધીને એમ બોલતા સંભળાય છે કે પોતાની બુદ્ધિથી નીતિના માર્ગનો નિર્ણય કરીને તે માર્ગે ચાલ્યા જવું એ જ ખરો ધર્મ છે. કોઈ પોતાની ફરજને જ ધર્મ માને છે. કેટલાક કહે છે કે ઘણાં માણસો જે માર્ગે ચાલ્યા હોય તે માર્ગે ચાલવું એ જ ધર્મ. કેટલાક સમષ્ટિ ધર્મને જ ધર્મ માને છે, જયારે કેટલાક વ્યક્તિગત ધર્મને જ ધર્મ માનતા હોય છે. કેટલાક સમગ્ર વિશ્વનો એક જ ધર્મ માને છે, એને જ સત્ય અને સામાન્ય ધર્મ સમજે છે. કોઈ દેશકાળને અનુસરવામાં જ ધર્મ માને છે. કેટલાક પોતાને તવવેત્તા માની ધર્મના અનેક પ્રકારો બતાવતા હોય છે. આમ ધર્મની વિવિધ માન્યતાઓ વચ્ચે માનવપ્રાણી આજે અટવાઈ રહ્યો છે. સૌ કોઈ પોતપોતાની રુચિ અનુસાર ધર્મની વ્યાખ્યા કરતા નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org