________________
વડનગરની શિલ્પસમૃદ્ધિ
શ્રી રમણલાલ નાગરજી મહેતા
નાગરોનું આદિ નિવાસરથાન વડનગર મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકામાં આવેલું છે. વડનગર શર્મિષ્ઠા તળાવના પશ્ચિમ અને દક્ષિણ કાંઠા પર વસેલું કેન્દ્રિત કિલ્લેબંદ નગર છે. સ્કંદપુરાણાન્તર્ગત નાગરખંડ આ નગરને ખૂબ પ્રાચીન દર્શાવે છે; અને તેનાં ચમત્કારપુર, નગર, આનંદપુર, આનર્તપુર વગેરે નામો આપે છે, તથા તેની ઉત્પત્તિ માટે અનેક વાતો દર્શાવે છે. આ બધી વાતો, વધુ પુરાવા સિવાય પુરવાર થઈ શકે એમ નથી. વડનગરનાં આનંદપુર અને આનર્તપુર વગેરે નામો મૈત્રકો અને રાષ્ટ્રકૂટોનાં તામ્રપત્રોમાં મળે છે. વડનગરનું સૌથી પ્રથમ વર્ણન હું એન સંગ નામના ચીની મુસાફરે કર્યું છે. તેમણે વડનગરને સમૃદ્ધ અને સાડા ત્રણ માઈલના ઘેરાવામાં વિસ્તરેલા નગર તરીકે વર્ણવ્યું છે. ' હાલમાં વડનગરની પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં પ્રાચીન ગભાણું છે. આ ગભાણોમાંથી ઘણીખરી પાછળની વસાહતો તથા બીજા કાળમાં ખોદાયેલાં અથવા ગળાવાયેલાં તળાવોને લીધે ખેરવિખેર થઈ ગયેલી છે. આ ગભાણમાંથી ઈ. સની શરૂઆતના સૈકાઓમાં વપરાતાં માટીનાં વાસણો, શંખની બંગડીઓ, પ્રાચીન મુદ્રાઓ, મકાનોના પાયા વગેરે મળી આવે છે. આ સ્થળો પૈકી આમથેર માતાના ઠાકડાવાસ પાસે અને ગૌરીકુંડ પાસે ઉખનન કરતાં વડનગરની વસાહત ઈ સર ની શરૂઆતમ અસ્તિત્વમાં આવી હોય એમ લાગે છે. પુરાતત્ત્વની નજરે, લગભગ બે હજાર વર્ષ જૂના આ નગરમાંથી, આમથેર માતા તથા શીતલા માતાનાં ચાલુક્ય સમય પહેલાનાં–રોડાનાં મન્દિરો સાથે સરખાવી શકાય એવાં––સુશોભિત મન્દિરો અને પ્રાચીન શિલ્પોના ઘા નમૂનાઓ મળ્યા છે.
વડનગરમાંથી મળતાં ઘણાંખરાં શિલ્પો ગમે ત્યાં, આડાંઅવળાં, પડેલાં છે. કેટલાંક ત્યાંના મન્દિરોમાં પૂજાતાં કે અપૂજ પડેલાં છે; જ્યારે બીજા કેટલાંક કિલ્લાના કોટમાં અથવા તળાવની પાળોમાં જડી દેવામાં આવ્યાં છે. અહીંથી મળતાં ઘણાંખરાં શિલ્પો રેતીના પથ્થરોનાં બનાવેલાં છે; જ્યારે થોડાં શીટ (schist) અને શીસ્ટોઝ( schistoire)નાં બનાવેલાં છે. વડનગરનાં શિલ્પો ઈડર અને ડુંગરપુરની અરવલ્લીની ગિરિમાળામાંથી મળતા પથ્થરોનાં બનેલાં છે.
ઐતિહાસિક દૃષ્ટિએ વડનગરનાં શિલ્પો ત્રણ વિભાગોમાં વહેંચી શકાય એમ છે: (૧) ગુપ્ત અને ગુતકાળ પછીનાં (ઈ. સવ ને પાંચમાંથી દશમા સૈકા સુધીનાં). (૨) ચાલુક્ય સમયનાં (ઈ. સ. ના અગિયારથી તેરમા સૈકા સુધીનાં). (૩) ચાલુક્ય સમય પછીનાં ગુજરાતના મધ્યોત્તર કાળનાં (ઈ. સ. તેર પછીનાં).
આ બધાં શિલ્પો પથ્થરમાંથી ઉપસાવેલાં છે અને તે મોટે ભાગે મંદિરોમાં સુશોભનો માટે વપરાયેલાં હોય એમ લાગે છે જ્યારે કેટલાંક શિલ્પો પૂજાની મૂર્તિઓ છે.
પ્રથમ વિભાગમાં સુંદર કારીગીરીનાં સુડોળ શિલ્પો છે. કંઈક લંબગોળ અથવા ગોળ મુખાકૃતિ, ઘાટીલું શરીર, મોટો કેશભાર અને આછાં પણ સુરેખ આભૂષણયુક્ત આ શિલ્પો મનોહર છે. આ શિલ્પોનું સૌંદર્ય એનાં કુશળ વિધાન, સપ્રમાણ તંદુરસ્ત અને સૌંદર્યવાન શરીર તથા સુરેખ નકશીકામમાં છે. આ યુગના ઉત્તરકાળમાં ઘણીવાર શરીરના પ્રમાણમાં પણ કંઈક ટૂંકા અને જડ લાગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org