SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ વાદિદેવસૂરિનું જન્મસ્થાન કયું? ૧૩૩ મન્દિરની બહાર એક કોતરણીવાળો દરવાજો છે. આ કયાંકથી લાવવામાં આવ્યો છે. આ સ્થાનનું મૂળ નામ શિલાલેખોમાં “ફિલણીગાંવ ' મળી આવે છે. સંવત ૧૬૦૦થી લખાયેલ તામ્રપત્રોમાં તથા અન્યત્ર “ભદુઆજી” તથા “મધુસુદન” આ નામોનો જ ઉલ્લેખ છે, ક્યાંય પણ આ સ્થાન માટે ‘મદાત , મડ઼ાહત, ભરૂાહ”નો ઉલ્લેખ નથી. “મડુહગછની પરંપરા ' નામક એક હિંદી લેખમાં પુરાતત્વના અભ્યાસી રાજસ્થાનના વિદ્વાન શ્રી અમરચંદજી ભંવરમલજી નાહટા લખે છે : મુનિવર જયન્તવિજયજી કે ઉલ્લેખાનુસાર ભડાહડગઇકા નામકરણ જિસ મ ડાહડ સ્થાન કે નામસે હુઆ હૈ વહ વર્તમાન મડા૨ (અઢાર) હૈ, જે કિ સિરોહી સે નૈઋત્યકોણ મેં ૪૦ માઈલ ઔર ડિસાસે ઈસાનકોણ મે ૨૪ માઈલ હૈ. ભટાણસે વાયવ્ય કોણ મેં ૭ માઈલ આર ખરાડીએ (આબુરોડસે) ૨૬ માઈલ પશ્ચિમમેં હૈ. સિરોહી રાજકે તહસીલકા યહ ગાંવ હૈ. “મડાહડ સ્થાન પ્રાચીન છે. સુપ્રસિદ્ધ વાદિદેવસૂરિ વહીં કે પોરવાડ વીરનાગકે પુત્ર છે... મારમેં અભી ધર્મનાથ ર મહાવીર સ્વામી કે દો મન્દિર હૈ. યહાં પર મેઘજી ભટ્ટારકા ઉપાસરાબી હૈ, જે કિ ગછ કે થે. મણિભદ્રયક્ષકા મન્દિર, જો માર દેવીકા મન્દિર ભી કહલાતા હૈ..” (પૃષ્ઠ ૯૬). સિરોહી મહારાવસાહેબના અંગત મંત્રી શ્રી અચલમલજી મોદી પાસેથી પણ નીચેની ખાસ વિગતો મળી છે: (૧) સિરોહી શ્રી અજીતનાથ ભગવાન કે મન્દિર મેં એક પાર્શ્વનાથ ભગવાનકી એક તીર્થ હૈ, જિસ પર નિમ્નલિખિત લેખ હૈ: “સં. ૧૧૩૮ માર્ગ શુઇ ૧૦ ધારાગ મડાહડ સ્થાને વર્ધમાન શ્રેયોર્થ દેવચંદ્ર સુતેના વણુદેવ નકારિત” શ્રી દેલવાડા કે લુણવસહી કે વ્યવસ્થા કે શિલાલેખ મેં ઉક્ત મન્દિર કે ૦ મહોત્સવ મેં ફાગણ વદિ ૮ કા દિન મડાહડ કે જૈનોં કો મનાના ઐસા ઉલ્લેખ હૈ. (૩) મડાહડ દેવી કે મન્દિર કે બહાર એક શિલાલેખ હૈ ઉસકા સંવત ભી ૧૨૮૭ કા હૈ. શ્રી મેઘરચિત પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ. ૫૪ કડી ૧૧. “મડાહડી સાડી વડગામ સાચરઉ શ્રી વીર પ્રણામ' (મડાર–મંડાર, વડગામ વગેરે વગેરે સાઠ ગામોનો સમૂહ છે જેને સાડી કહેવાય છે.) આવી જ રીતના નામપ્રયોગો અન્ય તીર્થમાળાઓમાં છે: નયર મડાડ, મઢાડિ વગેરે. વ્યુત્પત્તિશાસ્ત્રનો આધાર શોધવા જઈએ તો શું પરિણામ આવે? આપણું પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ મુનિ જિનવિજ્યજીને પૂછતાં તેમણે– ભદાહત–મડાદ-મઢાર–મડાર–મંડાર; ભદાહુદ-દાહત-મડાહર-મઢાર એ કેમ બતાવતાં કાસદ-કાસાહત-કોરહર-કાયંદ્રા, (સિરોહી જિલ્લાનું કાસીંદ્રા) એ દષ્ટાંત આપ્યું. તો પ્રશ્ન ઉઠે છે-મદતનું મદુઆ કેવી રીતે ફલિત થયું ? ! વળી એ સ્થાને જૈનોની વસતિ હતી કે ?! ૧. અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક મુનિ સંમેલન સંસ્થાપિત શ્રી જૈન ધર્મસયપ્રકાશક સમિતિના માસિક મુખપત્ર “ શ્રી જૈન સત્યપ્રકાશ 'ના ૧૯૫૫ની સાલના ૧૫ ફેબ્રુઆરીના અંકમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy